ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણને કંઈકને કંઈક એવા કન્ટેન્ટ જોવા મળી જાય છે, જે આપણે પહેલા ક્યારેય જોયેલા હોતા નથી. ક્યારેક જંગલ અને જાનવરો સાથે જોડાયેલા વિડીયો લોકોને પસંદ આવે છે, તો ઘણી વખત સંબંધોનાં નવા રંગ પણ જોવા મળે છે, જે લોકોના દિલમાં ઘર કરી જાય છે. આવો જ એક વિડીયો હાલના સમય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વહુ અને સસરાની પ્રેમાળ જોડી જોવા મળી રહી છે.
જ્યારે કોઈપણ યુવતી લગ્ન બાદ કોઈ બીજા ઘરમાં જાય છે, તો તેના મનમાં અલગ અલગ પ્રકારના સવાલ હોય છે. નવા ઘરમાં એડજસ્ટ કરવું તેના માટે સળ હોતું નથી, પરંતુ તેને સરળ બનાવવાનું કામ ઘરના દરેક સભ્ય કરી દેતા હોય છે. કંઈક આવું જ થયું છે તાન્વી નામની એક યુવતીની સાથે, જેના સાસરિયામાં પહોંચ્યા બાદ સસરાએ તેનું સ્વાગત વહુના રૂપમાં નહીં પરંતુ દીકરીના રૂપમાં કર્યું હતું. હવે આ બંને નો સંબંધ એક ઉદાહરણ બની ચુકેલ છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સસરા અને વહુ ની જોડી એક ગીત ઉપર સુંદર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ બંને એકબીજાની સાથે જેટલા કમ્ફર્ટ લેવલ પર છે. તે જોઈને તમને જરૂરથી સારું લાગ્યું હશે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા યુઝર્સ ને આ ડાન્સ જોયા બાદ ખુબ જ ખુશી થઈ રહી છે. તમે પહેલા વીડિયો જોઈ લો, ત્યારબાદ અમે તમને તેની પાછળની કહાની જણાવીએ છીએ.
તેની સાથે જે કહાની જણાવવામાં આવેલ છે, તેમાં સસરાનું કહેવું છે કે તેની પહેલી મુલાકાત વહુ તાન્વી સાથે પોતાના દીકરાના મિત્રના રૂપમાં થઈ હતી. જો કે તેઓ સમજી ચુક્યા હતા કે આ તેમના દીકરાની ગર્લફ્રેન્ડ છે. તે થોડું શરમાળ હતો પરંતુ હું મારા દીકરાને ઓળખું છું. તેમને તન્વી પસંદ આવી અને તેમણે એક સાથે ભોજન કર્યું અને ઘણી વાતો પણ કરી.
View this post on Instagram
થોડા વર્ષ બાદ બંનેના લગ્ન થઈ ગયા. લગ્નની તૈયારીઓમાં પણ બંને પરિવારોએ મળીને કામ કર્યું અને જ્યારે વહુ ઘરમાં આવી તો તેમણે તેને દીકરી માની લીધી. હવે બંને ખુબ જ એન્જોય કરે છે અને ખુશહાલ જીવન જીવે છે.
તાન્વી અમારા ફેમિલી માટે ફિટ છે. પહેલી મુલાકાતમાં જ તેણે મારા ચરણસ્પર્શ કર્યા હતા અને મને ખુબ જ ખુશી થઈ હતી. સસરા એ કહ્યું હતું કે અમે સાથે બધા ખુશ છીએ અને હું તેને વહુ નહીં પરંતુ દીકરી માનું છું. તાન્વીને લીધે અમારા ઘરની રોનક વધી ગઈ છે.