૧ ઓગસ્ટથી દેશ અનલોક-૩ માં પ્રવેશ કરી શકે છે અને આ દરમિયાન ઘણી સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. અનલોક-૩ અંતર્ગત ઘણી બધી જગ્યાઓને ખોલવા પર સરકાર વિચાર કરી રહી છે. એવા સમાચારો આવી રહ્યા હતા કે સરકાર ૧ ઓગસ્ટથી સ્કૂલને પણ ખોલી શકે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે છેલ્લી ક્ષણમાં પોતાનો નિર્ણય બદલી દીધો છે. એક અધિકારીએ તેના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે અનલોક-૩ માં સ્કૂલો ખોલવાની પરવાનગી મળી શકે તેમ હતી. પરંતુ કેન્દ્ર સરકારે અંતિમ ક્ષણમાં પોતાનો નિર્ણય બદલી દીધો છે. આ અધિકારીએ પોતાનું નામ ન બતાવવાની શરત પર કહ્યું હતું કે સ્કૂલ સિવાય મેટ્રો સેવાને પણ હાલમાં બંધ રાખવામાં આવશે. તે સિવાય જીમ અને સ્વિમિંગ પૂલ ખોલવા ઉપર પણ હજુ પ્રતિબંધ રહેશે.
કરવામાં આવી હતી બેઠક
સ્કૂલ ખોલવાને લઈને પાછલા સોમવારે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારો પાસેથી સ્કૂલ ખોલવાને લઈને સલાહ માંગવામાં આવી હતી. તે સિવાય જૂનમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશંકે બાળકોના વાલીઓનો અભિપ્રાય માંગ્યો હતો. જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયેને મોકલવામાં આવેલ. બતાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન મોટાભાગના વાલીઓ સ્કૂલ ખોલવાના પક્ષમાં હતા નહીં અને તેમનું કહેવાનું હતું કે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ન આવી જાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવામાં આવે.
વળી તેની વચ્ચે સમાચાર આવી રહ્યા હતા કે સરકાર કદાચ અનલોક-૩ દરમિયાન સ્કૂલ ખોલી શકે છે, પરંતુ હાલની સ્થિતિને જોઈને સરકારે પોતાનો નિર્ણય બદલી દીધો છે. આવી જ રીતે દિલ્હી મેટ્રો શરૂ કરવાને લઈને અનલોક-૧થી તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી મેટ્રો શરૂ કરવાની પરવાનગી આપી નથી. વળી પરિસ્થિતિને જોતા અનલોક-૩ માં પણ મેટ્રો સેવા બંધ રાખવામાં આવી શકે છે.
માર્ચ મહિનામાં થયું હતું લોકડાઉન
મહત્વપૂર્ણ છે કે દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન લગાવવામાં આવેલ છે. સરકારે ૩૧મી મે ના રોજ લોકડાઉન ખતમ કરી દીધું અને ત્યારબાદ અનલોક-૧ અને અનલોક-૨ અંતર્ગત સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી હતી. વળી હવે અનલોક-૩ અંતર્ગત ઘણી સેવાઓ પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે. અનલોક-૩ માં કઈ સેવાઓ શરૂ કરવામાં આવશે અને કઈ સેવા હજુ પણ બંધ રહેશે, તેને લઈને ઘણી બેઠકો કરવામાં આવી રહી છે.
વધતા જઈ રહ્યા છે કોરોનાનાં કેસ
દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધતા જઈ રહ્યા છે અને દરરોજ ૪૫ હજારથી વધારે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી હાલના સમયમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. વળી હવે કોરોનાએ બિહારમાં પણ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. બિહારમાં કોરોનાના મામલામાં એકદમથી ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાનાં ૧૪,૩૫,૪૫૩ મામલા સામે આવી ચૂક્યા છે જ્યારે ૩૨,૭૭૧ લોકોનાં મૃત્યુ આ વાઇરસને કારણે થઈ ચૂક્યા છે.