ઘરનાં બાકીનાં હિસ્સાની જેમ રસોઇ ઘરની સાફ-સફાઈ કેટલી જરૂરી હોય છે, તે વાત બધા લોકો જાણે છે. પરંતુ વાત જ્યારે કિચનની સફાઈ ની આવે છે, તો ફક્ત ટાઇલ્સ, દીવાલો અને વાસણ ની સફાઈ જરૂરી નથી. પરંતુ કિચનમાં રહેલ બધા એપ્લાયન્સીસ ને પણ સાફ રાખવા પણ ખુબ જ જરૂરી હોય છે. આ એપ્લાયન્સીસ માં સૌથી વધારે જરૂરી હોય છે ગેસ સ્ટવ. કારણ કે તેની ઉપર દરરોજ ભોજન પકવવામાં આવે છે.
જો કે લગભગ બધા ઘરમાં રાત્રે સુતાં પહેલાં મહિલાઓ ગેસ સ્ટવને સાફ કરે છે. પરંતુ તે ક્લીનીંગ ફક્ત ગેસ સ્ટવ ની બોડીની થાય છે. ગેસ બર્નરને દરરોજ સાફ કરવાનું કામ સરળ હોતું નથી. ઘણી વખત તો મહિલાઓ ગેસ બર્નર ની સફાઈ ઉપર ધ્યાન આપતી નથી. તેવામાં ગેસ બર્નર કાળા થઈ જાય છે અને તેના છિદ્રમાં પણ ગંદકી ભરાઈ જાય છે.
ઘણી વખત ગેસ બર્નર માં યોગ્ય રીતે ફલેમ નથી નીકળી શકતી અને ગેસ લીક થતો હોય તેવી દુર્ગંધ આવવા લાગે છે. તેવામાં પૈસા ખર્ચ કરીને મહિલાઓ ગેસ બર્નર રીપેર કરાવે છે અથવા તો નવું બર્નર લગાવે છે. પરંતુ આજે અમે તમને જે ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, તેની મદદથી તમે માત્ર ૨ મીનીટમાં ગેસ બર્નરને સાફ કરીને નવા જેવું ચમકાવી શકો છો અને તેમાં ફસાયેલી ગંદકી પણ બહાર નિકળી જશે.
ઇનો થી સાફ કરો
ઈનો નો ઉપયોગ તમે ઘણા પકવાન બનાવવામાં કરો છો, પરંતુ તમને જણાવી દઈએ કે ઈનો વાસણ ની સાફ સફાઈ માટે પણ ખુબ જ સારો વિકલ્પ છે. બજારમાં તે ફક્ત ૮ રૂપિયામાં મળી જશે. તેનાથી તમે ગેસનાં બર્નરની સફાઈ કરી શકશો. તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત નહીં રહે. ચાલો અમે તમને જણાવીએ કે ઈનો થી ગેસ બર્નર ને કઈ રીતે સાફ કરી શકાય છે.
સામગ્રી
- ૧/૨ કટોરી ગરમ પાણી
- ૧ મોટી ચમચી લીંબુનો રસ
- ૧ પેકેટ ઈનો
- ૧ નાની ચમચી લિક્વિડ ડિટર્જન્ટ
- ૧ જુનું ટુથબ્રશ
વિધિ
સૌથી પહેલાં તમારે એક કટોરીમાં ગરમ પાણી લેવાનું છે. ત્યારબાદ તમે આ પાણીમાં લીંબુનો રસ અને ઈનો ઉમેરો. ઈનો ને ધીરે ધીરે ઉમેરો અને તેમાં ગેસ બર્નરને રાખી દો. ત્યારબાદ કટોરીને ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખી દો. હવે જ્યારે ૧૫ મિનિટ બાદ તમે બંને બહાર કાઢશો, તો તે લગભગ સાફ થઈ ચુકયું હશે. જો થોડી ઘણી કાળાશ રહી ગઈ હોય તો તમે લિક્વિડ ડિટર્જન્ટને ટુથબ્રશમાં લગાવીને તેનાથી સાફ કરી લો. જો તમે દર ૧૫ દિવસમાં ગેસ બર્નર સાફ કરો છો તો તમારે બ્રશથી તેને સાફ કરવાની પણ જરૂરિયાત રહેશે નહીં.
લીંબુની છાલ અને મીઠું
લીંબુથી વાસણને નવા જેવા ચમકાવી શકાય છે, ખાસ કરીને જો વાસણ પીતળનાં હોય તો લીંબુ થી સાફ કરવાથી તે નવા જેવા ચમકી ઊઠે છે. જો ગેસ બર્નર પિત્તળનો હોય તો તમે તેને લીંબુથી પણ સાફ કરી શકો છો. ચાલો તમને તેની વિધિ જણાવીએ.
સામગ્રી
- ૧ મોટા આકારનું લીંબુ
- ૧ મોટી ચમચી મીઠું
વિધિ
સૌથી પહેલા તમારે રાત્રે સુતાં પહેલાં ગેસ બર્નરને લીંબુનો રસ ઉમેરી ગરમ પાણીમાં ડુબાડીને રાખી દેવાનું રહેશે. બીજા દિવસે સવારે તેલ લીંબુના રસમાં મીઠું ઉમેરીને તેને સાફ કરો. ૨ મિનિટમાં તમારા ગેસ બર્નર નવા જેવા ચમકવા લાગશે. દિવસમાં તમે આ વિધિથી પોતાના ગેસ બર્નર સાફ કરી શકો છો.
વિનેગર થી સાફ કરો
વિનેગર નો ઉપયોગ ઘણી બધી ખાવા-પીવાની ચીજો માં થાય છે, પરંતુ તમે તેને સાફ સફાઈના કામમાં પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને તેનાથી ગેસ બર્નર ખુબ જ સારી રીતે સાફ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.
સામગ્રી
- ૧/૨ કટોરી વિનેગર
- ૧ મોટી ચમચી બેકિંગ સોડા
વિધિ
એક કટોરીમાં વિનેગર ઉમેરો. હવે તેમાં એક મોટી ચમચી બેકિંગ સોડા ઉમેરો બેકિંગ સોડામાં એક્સફોલિએટિંગ પ્રોપર્ટી હોય છે, જે ગેસ બર્નરની અંદર છુપાયેલી ગંદકીને બહાર કાઢી નાખે છે અને આખી રાત આ મિશ્રણમાં ડુબાડીને રાખી દો. સવારે તમે ટુથબ્રશની મદદથી ૨ મિનિટમાં તેને સાફ કરી શકો છો. તેનાથી બર્નર નવા જેવા ચમકી ઉઠશે.