મૃત્યુ બાદ કેવી રીતે થાય છે સારા-ખરાબ કર્મોનો હિસાબ, ૨૦ મિનિટ માટે મારનાર વ્યક્તિએ ખોલ્યા રહસ્યો

Posted by

મૃત્યુ પછીની દુનિયા કેવી હોય છે આ વાતને લઈને ઘણી ચર્ચા ચાલતી રહે છે. તેને લઈને દરેકની પોતાની અલગ માન્યતા છે. જોકે આ વસ્તુને લઈને હજી સુધી કોઈ પાક્કા પુરાવા નથી મળ્યા. તેવામાં આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે, જેણે નિધન પછીની દુનિયા જોવાનો દાવો કર્યો છે. ૨૦ મિનિટ માટે દેહ છોડીને જીવિત થવા વાળા વ્યક્તિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મૃત્યુ બાદ તે ક્યાં ગયો હતો અને તેની સાથે શું થયું હતું.

૬૦ વર્ષીય સ્કોટ ડ્રમન્ડ જ્યારે ૨૮ વર્ષના હતા તો તેમનો એકસીડન્ટ થયો હતો. આ એક્સિડન્ટ થી તેના અંગુઠામાં ઈજા થઈ હતી. જેનું ઓપરેશન પણ થયું હતું. આ ઓપરેશન દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. જોકે ૨૦ મિનિટ પછી તે જીવિત થઇ ગયા હતા. પોતાના અનુભવોને જાહેર કરતાં સ્કોટ બતાવે છે કે, “જ્યારે હું મરી ગયો હતો તો મે નર્સને ઓપરેટિંગ થિયેટરથી બુમો પાડતી જોઈ હતી. તે કહી રહી હતી, “મેં તેને મારી નાખ્યો.”

ઓપરેશન સમયે એવો અનુભવ થયો જેમ કે મારા હાથ અને હૃદયમાં કંઈક થઈ રહ્યું છે. મને મારા અંગુઠા પર લગાવવામાં આવી રહેલા ટાંકા દેખાઈ રહ્યા હતા. હું મારી પાસે એક વ્યક્તિને અનુભવ કરી શકતો હતો. તે કદાચ ભગવાન હતા. એ સમયે મને લાગ્યું કે હું મરી ચુક્યો છું. એટલા માટે તે રડતી ઓપરેટિંગ થિયેટર થી બહાર ચાલી ગઈ. પછી મને અચાનક થી કોઈ સુંદર ફુલો અને મોટા લીલા ઘાસ મેદાનમાં લઈ જવામાં આવ્યો.

સ્કોટ આગળ કહે છે મને યાદ છે- ત્યારે મેં પાછળ ફરીને જોયું ન હતું. કદાચ મને એવા આદેશ આપવામાં આવ્યા હતા કે હું પાછળ ન જોવ. પછી હું એક ખેતરમાં ઊભો હતો. જોકે મેં હું તેમને જોઈ શક્યો નહીં. મારી ડાબી તરફ થોડા મોટા અને ઊંચા ઝાડ હતા. તે ખુબ જ અજીબ હતા. જ્યારે બીજી તરફ સુંદર જંગલી ફુલ હતાં.

સ્કોટ આગળ બતાવે છે – જે વ્યક્તિ મને ત્યાં લઈ ગયો હતો તેના અને મારા સિવાય ત્યાં કોઇ બીજું નહોતું. મારી પાસેથી સફેદ વાદળ પસાર થવા લાગ્યા. અચાનક મને મારા જન્મ થવાથી લઇને અંતિમ સમય સુધીનો લાઈફનો આખો વિડિયો દેખાવા લાગ્યો. મેં મારી લાઇફમાં જે પણ સારા અને ખરાબ કામ કર્યા તે મને દેખાઈ રહ્યા હતા. મારા કામો નો ન્યાય થઈ રહ્યો હતો.

ત્યારબાદ તેમના એક ગાઈડે મને ટેલીપેથીક રીતે એમને ઉઠવા અને વાદળ પર ચાલવા માટે બોલ્યા, ત્યારે વાદળથી બનેલું એક મજબુત હાથ મારી તરફ આવ્યો અને મને કહેવા લાગ્યો કે હજુ તમારો સમય નથી આવ્યો. હજુ તમારે બીજા પણ કામ કરવાના છે. પછી જેવો જ તે હાથ પાછળ થયો હું પુનઃ મારા શરીરમાં આવી ગયો.

સ્કોટ કહે છે કે મેં એક જગ્યાએ ફરી આવવા ઈચ્છતો ન હતો. તે એક સુંદર અને શાંત જગ્યા હતી. જ્યારે હું ભાનમાં આવ્યો તો મને જાણીને આશ્ચર્ય થયું કે મને મારા નિધનને ૨૦ મિનિટ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *