સાપ્તાહિક રાશિફળ ૧૩ થી ૧૯ માર્ચ : આ સપ્તાહમાં ૪ રાશિવાળા લોકોને મોટી લોટરી લાગવાની સંભાવના છે, ખુબ જ મોટી ખુશખબરી મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

આ સપ્તાહ તમે અમુક અનાવશક ખર્ચ અને પરેશાનીઓથી ઘેરાયેલા રહેશો. જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. વેપારીઓ માટે સમય પડકારજનક રહેશે. ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો અવસર આવશે. સમાજમાં માન સન્માન વધશે. પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય ઉત્તમ છે. પોતાના ક્રોધ અને વાણીના સંતુલિત રાખો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. પ્રેમજીવનમાં નાની નાની વાતને વધારવી નહીં, નહીંતર પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું. આ સપ્તાહમાં અમુક પરેશાનીઓ આવી શકે છે.

વૃષભ રાશિ

સરકારી નોકરી કરતા જાતકોને પોતાના કામ ઉપર ફોકસ કરવાની સલાહ આપવામાં આવે છે. વિપરીત લિંગના લોકો તરફ તમે આકર્ષિત થશો. તમારા ભાઈ બહેનોનું સમર્થન વિશેષ રૂપથી ફાયદાકારક સાબિત થશે. ફાયદાકારક રોકાણના અવસર મળી શકે છે. કામકાજ ની પ્રશંસા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી આસપાસના લોકો મદદ કરશે. વેપારમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. કોઈ મોટી ઉપલબ્ધિ અથવા સન્માન મળી શકે છે. આ સપ્તાહમાં કોઈ એવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં તમને પોતાના સાથી વિશ્વાસઘાત કરતા હોય એવો અહેસાસ થાય. તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. હળવો તાવ, થાક અને બેચેની રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોને ઓફિસમાં અમુક લાભદાયક જાણકારી મળવાની સંભાવના છે. તમારું પારિવારિક જીવન સારું રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઈને સુસ્ત બની શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. આર્થિક સ્થિતિ માટે સપ્તાહ ઉત્તમ રહેશે. જુના રોકાણમાંથી લાભ થશે. સંપતિ ખરીદી વેચાણ થી લાભ કમાઈ શકશો. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. જીવનસાથી ની સાથે અહમ અથવા ટકરાવ થી બચવું, નહીંતર તમારા સંબંધોમાં અંતર વધી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમે પોતાને ખુબ જ ફ્રેશ મહેસુસ કરશો.

કર્ક રાશિ

પોતાના બાળકોને પર્યાપ્ત સમય આપવાનો પ્રયાસ કરો. સાથોસાથ તેમનું માર્ગદર્શન કરવાની જરૂરિયાત છે. વધારાના પ્રયાસ કર્યા બાદ જ તમને પોતાની દિનચર્યાની ગતિવિધિઓમાં સફળતા મળશે. માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા પર જઈ શકો છો. ઘરના વડીલો તથા અનુભવી વ્યક્તિઓનો સહયોગ અવશ્ય લેવો. મિત્રો સાથે તાલમેળ વધશે. ઘર પરિવારમાં માંગલિક પ્રસંગમાં સામેલ થશો. પોતાના પ્રેમી અથવા જીવનસાથી પ્રત્યેક તમારું આકર્ષણ ચરમ પર રહેશે. રક્તચાપનાં દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

સિંહ રાશિ

તમે ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ માણશો. તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સુમેળપુર્ણ રહેશે. ગૃહિણીઓ પોતાના ઘરમાં પરિવર્તન લાવવા પર વિચાર કરી શકે છે. કોઈ સરકારી પરીયોજના થી તમને લાભ મળી શકે છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકો પોતાનો કોઈ મહત્વપુર્ણ કામ યોગ્ય રીતે પુર્ણ કરવામાં સક્ષમ રહેશે. આર્થિક સંકટોનું સમાધાન થશે. જીવનસાથી ની સાથે સંબંધોમાં સુમેળ જળવાઈ રહેશે. ઘરેલુ જવાબદારીઓને તમે હળીમળીને પુર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને દાંતમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

કન્યા રાશિ

પૈસાની બાબતમાં આ સપ્તાહ તમારા માટે સામાન્ય રહેવાનું છે. જો તમે પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માંગો છો તો તમારે વિચાર્યા વગર ખર્ચ કરવાની પોતાની આદત બદલવી જોઈએ. ભાગીદારીના વેપાર માટે સમય બિલકુલ યોગ્ય કહી શકાય નહીં. કાયદાકીય વિવાદોથી દુર રહેવાની કોશિશ કરો. નોકરી કરતા લોકો પોતાની જુની ભુલોનું પુનરાવર્તન કરે નહીં. જમીન મકાનના અટવાયેલા કાર્ય પુર્ણ થશે. તમારી ધીરજ અને સંયમ સુખદ પરિણામ લાવશે. પ્રેમી પોતાના વિવાહ માટે નિર્ણય કરી શકે છે. તમને પોતાના પરિવારનો સમર્થન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમે પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશો.

