સાસુમાં (નવી વહુને સમજાવતા હતા) : જો બેટા, આ તારું સાસરુ છે. તો જરા બોલવામાં ધ્યાન રાખજે, વહુએ એવો જવાબ આપ્યો કે તમે હસી-હસીને ગોટો વળી જશો

Posted by

જોક્સ-૧

Advertisement

કોલેજમાં ભીખાભાઈ એક છોકરીના પ્રેમમાં પડ્યાં. તેમણે તેને એક પ્રેમપત્ર લખ્યો. “હું તને ખુબજ પ્રેમ કરું છું. જો, તને પણ મારી સાથે પ્રેમ હોય તો આવતીકાલે લાલ રંગનો ડ્રેસ પહેરીને કોલેજમાં આવજે.” પ્રેમપત્ર એક પુસ્તકમાં મૂકીને પુસ્તક તેને આપી દે છે.

બીજા દિવસે તે છોકરી પીળા રંગનો ડ્રેસ પહેરીને કોલેજમાં આવે છે અને ભીખાભાઈને એમનું પુસ્તક પરત કરી દે છે. આ જોઈને ભીખાભાઈ નું મન સંસારમાંથી ઉઠી જાય છે. કોલેજ છોડી દે છે અને તે દેવદાસની જેમ જીવવા લાગે છે.

સમય વીતે છે. પેલી છોકરીનું બીજે ગોઠવાઈ જાય છે. ભીખાભાઇ દેવદાસની જેમ એકલાં જ જીવ્યે જાય છે. વર્ષો બાદ ભીખાભાઈ ઘરનો કચરો સાફ કરતાં હોય છે અલમારીને ધક્કો લાગતાં પેલું પુસ્તક ઉપરથી છટકીને નીચે પડે છે અને એમાંથી એક ચિઠ્ઠી સરકી પડે છે.

“મને પણ તમે ખુબ ગમો છો. તમે મારાં મમ્મી-પપ્પાને મળો. જો તેઓ સંમતિ આપશે તો હું જરૂરથી તમારી સાથે લગ્ન કરીશ. અને હા, મારી પાસે એક પણ લાલ ડ્રેસ નથી. તો SORRY !!!”

ખાસ નોંધ – હવે તમે તમારાં જુના પુસ્તકો ફંફોસવા ન બેસતાં !!! તમારો સમય ક્યારનોય વીતી ચુક્યો છે.

મહેરબાની કરીને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપો.

જોક્સ-૨

NASA મા રોકેટ બ્લાસ્ટ થયુ.

જાપાન: ટેક્નોલોજીનુ પરીક્ષણ કર્યું હતુ?

Nasa : હા, ડોફા કર્યું હતુ.

રશિયા : ક્રિટિકલ માસ વોલ્યુમ સરખું હતુ !?

Nasa: હા.

બ્રિટન : ઓપરેટિંગ સિસ્ટમ મોડ ચેક કર્યું હતુ?

Nasa : હા, હવે કેટલી વાર કહેવાનું.

ભારત : માતાજી નુ નારિયેળ વધેર્યું હતુ…?

Nasa : નાં.

ભારત : તો તો ડોફા ફાટે જ ને !!!!

જોક્સ-૩

રાજા દશરથે કૈકયીનું કહેવું માન્યું ભલે પ્રાણ ત્યજવા પડ્યા, પરંતુ આજે તેઓ પુજનીય છે.

રામે સીતાનું માન્યું અને હરણ પાછળ ચાલ્યા ગયા (પછી ભલે રાવણ હારે માથાકૂટ યુદ્ધ સુધીની કરવી પડી) અને એટલે તેઓ પુજનીય છે.

પરંતુ રાવણે મંદોદરીનું ન માન્યું અને માર્યા ગયા, અને હજી પણ તેઓને બાળવામાં આવે છે. એટલે જ જ્ઞાની પુરુષોએ કીધું છે કે પોતાનું દિમાગ વાપર્યા વગર પત્ની કહે એમ કરો તો જીવન સુખમય, શાંતિમય અને યશસ્વી થાય. આગળ તમારી મરજી.

મિત્રોના જનહિતમાં જારી.

જોક્સ-૪

શિક્ષક : ગઇકાલે નિશાળે કેમ નહોતો આવ્યો?

સ્ટુડન્ટ : સર, યસ્ટર ડે અમારા વિલેજ ના હનુમાન ગ્રાન્ડપા ના ટેમ્પલ માં “બ્યુટીફુલ ટ્રેજેડી” હતી, એટલે…

શિક્ષક : “બ્યુટીફુલ ટ્રેજેડી”? એ શું?

સ્ટુડન્ટ : સર, “બ્યુટીફુલ ટ્રેજેડી” એટલે “સુંદરકાંડ”.

શિક્ષકે ગદા લઈને માર્યો.

જોક્સ-૫

શહેરની છોકરી ના લગ્ન ગામડામાં થયા.

સવારે સાસુએ કહ્યું : ભેંસને ખાવાનું નાખીને આવ.

વહુ ભેંસને ખાવાનું નાખવા ગઈ, પણ ભેસના મોઢામાં ફીણ જોઈને સાસુને આવીને કહ્યું : ભેંસ હજુ બ્રશ કરે છે.

જોક્સ-૬

આ દુનિયામાં ત્રણ માણસો પાછા દેખાતા નથી.

૧. મરી જાય તે

૨. બુચ મારી જાય તે

૩. ચુંટાઈ જાય તે.

જોક્સ-૭

પત્ની : તમે કોઈપણ બાબતમાં તરત “સોરી” ન કહો.

પતિ : કેમ?

પત્ની : ઝઘડવાનો મુડ ખરાબ થઈ જાય છે અને અમારે આખા દિવસની ખીજ કોની ઉપર ઉતારવી?

જોક્સ-૮

કોઈ છોકરીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા પછી તરત જ રોમેન્ટિક મેસેજ આવવા લાગે,

તો સમજી જાવ કે આપણો જ કોઈ ભાઈ ઓઢણી ઓઢીને બેઠેલો છે.

જોક્સ-૯

ભુરો : હેલો કસ્ટમર કેર.

ભુરી : હા, બોલો ને.

ભુરો : મારો મેલ નથી જતો.

ભુરી : તો ઠીકરુ ઘસી જુઓ.

જોક્સ-૧૦

સાસુમાં (નવી વહુને સમજાવતા હતા) : જો બેટા, આ તારું સાસરુ છે. તો જરા બોલવામાં ધ્યાન રાખજે.

નવી વહુ : ઠીક છે સાસુમાં, પણ પિયર તમારું પણ નથી, તો તમે પણ થોડું ધ્યાન રાખજો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.