સારો મિત્ર, ભાઈ અને પત્નીની સાચી ઓળખ આવી પરિસ્થિતિમાં થાય છે, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્ય એક એવી વ્યક્તિ છે, જેના વિશે કંઈક ને કંઈક બધાને ખબર હશે. જી હાં, તમે બધાએ પુસ્તકોમાં તો આચાર્ય ચાણક્ય વિશે વાંચ્યું જ હશે. પોતાની બુદ્ધિમત્તા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ આચાર્ય ચાણક્યની નીતિ આજના સમયમાં પણ પ્રાસંગિક છે. જણાવી દઇએ કે પોતાની નીતિનાં દમ પર જ આચાર્ય ચાણક્યએ નંદવંશનો નાશ કરી એક સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ચાણક્યની નીતિનું અનુસરણ કરી લે તે ક્યારેય પોતાના જીવનમાં અસફળ નથી થતો.

એટલું જ નહીં આચાર્ય ચાણક્યને રાજનીતિ ની સાથે સાથે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર ની પણ ઘણી સમજ હતી. પોતાની નીતિમાં તેમણે માનવ સમાજના કલ્યાણ સાથે જોડાયેલી ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે.

તેવામાં આજે અમે ચાણક્યજી ની તે નીતિ વિષે જાણીશું,  જેમાં તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે તમારા સારા મિત્ર, ભાઈ અને પત્નીની ઓળખાણ કયા સમયે થાય છે. વળી મિત્ર, ભાઈ અને પત્ની આ માનવીય જીવનનાં એવા સંબંધ છે, જે અન્યથી ઘણા અલગ હોય છે. તેવામાં તેમની ઓળખાણ થવી ખુબ જરૂરી હોય છે. એક સાચો મિત્ર, ભાઈ અને પત્ની તમારા સફળ જીવનનો વાહક બની શકે છે. તો આવો જાણીએ કે તેમના વિશે આચાર્ય ચાણક્ય શું કહે છે.

જણાવી દઇએ કે આચાર્ય ચાણક્ય અનુસાર નોકરની ઓળખાણ કામના સમયે, સાચા ભાઈ અને સારા મિત્રની ઓળખ સંકટ સમયે અને પત્નીની ઓળખાણ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનું બધું ધન નષ્ટ થઈ જાય છે. જી હાં ચાણક્ય માને છે કે જે પત્ની વિષમ પરિસ્થિતિમાં પતિનો સાથ આપે છે તે સાચી જીવનસાથી હોય છે. એવી જ રીતે જે મિત્ર સંકટ પડવા પર કે પછી શત્રુ થી ઘેરાઈ જવા પર તમારો સાથ આપે છે તે જ સાચો અને સારો મિત્ર હોય છે.

એટલું જ નહીં આચાર્ય ચાણક્યનું કહેવાનું છે કે વ્યક્તિને મિત્રતા કરતા સમયે ખુબ જ સાવધાની રાખવી જોઈએ. કારણકે ખરાબ સંગત કે પછી ખરાબ મિત્ર સંકટના સમયમાં તમને દગો આપી શકે છે. જ્યારે સાચા મિત્રો દરેક પરિસ્થિતિમાં તમારો સાથ નિભાવે છે. વળી આચાર્ય ચાણક્યજી અનુસાર ધર્મના વિષયમાં પણ વ્યક્તિએ કોઈ પર ભરોસો કરવો જોઈએ નહીં. કારણ કે ધન ને જોઈને કોઈનો પણ વિશ્વાસ ડગમગી શકે છે. તેવામાં વ્યક્તિએ રૂપિયા અને પૈસાનાં વિષયમાં દરેક પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.