તુલા રાશિ

નોકરી કરતા લોકોની સેલેરીમાં આ સપ્તાહમાં વધારો થવાના સંકેત છે. હાલનો સમય તમારી આવક માટે ખુબ જ સારો રહેવાનો છે. વ્યવસાયિક પ્રગતિ માટે સમય અનુકુળ છે. જો તમે ઘરેલુ સ્તર પર શાંતિ ઇચ્છો છો તો તમારે પોતાના જીવનસાથીનો મુડ સારો રાખવાનો રહેશે. કોઈ નવા બિઝનેસને લઈને પણ વિચાર કરી શકો છો. મકાન ખરીદવા અથવા વેચવાનું મન થશે. તમારે નાનું મોટું કરજ લેવું પડી શકે છે. પતિ પત્નીના સંબંધોમાં મીઠી તકરાર થઈ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ પોતાની દિનચર્યા ને વ્યવસ્થિત રાખવી આવશ્યક છે.

વૃશ્ચિક રાશિ

સામાજિક સ્તર ઉપર તમે પહેલા કરતાં વધારે સક્રિય બની શકો છો. કોઈના પ્રત્યે વધી રહેલ આકર્ષણને રોકવું મુશ્કેલ બનશે. તમે અન્ય દિવસોની સરખામણીમાં આ સપ્તાહમાં વધારે ઉર્જાવાન રહેશો. શેર બજાર થી દુર રહો, પરંતુ સામાન્ય કામ ધંધામાં વિવેકપુર્ણ જોખમ ઉઠાવી શકો છો. જુની સમસ્યાઓ માંથી છુટકારો મળશે. વેપારમાં નવા લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે અને તેનાથી તમને ફાયદો થશે. પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. જીવનના અન્ય તણાવને કારણે પોતાના પ્રેમી પ્રત્યે વધારે સહજ રહેશો નહીં. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે પેટ સંબંધથી રોગ ઉત્પન્ન થઈ શકે છે.

ધન રાશિ

ઓફિસ પર શાલીનતાથી વર્તન કરવાથી તમને લાભ મળશે. કોઈ લાંબા સમયથી અટવાયેલું સરકારી કાર્ય પુર્ણ થશે. તેનાથી તમને શાંતિ પ્રાપ્ત થશે. કોઈ જોખમ ભરેલું કાર્ય કરવું નહીં અને અજાણ્યા વ્યક્તિઓ સાથે સંબંધ વધારવા નહીં. મોટાભાગનો સમય વેપારમાં વ્યસ્ત રહેશો. ભાગીદારીમાં વેપાર કરતા લોકોએ કુશળતાથી કામ લેવાનું રહેશે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે. પારિવારિક અને સામાજિક જીવનમાં મોટું સન્માન મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આ સપ્તાહ સામાન્ય રહેવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. શરીરમાં દુખાવો રહી શકે છે.

મકર રાશિ

નોકરીમાં પ્રગતિ અને વ્યવસાયમાં વિસ્તાર થશે. જો તમે કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. પારિવારિક જીવનમાં સ્થિતિ સામાન્ય રહેશે. ઘરના મોટા વડીલોની સાથે તમારો તાલમેલ સારો રાખવાનો પ્રયાસ કરો. સામાજિક કાર્યમાં પરિવારજનો ભરપુર સહયોગ આપશે, જેના કારણે તમારા માન સન્માનમાં વધારો થશે તથા તમારી ઓળખ વધશે. અવિવાહિત લોકોના વિવાહની સમસ્યા દુર થશે. પ્રેમના દ્રષ્ટિકોણથી આ સપ્તાહ તમારા માટે સારું સાબિત થશે. માનસિક તણાવ રહેશે, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે.

કુંભ રાશિ

નોકરી કરતા જાતકોને જો સેલરી સાથે સંબંધિત કોઈ પરેશાની થઈ રહી હોય તો આ સપ્તાહ તમારી સમસ્યાનું સમાધાન થશે અને તમારી અટવાયેલી સેલેરી પણ તમને પરત મળી જશે. વાણીની મધુરતાથી તમે કોઈ પણ પ્રકારના વિવાદને પોતાનાથી દુર રાખી શકો છો. પોતાની રચનાત્મકતાથી વેપાર અને નોકરી બંનેમાં કંઈક નવું કરી શકશો. આર્થિક પરેશાનનો અમુક હદ સુધી ઓછી થઈ જશે. સંપત્તિ ખરીદ વેચાણના કાર્યમાં લાભ થશે. તમારા પ્રેમ સંબંધોની વચ્ચે તિરાડ પડી શકે છે, એટલા માટે ગેરસમજણ થી બચવું. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાનું રહેશે. કામકાજના બોજને લીધે થાક વધી શકે છે.

મીન રાશિ

નોકરી કરતા જાતકોને ઓફિસમાં બોજ તરફથી પ્રશંસા મળશે. આ સપ્તાહમાં કામનો બોજ થોડો હળવો રહેવાની સંભાવના છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમારો વ્યવહાર ખુબ જ સકારાત્મક રહેશે, જેની ઉપર બધા લોકોની નજર પણ રહેશે અને જેનાથી તમને પ્રશંસા પણ મળશે. પોતાના ઘરનું વાતાવરણ શાંત રાખવા માટે તમારે કારણ વગરની વાતો ઉપર ચર્ચા કરવાથી બચવું, નહીંતર ઘરના કોઈ સદસ્યની સાથે તકરાર થઈ શકે છે. જો તમે સિંગલ છો તો તમારા જીવનમાં નવા પાર્ટનર નું આગમન થઈ શકે છે. તમને સ્નાયુઓ સાથે જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *