અજીબોગરીબ મામલો : સાસુ માટે વહુ શોધી રહી છે બોયફ્રેંડ, ૨ દિવસ સાથે રહેવાના મળશે આટલા રૂપિયા

Posted by

દરરોજ સોશિયલ મીડિયા પર આશ્ચર્યજનક અને પરેશાન કરવા વાળા મામલા સામે આવતા રહે છે. પરંતુ હાલનાં સમયે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેણે બધાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. એકતરફ જ્યાં વહુ પોતાની સાસુની સેવા કરે છે, તેને જે વસ્તુ જોઈએ તે આપે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાસુ માટે કોઈ વહુ બોયફ્રેન્ડ શોધે. નહિ ને, તો એક એવો મામલા અમેરિકાથી સામે આવ્યો છે. જ્યાં વહુ બે દિવસ સાસુ સાથે વિતાવવા માટે બોયફ્રેન્ડ શોધી રહી છે. એટલું જ નહીં, તેના બદલામાં તેને ૭૨ હજાર રૂપિયા આપવાની વાત પણ કહી છે.

જી હા, જે ખબર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે અજીબ જરૂર છે, પરંતુ ૧૦૦ ટકા સાચી છે. અમેરિકામાં રહેવા વાળી એક વહુ હવે પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ શોધી રહી છે. તેણે તેના માટે ન્યુઝપેપરમાં વિજ્ઞાપન પણ છપાવ્યું છે. મહિલાએ જે વિજ્ઞાપન છપાવ્યું છે, તેમાં લખ્યું છે કે જે વ્યક્તિ ૨ દિવસ સુધી મારી સાસુનો બોયફ્રેન્ડ બનશે, તેના બદલામાં તેને ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે.

હકીકતમાં આ ઘટના તે સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેમાં એક વહુ પોતાની સાસુ માટે માત્ર બે દિવસ માટે બોયફ્રેન્ડ શોધી રહી છે. એટલું જ નહીં સાથે રહેવા વાળાને ૭૨ હજાર રૂપિયા પણ આપવામાં આવશે. વળી લોકો દ્વારા આ ખબરને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. એટલું જ નહિ તેને વાંચીને જાત-જાતની કમેન્ટ પણ કરવામાં આવી રહી  છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે જે મહિલા પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ શોધી રહી છે, તે અમેરિકાના ન્યુયોર્કનાં હડસન વેલી ની રહેવાવાળી છે. તેણે ન્યુઝપેપરમાં એક વિજ્ઞાપન  છપાવતા લખ્યું છે. તેની એક સાસુ છે, જે લગભગ ૫૧ વર્ષની છે અને તેના માટે એક બોયફ્રેન્ડની જરૂરિયાત છે. તેમના માટે  તે વ્યક્તિએ લગભગ બે દિવસ સુધી રહેવું પડશે. તેના માટે ૭૨ હજાર રૂપિયા મળશે. તેમાં એક લગ્નનું ડિનર પણ સામેલ છે. જ્યારે તે મહિલાનું કહેવાનું છે કે સાસુને લગ્નનાં એક કાર્યક્રમમાં સામેલ થવાનું છે. તેના માટે બોયફ્રેન્ડ જોઈએ છે.

એટલું જ નહિ મહિલાએ જે વિજ્ઞાપન છપાવ્યું છે, તેમાં તેણે ઉંમરનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે તેની સાસુ માટે લગભગ ૪૦ થી ૬૦ વર્ષની વચ્ચે સુંદર અને સારા બોયફ્રેન્ડની જરૂરિયાત છે. એટલું જ નહીં વ્યક્તિનાં સુંદર હોવાની સાથે જ તેમાં ડાન્સ કરવાની ખૂબી પણ હોવી જોઈએ. મતલબ જે પણ હોય, આ ખબરને વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્રારા જુદી જુદી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *