ખુશખબરી : પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થઈ શકે છે ઘટાડો, સરકાર લઈ રહી છે ઇતિહાસનું સૌથી મોટું પગલું

Posted by

કાચા તેલની કિંમતને કારણે આવેલી મોંઘવારી સામે લડવા માટે સરકાર એક મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે. પહેલી વખત કાચા તેલના ઇમર્જન્સી રિઝર્વ માંથી ૫૦ લાખ બેરલ તેલ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ તેલ કાઢવાનો સમય સામે આવ્યો નથી. નિર્ણય સામે આવતાની સાથે જ સરકાર પર આક્ષેપો શરૂ થઈ ગયા છે. વિપક્ષ સવાલ પુછી રહ્યું છે કે શું દેશ ઈમરજન્સી સ્ટોક ઉપર જ ચાલી રહેલ છે?

ટીએમસી નેતા યશવંત સિંહાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ભારતે આનાથી પણ ખરાબ સમયમાં પણ તેલના રિઝર્વ અને સ્પર્શ કર્યો ન હતો. આ ભંડાર રાષ્ટ્રીય રક્ષા માટે છે, બજારમાં ભાવ ઓછા કરવા માટે નહીં. હું રિઝર્વ માટે તેલ કાઢવાના નિર્ણયથી આશ્ચર્યચકિત છું.” વળી કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, “આરબીઆઇનાં આકસ્મિક ભંડારમાંથી પૈસા કાઢવા, નોટબંધી ને કારણે લોકોના ઘર માંથી પૈસા કાઢવા અને આકસ્મિક ભંડારમાંથી તેલ કાઢવું, શું આ “અચ્છે દિન”” નું પર્યાય બની ચુક્યુ છે.”

હકીકતમાં દરરોજ મળતા પેટ્રોલ-ડીઝલ માટે કાચું તેલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. જ્યારે પેટ્રોલિયમ રિઝર્વને ઈમરજન્સી માટે સ્ટોક રાખવામાં આવે છે, જેથી પ્રાકૃતિક મુશ્કેલી અથવા રાષ્ટ્રીય સુરક્ષાના સમયે તેનો ઉપયોગ કરી શકાય. તમને જણાવી દઈએ કે ભારત ની પાસે ઇસ્ટ અને વેસ્ટનાં ત્રણ લોકેશન પર લગભગ ૩.૮ કરોડ બેરલ કાચું તેલ સ્ટોકમાં છે. તેમાંથી ૫૦ લાખ બેરલ કાઢવામાં આવશે. ભારતમાં ખપતનાં હિસાબથી જોવામાં આવે તો તે ફક્ત ૧ દિવસની ખપત બરાબરનું રિઝર્વ તેલ કાઢવામાં આવશે. પહેલી નજરમાં લાગે છે કે મોંઘવારી પર તેની અસર થશે નહીં પરંતુ એવું નથી.

ભારતની સરખામણીમાં ૧૦ ગણું તેલ રિઝર્વ માંથી કાઢશે અમેરિકા

વળી અમેરિકાએ પણ પોતાના રિઝર્વ માંથી પ કરોડ બેરલ તેલ કાઢવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાની દૈનિક ખપતનાં અઢી ગણા કાચું તેલ તે પોતાના રિઝર્વ માંથી કાઢી રહેલ છે. ભારતની સરખામણીમાં અમેરિકા પોતાના રિઝર્વ માંથી ૧૦ ગણું તેલ કાઢી રહેલ છે. અમેરિકામાં એક વર્ષમાં તેલના ભાવ દોઢ ગણા વધી ચુક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ એલાન કર્યું છે કે ખુબ જ જલ્દી પેટ્રોલના ભાવ પર તેની અસર થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, “આપણા સંયુક્ત પ્રયાસો બાદ પણ સમસ્યા રાતોરાત ઉકેલાશે નહીં, પરંતુ તેનાથી ફર્ક પડવાનો છે. થોડા સમય બાદ જ્યારે તમે પેટ્રોલ ભરાવવા માટે જશો તો તમને તેનો ફરક જોવા મળશે.”

વળી બીજી તરફ બ્રિટને પણ ૧૫ લાખ બેરલ તેલ પોતાના રિઝર્વ માંથી કાઢવાનો નિર્ણય લીધો છે. આવો જ નિર્ણય ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા કરી શકે છે. તેનાથી કાચા તેલની આપુર્તિ વધશે, જેનાથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઓછા થશે. જેની સીધી અસર મોંઘવારી પર પડશે. હકીકતમાં કોરોના કાળ બાદ કાચા તેલની માંગ દુનિયાભરમાં વધી છે. પરંતુ તેલ ઉત્પાદક દેશો એ ઉત્પાદન વધાર્યું નથી, જેનાથી મોંઘવારી દુનિયાભર માટે સમસ્યા બની ગઈ છે. આશા રાખવામાં આવી રહી છે કે તેનાથી દુનિયાભરમાં પ્રતિ બેરલ કાચા તેલ નો ભાવ ૭૦ ડોલરની આસપાસ આવી જશે, જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડશે. પરંતુ નજર તેલ ઉત્પાદક દેશોનાં આગલા પગલા ઉપર પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *