સારા અલી ખાને બતાવી પોતાની તાકાત, પોતાની ફ્રેન્ડને ઉઠાવવાની કોશીશ કરી, વિડીયો જોઈને તમે પોતાનું હસવાનું નહીં રોકી શકો

Posted by

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની એક્ટિંગની સાથે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ લોકોનું ખુબ જ મનોરંજન કરે છે. તે અવારનવાર પોતાની સાથે જોડાયેલા વીડીયો અને ફોટો શેર કરતી રહે છે. સારા અલી ખાનને પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે, જેને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે પોતાની મિત્ર ને પોતાના હાથથી ઉપર ઉઠાવવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન તેની મિત્રએ પોતાના બંને હાથથી સારા અલી ખાનની ગરદન પકડી રાખી છે. એક્ટ્રેસ કહે છે કે, “સારા, બસ કોશિશ કરો.” તેની મિત્ર કહે છે કે, “મને નીચે ઉતારો.”

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

આ પહેલાં સારા અલી ખાને અસમનાં મશહુર કામખ્યા દેવી મંદિર થી પોતાની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસ્વીરોમાં સારા અલી ખાન વ્હાઇટ સુટમાં અસમનાં ટ્રેડિશનલ ગમછા ને ગળામાં નાખી અને માથા પર તિલક લગાવેલી નજર આવી રહી છે. તેની તસ્વીરો જોઈને ઘણા યુઝર્સને તેમના ધર્મ વિશે સવાલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાન નાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ “અતરંગી રે” માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ છે તે સિવાય આદિત્ય ધર નાં ડાયરેક્શનમાં બનવાવાળી ફિલ્મ “ધ ઇમોર્ટલ અશ્વસ્થામા” માં વિકી કૌશલ ની સાથે કામ કરતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *