સારા અલી ખાનનાં આ ટોપ ની કિંમત સાંભળશો તો કહેશો – નવાબ ની દિકરી અને આટલા સસ્તા કપડાં?

Posted by

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં મોટું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. તેની બોલિવૂડમાં અત્યાર સુધીમાં ફક્ત ૩ ફિલ્મો (કેદારનાથ, સિમ્બા અને લવ આજકાલ) રિલીઝ થઈ છે. તેમ છતાં પણ તેની ગણતરી બોલિવૂડની “એ લિસ્ટ” એક્ટ્રેસમાં થાય છે. વર્તમાનમાં તેમની બ્રાન્ડ વેલ્યુ ખૂબ જ વધારે છે. સોશિયલ મીડિયા ઉપર તો સારા ની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. આટલી નાની ઉંમરમાં આટલી સફળતા મળવા છતાં પણ સારાની અંદર જરાપણ ઘમંડ અને અકડ નથી. તેમના વિશે કહેવામાં આવે છે કે તે એક જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. આ વાત તેમની રહેણીકરણી અને કપડાં પણ જોવા મળે છે.

Advertisement

સસ્તો ડ્રેસ પણ પહેરે છે સારા

સારા ની પાસે ભલે લાખો રૂપિયાની કિંમતના ઘણા ડ્રેસ હોય, પરંતુ તેને સસ્તા કપડા પહેરવા પણ પસંદ છે. તે પોતાના માટે એવી શોપિંગ પણ કરે છે, જેને એક કોલેજ જવા વાળી યુવતી પોતાની પોકેટ મની માંથી ખરીદી શકે છે. હકીકતમાં આજે અમે તમને સારાનું એક ટોપ બતાવવા જઈ રહ્યા છીએ, જે ટોપની કિંમત સાંભળીને તમારા મોઢામાંથી પણ નીકળી જશે કે, “નવાબ પરિવારની દીકરી હોવા છતાં પણ આટલું સસ્તું ટોપ?”

આ ક્રોપ ટોપે ખેંચ્યું બધાનું ધ્યાન

લોકવોદ્ન પહેલા તો સારા ને દરરોજ જીમની બહાર કુલ એન્ડ ફંકી સ્ટાઈલ ના કપડા માં સ્પોટ કરવામાં આવતી હતી, ત્યારે તેમનું એક યલ્લો ટોપ અને બ્લેક વર્કઆઉટ લેગિંગ્સ હતું, જેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હકીકતમાં આ સારાનું USPS priority boxy crop હતું. તેની ઉપર બ્લુ અને લાલ રંગની પ્રિન્ટ હતી. તેના ઉપર પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા લખેલું હતું. ક્રોપ ના નેકલાઇન ની વાત કરવામાં આવે તો તે રાઉન્ડ શેપમાં હતી. તેમનું આઉટફિટ જીમ જેવા ટાસ્ક માટે એકદમ પરફેક્ટ હતું.

કિંમત છે ખૂબ જ ઓછી

ચાલો હવે તમને સારા ના આ ટોપની કિંમત જણાવીએ. માનવામાં આવે તો સારા ના ટોપ તેમની હેસિયત અને બેન્ક બેલેન્સની તુલનામાં ખૂબ જ સસ્તું છે. હકીકતમાં આ ટોપની કિંમત અમેરિકી ડોલરમાં ૧૭.૯ છે. જો તેને ભારતીય મુદ્રા માં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત અંદાજે ૧૩૩૭ રૂપિયા થાય છે, મતલબ કે તે એક સામાન્ય મિડલ ક્લાસ વ્યક્તિ પણ પોતાના પૈસાથી ખરીદી શકે છે.

હકીકતમાં સારાનો ડાઉન ટુ અર્થ નેચર જ સૌથી મોટું કારણ છે કે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. જો તમે સારા ને કોઈ પણ ઇન્ટરવ્યુ અથવા પબ્લિક પ્લેસમાં પણ જોશો તો જાણવા મળશે કે સારા ત્યાં પણ બધા સાથે નમ્રતાથી વાતચીત કરતી હોય છે. સામાન્ય રીતે સ્ટાર કિડ્સમાં આ કોલેટી ખૂબ જ ઓછી જોવા મળે છે. બધા સ્ટાર કિડની જેમ સારાને પણ બાળપણથી ટોપ ક્લાસ અને મોંઘી ચીજો મળી છે. પરંતુ તે પૈસાની વેલ્યુ સમજે છે તેને જમીન સાથે જોડાઈ રહેવું પસંદ હોય છે.

કામની વાત કરવામાં આવે તો સારા ને છેલ્લી વખત કાર્તિક આર્યન ની સાથે લવ આજકાલ ફિલ્મોમાં જોવામાં આવી હતી. હવે તે ખૂબ જ જલ્દી એક્ટર વરુણ ધવન ની સાથે કુલી નંબર વન ફીલ્મની રીમેકમાં નજર આવશે. તે સિવાય તે અક્ષય કુમાર અને ધનુષની સાથે અતરંગી ફિલ્મમાં પણ જોવા મળશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *