સરકાર મહિલાઓને દર મહિને આપી રહી છે ૪ હજાર રૂપિયા, જાણો લો આ સ્કીમ વિશે અને અત્યારે જ લાભ ઉઠાવી લો

કેન્દ્ર સરકાર મહિલાઓ માટે ઘણા પ્રકારની યોજનાઓ આજના સમયમાં ચલાવી રહેલ છે. વળી પુરુષ હોય કે મહિલા પૈસાની જરૂરિયાત દરેકને રહેતી હોય છે અને જો કોઈ સરકારી યોજનાનાં માધ્યમથી સહાયતા મળે તો ખુબ જ સારી વાત છે. વળી સરકારની તરફથી તો ઘણી યોજનાઓ ચાલી રહી છે, પરંતુ ઘણી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકતી નથી, જેના કારણે આ યોજનાઓ થી લોકો વંચિત રહી જાય છે. તેવામાં અમે તમને આજે એક એવી યોજના વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ જે દેશની મહિલાઓને સશક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના મહિલાઓને રોજગારના અવસર પણ ઉપલબ્ધ કરાવી રહેલ છે.

શું છે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સખી યોજના?

જણાવી દઈએ કે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સખી યોજના એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ નાના લેવલ પર કામ કરી રહેલ મહિલાઓનું એક સમુહ છે. તે પોતાના સંસાધનો અને સેવિંગ ફંડનો ઉપયોગ કરીને વેપાર વધારે છે. કોઈ નાના વેપાર સાથે જોડાયેલા ગ્રુપમાં ૧૦ થી ૨૫ મહિલાઓ સામેલ થઈ શકે છે. એસએચજી એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવા માટે સમુહને રજીસ્ટર કરાવવાનું હોય છે. સાથોસાથ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. વળી નક્કી કરેલ મર્યાદામાં શ્રેષ્ઠ પ્રદર્શન પર બેંક તરફથી તેમને સરળ લોન પણ મળવા લાગે છે. સાથોસાથ ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રમાં બેન્કિંગ સુવિધાઓ પહોંચાડવાનો છે.

કોણ બની શકે છે બેન્ક સખી?

જાણકારી માટે જણાવી દઈએ કે બેંક સુખી બનવા માટે ૧૦ ધોરણ પાસ હોવું જરૂરી છે. તે સિવાય તમને ઓનલાઇન કામ કરવા વિશે પણ જાણકારી હોવી જોઈએ. સાથોસાથ તમને બેંકિંગ કામકાજ વિશે પણ જાણકારી હોવી જોઈએ.

સરકાર તરફથી મળે છે ૪૦૦૦ રૂપિયા

બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સખી ઘરે-ઘરે જઈને આર્થિક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. તેમને છ મહિના માટે સરકાર તરફથી પ્રતિ મહિનાનાં ૪૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. તે સિવાય કામ વધારવા પર અને ટ્રાન્જેક્શન થવા પર તેમને કમિશન પણ આપવામાં આવે છે. તેનાથી મહિલાઓ નિયમિત આવક પણ ઉભી થાય છે.

બેંક સખી બનવા માટે આ ડોક્યુમેન્ટની રહેશે જરૂરિયાત

વળી અંતમાં જણાવી દઈએ કે બેંક સખી બનવા માટે મહિલાઓ ની પાસે આધાર કાર્ડ, બેંક પાસબુક, દસમાં ધોરણની માર્કશીટ, યોજના સર્ટિફિકેટ સિવાય પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ નંબર હોવો અનિવાર્ય છે. બેન્ક સખીનાં રજીસ્ટ્રેશન માટે બીસી સખી એપ પણ લોન્ચ કરવામાં આવેલ છે, જેને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.