ખુશખબરી : સરકારનાં એક નિર્ણયની અસર, ૩૮ હજાર રૂપિયા સુધી સસ્તા થયા ઇલેક્ટ્રિક સ્કુટર, જુઓ પ્રાઇસ લિસ્ટ

Posted by

Okinawa Autotech નાં સ્કુટર્સની કિંમતમાં ભારે ઘટાડો આવેલો છે. સરકારની FAME II ઈન્સેન્ટિવ પોલીસી અને ગુજરાત સરકારનાં ઈન્સેન્ટિવને કારણે સ્કુટર્સ ની કિંમતમાં ઘટાડો થયો છે. ઓકિનાવા ઓટોટેક હાલના સમયમાં Okinawa Ridege+, Okinawa Praise Pro અને Okinawa iPraise+ સ્કુટર ગુજરાતમાં વેચાણ કરે છે. આ ત્રણે સ્કુટરની કિંમતમાં ભારે ઘટાડો થયો છે.

ક્યુ સ્કુટર કેટલું સસ્તું થયું

Okina Praise Pro ૮૪,૭૯૫ ની જગ્યાએ ૫૭,૮૪૮ રૂપિયામાં ખરીદી શકાય છે. વળી Okina Ridge+ સ્કુટર ૨૪,૬૦૯ રૂપિયા સુધી સસ્તું થઇ ગયું છે. હવે તેને ૪૪,૩૯૧ રૂપિયામાં ખરીદી શકાય છે. Okina iPraise+ ની કિંમતમાં સૌથી વધારે ઘટાડો થયો છે. આ સ્કુટર હવે ૭૯,૭૦૮ રૂપિયામાં ખરીદી શકો છો. પહેલા તેની કિંમત ૧,૧૭,૬૦૦ રૂપિયા હતી.

Okinawa iPraise+ કંપનીનું સૌથી વધારે વેચાણ ધરાવતું ઈલેક્ટ્રીક સ્કુટર

Okinawa iPraise+ કંપનીનું સૌથી વધારે વેચાણ ધરાવનાર ઈલેક્ટ્રીક સ્કુટર છે. તેમાં ૧૬૦ થી ૧૮૦ કિલોમીટર ની રેન્જ મળે છે. એટલે કે આ ઈલેક્ટ્રીક સ્કુટર એકવાર ફુલ ચાર્જ થયા બાદ ૧૬૦-૧૮૦ કિલોમીટર સુધી અટક્યા વગર ચાલી શકે છે. ચાર્જિંગ ની વાત કરવામાં આવે તો આ ઈલેક્ટ્રીક સ્કુટર ૦ થી ૧૦૦ ટકા ચાર્જ થવામાં ૨-૩ કલાકનો સમય લે છે.

Okinawa Autotech નાં પ્રબંધ નિર્દેશક અને સંસ્થાપક જીતેન્દ્ર શર્માએ કહ્યું હતું કે કંપની ચાલુ આર્થિક વર્ષનાં અંત સુધીમાં ૧૦૦ ટકા સ્થાનીયકરણ ને પ્રાપ્ત કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે અને તે આ વર્ષે મે સુધીમાં લગભગ ૯૦,૦૦૦ ઇલેકટ્રીક સ્કુટર વેચી ચુકેલ છે. કંપની હવે ગુજરાતમાં પોતાનું માર્કેટ શેર વધારવાની તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *