આ અજાણ્યા વ્યક્તિની બાંહો માં જોવા મળી સારા અલી ખાન, ખુલ્લમ ખુલ્લા કહ્યું – આઈ લવ યુ

Posted by

બોલીવુડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન પોતાની ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં કારણે પણ ચર્ચામાં રહે છે. હંમેશા સારા અલી ખાન સોશિયલ મિડીયા પર પોતાના કોઈને કોઈ ફોટો શેર કરતી રહે છે. એકવાર ફરીથી તે પોતાની પોસ્ટને લઈને ચર્ચામાં છવાયેલી છે. સારા અલી ખાને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી જે ફોટો શેર કર્યો છે. તેમાં તે  એક વ્યક્તિ સાથે નજર આવી રહી છે. તે વ્યક્તિ વિશે કોઈ નથી જાણતું. જેના લીધે સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા પ્રકારની વાતો કરવાની શરૂ કરી દીધી છે. લોકોનું કહેવું છે કે, સારા તે વ્યક્તિને ડેટ કરી રહી છે.

જણાવીએ કે સારા અલી ખાને હાલમાં જ પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક ફોટો શેર કરી છે. બોલીવુડ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બીચ પર વિતાવેલા પોતાના તે સમયને યાદ કરતા એક જુની ઇમેજ શેર કરે છે, જ્યારે તેણે પોતાના મિત્ર જેહાન હાંડા સાથે રજાઓનાં સારા દિવસો  વિતાવ્યા હતા. ફોટો ઘણી જૂની છે પરંતુ તેણે ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે.

સારા અને જેહાનનો ફોટો વાયરલ થવાથી લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે સારા અલી ખાન હવે જેહાન હાંડાનાં પ્રેમમાં પડી ચૂકી છે. લોકોને લાગી રહ્યું છે કે બંને વચ્ચે કંઈને કંઈ જરૂર ચાલી રહ્યું છે. લોકો સારા દ્વારા લખેલી એક ખાસ વસ્તુને કારણે પણ એવું કહી રહ્યા છે. હકીકતમાં સારા એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે ફોટો શેર કરી છે, તેની સાથે જ તેણે આઇ લવ યુ અને ટેક મી બેક નાં સ્ટીકર પણ લગાવ્યા છે.

સાથે જ તમને જણાવી દઈએ કે સારા અલી ખાન સાથે જેહાન પણ તેમની સાથે વીતાવેલા પળોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેહાને એક એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બંનેએ સાથે વિતાવેલા યાદગાર પળ નજર આવી રહ્યા હતા. તેણે વિડીયો શેર કરતા લખ્યું કે, “આપણા પ્રેમ અને દોસ્તીને કોઈ નથી સમજી શકતું.”

હવે જોવા વાળી વાત એ છે કે બંને વચ્ચે માત્ર દોસ્તીનો સંબંધ છે કે પછી હકીકતમાં બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા છે, એ તો સમય જ બતાવશે. પરંતુ જે પણ હોય ફોટામાં બંનેની બોન્ડીંગ ઘણી મજબૂત નજર આવી રહી છે. ફોટોમાં જે રીતે બન્ને એક બીજાને સાથે પોઝ આપી રહ્યા છે, તેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યા છે કે બંનેનું અફેર ચાલી રહ્યું છે.

જણાવીએ કે જેહાન, “ગાય ઈન ધ સ્કાય પિક્ચર” નાં  ક્રિએટિવ ડાયરેક્ટર છે, જ્યારે સારા અલી ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની દીકરી છે. સારા અલી ખાને હિન્દી સિનેમામાં પોતાનાં પગલાં વર્ષ ૨૦૧૮માં રાખ્યા હતા. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ “કેદારનાથ” રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય રોલ માં હતા. ફિલ્મ હિટ સાબિત થઈ હતી. સારાની આગામી ફિલ્મ “અતરંગી રે” છે. જેમાં તે સુપર સ્ટાર અક્ષય કુમાર અને ધનુષ સાથે નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *