જોક્સ-૧
પેસેન્જર : શું હું સિગારેટ પી શકું?
સ્ટેશન માસ્તર : ના, અહીં સિગારેટ પીવાની છુટ નથી.
પેસેન્જર : તો પછી અહીં સિગારેટનાં આટલા ટુકડા કેવી રીતે છે?
સ્ટેશન માસ્તર : આ એ લોકોના છે જે પુછતા નથી.
જોક્સ-૨
પપ્પુ રેલ્વેમાં નોકરી માટે ગ્રુપ ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.
બોસ : જો એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી રહી હોય તો તમે શું કરશો?
પહેલો છોકરો : હું લાલ ધ્વજ બતાવીશ.
બોસ : જો ધ્વજ ન મળે તો.
બીજો છોકરો : હું ટોર્ચ બતાવીશ.
બોસ : જો તમને ટોર્ચ પણ ન મળે તો?
ત્રીજો છોકરો : હું મારો લાલ શર્ટ કાઢીને બતાવીશ.
બોસ : અને તારો શર્ટ પણ લાલ ના હોય તો?
પપ્પુ : પછી હું મારી માસીના છોકરાને બોલાવીશ.
બોસ : કેમ?
પપ્પુ : કારણ કે તેણે ક્યારેય બે ટ્રેનની ટક્કર જોઈ નથી.
જોક્સ-૩
૬૦ મી એનિવર્સરીની ઉજવણી પર પતિની આંખમાં આંસુ જોઈ પત્નીએ તેનું કારણ પુછ્યું.
પતિ : તને યાદ છે આજથી ૬૦ વર્ષ પહેલાં હું તને ચોરીછુપીથી મળવા આવ્યો હતો.
પત્ની : હા. પણ એમાં તો ખુશ થવું જોઈએ ને?
પતિ : તે દિવસે તારા પપ્પાએ મને પકડી લીધો અને કહ્યું હતું કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરી દઈશ.
પત્ની : હા યાદ છે. પણ એમાં રડવાનું શું?
પતિ : હું તે દિવસે કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.
જોક્સ-૪
ટ્રેનમાં વાંચવા માટેના પુસ્તકોની યાદી.
1AC કોચ – બિઝનેસ મેગેઝિન, માર્ક્સ, એડિસન, ગેલિલિયો, લિંકન
2AC કોચ – શેલ્ડન, બ્રૂક્સ, શેક્સપિયર, એરિસ્ટોટલ
3AC કોચ – ગાંધી, ઓબામા, અબ્દુલ કલામ, ચેતન ભગત, ઓશો, અરુંધતી રોય, રોબિન શર્મા, દીપક ચોપરા, શિવ ખેરા
સ્લીપર કોચ – ક્રિકેટ સમ્રાટ તેંડુલકર, મનોરમા, ફિલ્મફેર, બાબા રામદેવ, આધ્યાત્મ
જનરલ કોચ – ગર્લફ્રેન્ડનો બદલો, ખતરનાક હવેલી, ભયંકર રાત, બેવફા સાથે બદલો લેવાની ૧૦૧ રીતો, તમને ગમતી છોકરીને કેવી રીતે ઈમ્પ્રેશ કરવી, કરંટ મારતી છોરી, ૩૦ દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનવું…
જોક્સ-૫
રમેશે સુરેશને પુછ્યું : તો, તમારી દરિયાઈ મુસાફરી કેવીક રહી?
સુરેશ : બહુ વખાણવા લાયક નહીં. એક દિવસ મારી પત્ની દરિયામાં પડી ગઈ અને….
રમેશ : ડુબી ગઈ?
સુરેશ : ના રે ના, એને તરતાં આવડતું હશે એવી મને ખબર નહીં. તે તરીને પાછી આવી.
રમેશ : તો તો તમને આનંદ થયો હશે.
સુરેશ : ના, મારો એક પ્રયાસ નિષ્ફળ ગયાનો શોક થયો.
જોક્સ-૬
પતિએ પત્નીને ગયા મહિનાનો હિસાબ આપવા કહ્યું.
પત્નીએ હિસાબ લખવાનું શરૂ કર્યું અને વચ્ચે વચ્ચે ભ. જા. ક. ગ. લખવાનું શરૂ કર્યું.
૫,૦૦૦ કરિયાણાનાં
૧,૨૦૦ લાઈટબીલ
૮૦૦ ભ. જા. ક. ગ.
૨,૦૦૦ ભ. જા. ક. ગ.
૫૦૦ ભ. જા. ક. ગ.
પતિ : આ ભ. જા. ક. ગ. શું છે?
પત્ની : ભગવાન જાણે ક્યાં ગયા.
જોક્સ-૭
એક રિસર્ચ અનુસાર,
૯૦% ભારતીય પત્નીઓ પોતાના પતિની આદતો બદલવા માંગે છે.
અને ૯૯% પતિ પોતાની પત્ની જ બદલવા માંગે છે.
જોક્સ-૮
મોન્ટુની પત્નીની તબિયત લથડી.
તે તેને હોસ્પિટલ લઈ ગયો.
ડૉક્ટરે કહ્યું : તેના બે ટેસ્ટ કરવા પડશે.
મોન્ટુ : જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો,
હે ભગવાન હવે શું થશે? મારી પત્ની તો અભણ છે.
જોક્સ-૯
પત્ની (ગુસ્સામાં) : હું ઘર છોડીને જાઉં છું.
પતિ (ગુસ્સામાં) : હા તું મારો જીવ છોડ હવે.
પત્ની : તમારી આ ‘તું મારો જીવ’ કહેવાની આદત મને હંમેશા ઘર છોડતા અટકાવી દે છે.
હવે હું નથી જવાની.
જોક્સ-૧૦
એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.
છોકરીના પિતા : તું શું કરે છે દીકરા?
છોકરો : હું Goat Research And Development Institute નો ડિરેક્ટર છું.
છોકરીના પિતા : બહુ મોટો ઓફિસર લાગે છે. કાંઈ સમજ પડે એવી રીતે કહે?
છોકરાનો બાપ : એ બકરીઓ ચરાવે છે.
છોકરીના પિતાના હોશ ઉડી ગયા.
જોક્સ-૧૧
સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો.
સાસુ પોતાના પુત્રને : આજે તું જણાવી જ દે કે આ ઘરમાં તું કોની સૌથી નજીક છે?
પુત્ર (પોતાને સેફ રાખતા) : ચાર્જિંગ પોઈન્ટની…
જોક્સ-૧૨
માસ્તર : તેં તારું હોમવર્ક કેમ નથી કર્યું?
ચિન્ટુ : હું હોસ્ટેલમાં રહું છું.
માસ્તર : તો?
ચિન્ટુ : હું હોસ્ટેલમાં હોમવર્ક કેવી રીતે કરી શકું, તમારે હોસ્ટેલ વર્ક આપવું જોઈતું હતું ને.
જોક્સ-૧૩
લાડુ બનાવતી વખતે તેના પર કાજુ બદામ મુકીને દબાવો અને પછી કાઢી લો.
ખાનારને એવું લાગશે કે કાજુ બદામ નાખ્યા હતા પણ પડી ગયા હશે.