સપ્તાહમાં આ ૩ દિવસે નવા કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે, બધા જ કાર્યમાં અડચણ ઊભી થાય છે

Posted by

નવા-નવા કપડા ખરીદવા અને તેને પહેરીને સુંદર દેખાવું આ ચીજ નો અહેસાસ કંઈક અલગ હોય છે. નવા કપડાં પહેરવાનેં લઈને અલગ ઉત્સાહ રહે છે. ઘણા લોકો તો કોઈપણ કારણ વગર જ નવા કપડાં ખરીદે છે. વળી અમુક ખાસ અવસર પર નવા કપડા ખરીદવા અને પહેરવાનું પસંદ કરે છે. તમે પણ ઘણી વખત નવા કપડાની ખરીદી કરીને પોતાના પસંદગીનાં દિવસે પહેરેલા હશે. પરંતુ શું તમે જાણો છો કે નવા કપડાં સપ્તાહનાં ત્રણ વિશેષ દિવસ પર પહેરવા જોઈએ નહીં. જો આવું કરવામાં આવે છે તો તમને ખુબ જ મોટું નુકસાન થઈ શકે છે.

હકીકતમાં સપ્તાહનાં દરેક દિવસ અલગ-અલગ દેવ અને ગ્રહો સાથે સંબંધિત હોય છે. તેવામાં દરેક દિવસનો પોતાનો એક અલગ પ્રભાવ પણ હોય છે. એટલા માટે અમુક ખાસ દિવસ પર નવા કપડાં પહેરવા શુભ હોય છે, જ્યારે અમુક દિવસ પર પહેરવા અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે શુભ દિવસ પર નવા કપડાં પહેરીને તેનો વધારે લાભ લઇ શકો છો. વળી અશુભ દિવસ પર નવા કપડા પહેરવાથી મુસીબતથી બચી શકાય છે. સાથોસાથ જો અશુભ દિવસ પર નવા કપડા પહેરવા ખુબ જ જરૂરી હોય તો તેના ઉપાય ઉપર પણ ચર્ચા કરીશું.

સપ્તાહમાં ક્યારે નવા કપડાં પહેરવા હોય છે શુભ?

શુક્રવારનાં દિવસે નવા કપડાં પહેરવા સૌથી વધારે શુભ માનવામાં આવે છે. તેનું કારણ છે કે શુક્રવાર ભૌતિક સુખનો કારક ગ્રહ શુક્ર છે. આ દિવસે નવા કપડાં પહેરવાથી તમારો દિવસ સારો પસાર થાય છે. વળી સોમવાર, બુધવાર અને ગુરુવારનાં દિવસે પણ નવા વસ્ત્ર ધારણ કરી શકાય છે. આ દિવસોએ પણ નવા કપડાં પહેરવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસોએ નવા કપડાં પહેરીને કોઈ કાર્યની શરૂઆત કરવાથી તેમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય છે.

આ દિવસે ભુલથી પણ નવા કપડા પહેરવા નહીં

મંગળવાર, શનિવાર અને રવિવારનાં દિવસે નવા કપડા પહેરવાથી દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ. મંગળવારનાં નવા વસ્ત્રો ધારણ કરવાથી તમારા ક્રોધમાં વૃદ્ધિ થાય છે અને વિવાદ વધવા લાગે છે. તમે ગુસ્સામાં કોઈ પણ ખોટું કામ કરી શકો છો. ગુસ્સામાં વ્યક્તિ મોટાભાગે ખોટા નિર્ણય પણ લેતા હોય છે. તેઓમાં તમારા દરેક કાર્યો બગડી શકે છે.

વળી શનિવાર અને રવિવારનાં દિવસે નવા કપડાં પહેરવાથી રોગ વધી શકે છે. માન્યતા છે કે આ દિવસે નવાં વસ્ત્રો ધારણ કરવામાં આવે તો ઘણી એવી બીમારીઓ તમારા ઘરે આવી શકે છે, એટલા માટે મંગળવાર, શનિવાર અને રવિવારનાં દિવસે નવા કપડા પહેરવાથી દુર રહેવું જોઈએ. જો તમે આવું નથી કરતા તો તમને જરૂરથી નુકસાન થઈ શકે છે.

પ્રતિબંધિત દિવસે નવા કપડાં પહેરવાં જરૂરી હોય તો શું કરવું?

ઘણી વખત એવું થાય છે કે આપણે ઈચ્છા હોવા છતાં પણ રવિવાર, મંગળવાર અને શનિવારનાં દિવસે નવા કપડાં પહેરવા પડે છે. ઉદાહરણ તરીકે આ દિવસે ઘર અથવા બહાર કોઈ સ્પેશિયલ ફંકશન હોઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક સરળ ઉપાય કરી આ કપડાં પહેરી શકાય છે. તેના માટે તમારે શુભ દિવસે જેમ કે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર માંથી કોઈપણ એક દિવસે થોડા સમય માટે નવા કપડા પહેરી લો. ત્યારબાદ આ કપડાંને ઉતારીને રાખી દો. ત્યારબાદ જ્યારે રવિવાર, મંગળવાર અથવા શનિવારનો દિવસ આવે તો તમે આ દિવસે ફરીથી કપડાને પહેરી શકો છો. આવી રીતે આ નવા કપડા નવા જ રહી જશે અને તમારા નિયમનું પાલન પણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *