સસરા (જમાઈ ને) : તમે દારૂ પીવો છો એવું તે ક્યારેય કીધું નહીં, જમાઈનો જવાબ સાંભળીને ખડખડાટ હસી પડશો

જોક્સ-૧

પેન્સિલ છોલવાના સંચા પર ૧૮% જીએસટી

કારણ વગરની અણી કાઢવી નહીં.

જોક્સ-૨

ભાગ્યશાળીનો મતલબ મળી ગયો.

જેનાં ભાગ્યમાં સાળી હોય એ ભાગ્યશાળી.

જોક્સ-૩

ઘરમાં પોતા કરવાના જેટલા કપડા હશે ઇ મોટા ભાગે મારા ને તમારા શર્ટ કે ટીશર્ટ જ હશે.

કોય દી વાઇફ નો ડ્રેસ પોતા તરીકે ઉપયોગ થાતા જોયો?

જોક્સ-૪

બળદ અને વાઘ પીવા બેઠા. બે પેગ પુરા થયા પછી વાઘ ઉઠયો.

બળદ : અરે, આટલી જલ્દી? થોડું પી હજી?

વાઘ : ના ભઇ, તારુ ઠીક છે. તારા ઘરે ગાય છે. મારા ઘરે વાઘણ છે!

જોક્સ-૫

સાઈકિયાટ્રિસ્ટ : જુઓ બહેન, પતિ પર ગુસ્સો આવતો હોય તો ગુસ્સો ઠાલવતો એક લેટર લખી નાંખવાનો અને પછી એને સળગાવી દેવાનો !

મહિલા : ઓકે.

પછી લેટરનું શું કરવાનું?

જોક્સ-૬

નવા પરણેલા દીકરા વહુ ને એક જ નાળિયેરમાંથી સ્ટ્રો વડે પીવાનો ફોટો તેમના ફેસબુક નાં અપડેટ માં જોઈને પિતાએ મેસેજ કર્યો કે, “બેટા તમે ફરવા ગયા છો તો જલસાથી રહો, આટલી કરકસર કરવાની જરૂર નથી. હજી તારો બાપ બેઠો છે.”

જોક્સ-૭

પતિ : માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર.

પત્ની : કર્યું.

પતિ : ફોલ્ડર ખુલ્યું?

પત્ની : હા.

પતિ : હવે ઉપર જો શું દેખાય છે?

પત્ની પંખો

પતિ લટકી જા. સાલી અભણ….

જોક્સ-૮

સસરા (જમાઈ ને) : તમે દારૂ પીવો છો એવું તે ક્યારેય કીધું નહીં.

જમાઈ : તમારી છોકરી લોહી પીવે છે, એવું પણ તમે ક્યાં કીધું હતું?

જોક્સ-૯

જે દિ પાણીપુરી ઉપર જીએસટી લાગ્યો,

તે દિ મહિલાઓ સરકાર ઉથલાવી નાખસે, જોજો.!

જોક્સ-૧૦

ભૂરો : ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે.

ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે.

જોક્સ-૧૧

પત્ની : જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ : બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની : (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો?

પતિ : ના, કાલથી છાપુ બંધ.

જોક્સ-૧૨

પતિ (પત્નીને) : મેં રાત્રે સપનુ જોયુ.

પત્ની : શુ જોયુ?

પતિ : કે તુ પ્રેમ કરી રહી છે.

પત્ની : કોને ?

પતિ : એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

જોક્સ-૧૩

પત્ની (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરે આવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

પત્ની : પણ, ક્યારે ધમકાવું? જ્યારે હું ઘરે પહોંચું છું ત્યારે તે સુતા હોય છે.