સરકારે જીઓ સિવાયની બધી ટેલિકોમ કંપનીઓને આપી ચેતવણી કંપની ના ચલાવી શકો તો બંધ કરી દો પરંતુ એકપણ ગ્રાહકનું સિમ બંધ નાં થવું જોઈએ

ટેલિકોમ ક્ષેત્રમાં જીઓના આગમન બાદ બધી જ ટેલિકોમ કંપનીઓની ઊંઘ ઉડી ગઈ છે. અનિલ અંબાણિની રિલાયન્સ જેવી મોટી કંપની પણ જીઓ સામે લાંબો સમય સુધી ટકી ના શકી અને કંપનીને બંધ કરી દેવામાં આવી. બીજી ઘણી નાની કંપની પણ જીઓ સામે વધારે ટાઈમ ટકી ના શકી અને બંધ કરી દેવામાં આવી. જીઓ સામે અત્યારે આઇડિયા, વોડાફોન અને એરટેલ જેવી મોટી કંપનીઓ ઝઝૂમી રહી છે. જીઓ સામે પોતાના નવા નવા પ્લાન મૂકીને તેની સામે સંઘર્ષ કરી રહી છે.

પરંતુ થોડા સમય પહેલાં જ વોડાફોન, આઇડિયા અને એરટેલે પોતાના બધા જ ગ્રાહકોને મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું કે, જો ગ્રાહક દર મહિને ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ નહીં કરાવે તો સિમ બંધ કરી દેવામાં આવશે. આ પ્રકારનાં મેસેજ મળતા જ લોકોએ ટ્રાઈને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું હતું. લોકોની ફરિયાદને ટ્રાઇએ ગંભીરતાથી લીધી હતી અને તુરંત બાદ ટ્રાઇએ જીઓ સિવાયની ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ રૂપમાં ચેતવણી આપી હતી કે જો તમે કંપની નાં ચલાવી શકતા હોય તો કંપનીને બંધ કરી દો. પરંતુ કોઈપણ સંજોગોમાં એકપણ ગ્રાહકનું સિમ બંધ નાં થવું જોઈએ.

જીઓનાં આગમન બાદ બધી જ કંપનીઓ અત્યારે નુકશાની માં ચાલી રહી છે. જેને પહોચી વળવા માટે બધી જ કંપનીએ સાથે મળીને ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરવાનું નક્કી કર્યું હતું પરંતુ ટ્રાઈને આ વાતની ફરિયાદ મળ્યા બાદ ટ્રાઇએ સ્પષ્ટ શબ્દોમાં ગ્રાહકોના સિમ બંધ ના કરવા ચેતવણી આપી દીધી છે. જેને લીધે કંપની અત્યારે કોઈપણ ગ્રાહકના સિમ બંધ નહીં કરે.

જીઓનાં આવ્યા બાદ આવું ઘણીવાર બન્યું છે કે ટ્રાઈને બીજી બધી કંપની સામે લાલ આંખ કરવી પડી છે. જીઓ નાં પ્લાન સામે અત્યારે બીજી કંપનીઓ ઝઝૂમી રહી છે. નવા નવા પ્લાન આપીને જીઓ ગ્રાહકોને પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે. જેના લીધે બીજી કંપનીઓએ ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. સિમ બંધ કરવાના મેસેજ મળ્યા બાદ લોકોએ ટ્રાઈની વેબસાઇટ પર જઈને ફરિયાદ કરી હતી. જેના લીધે ટ્રાઈને ફરીથી મેદાનમાં ઊતરવું પડ્યું હતું. પરંતુ હાલ પૂરતી કંપની કોઈપણ ગ્રાહકનું સિમ બંધ નહીં કરી શકે.