સાસુ વહુને (વટમાં) : “મારો દિકરો જ્યારે પેટમાં હતો ત્યારે હું જે-જે વસ્તુઓ ખાતી એ બધું જ મારા દિકરાને આજે બહુ ભાવે છે”. વહુ (નિર્દોષતાથી) : “એ બધું બરોબર છે મમ્મીજી પણ…..”

Posted by

જોક્સ-૧

એક પતિનો પોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.
પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યું જે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.
હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સૂતેલો જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
પતિએ તેને પૂછ્યું : શું તમારી બે પત્નીઓ છે?

જોક્સ-૨

પત્નીએ પતિને પૂછ્યું : બાળપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા ત્યારે એક સરસ કવિતા હતી, પણ મને યાદ નથી. તમને યાદ છે?
પતિ : મારા ક્લાસમાં બે હતી, એક કવિતા પટેલ, એક કવિતા જોશી. બંને ખૂબ જ સુંદર હતી.
પતિ તે દિવસથી સીધો સૂઈ શકતો નથી, તેના ગદ્ય અને પદ્ય બંને સોજી ગયા છે.

જોક્સ-૩

એક ડોક્ટરના ઘરે ફોન આવ્યો : અત્યારે તમે ક્યાં છો? અમે ત્રણ જણા છીએ, તમે આવી જાવ પત્તા રમીશું.
ડોક્ટર : ઠીક છે, હું આવું છું”
તે ફોન મૂકે છે અને પોતાનો કોટ પહેરે છે.
ડોક્ટરની પત્ની : શું થયું, કોઈ ગંભીર કેસ છે?
ડોક્ટર : બહુ ગંભીર કેસ છે ડાર્લિંગ. ત્રણ ડોક્ટરો તો પહેલાથી પહોંચી ગયા છે.

જોક્સ-૪

માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?
વિદ્યાર્થી : જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય ત્યાં.

જોક્સ-૫

સ્ત્રીઓને રડાવશો નહીં… આંસુ કરતાં મોંઘું કંઈ નથી.
જ્યારે આંસુ બહાર આવે છે, ત્યારે તે પહેલા ‘લોરિયલ’ આઈલાઈનર (રૂ. 650) અને ‘ડિયોર’ મસ્કરા (રૂ. 2500) સાથે ભળે છે.
પછી જ્યારે તે ગાલ પર નીચે આવે છે, ત્યારે તે ‘D&G’ બ્લશર (રૂ. 2500) સાથે ભળી જાય છે.
અને છેલ્લે જ્યારે તે હોઠને સ્પર્શે છે, ત્યારે તે ‘મેબેલાઇન’ લિપસ્ટિક (રૂ. 850) સાથે ભળી જાય છે.
તેનો અર્થ એ કે એક ટીપું રૂ. 6000 બરબાદ કરી રહ્યું છે.
મહિલાઓને આ રીતે રડાવવી તે આર્થિક રીતે યોગ્ય નથી.
મહેરબાની કરીને તેમને રડાવશો નહીં…. જનહિત અને રાષ્ટ્રીય હિતમાં જાહેર!

જોક્સ-૬

પત્ની ઓફિસેથી ઘરે આવી અને બેડરૂમનો દરવાજો ખોલ્યો.
તેને બ્લેન્કેટમાં 2 ને બદલે 4 પગ દેખાતા.
તેણે કાંઈ પણ સમજ્યા વિચાર્યા વગર ક્રિકેટના બેટથી તેમની ધોલાઈ કરવાનું શરૂ કર્યું.
જ્યારે તે થાકી ગઈ તો પાણી પીવા ગઈ.
જ્યારે તે રસોડામાં ગઈ ત્યારે તેણે જોયું કે તેનો પતિ બહાર બાલ્કનીમાં બેસી પુસ્તક વાંચી રહ્યો હતો.
પતિએ તેને જોઈને કહ્યું : અરે તારા ભાઈ ભાભી આવ્યા છે.
મેં તેમને બેડરૂમમાં સુવાડ્યા છે. જા તેમને મળી લે.
મોરલ : વધુ શંકા ન કરવી.

જોક્સ-૭

નવાબ સાહેબની તલવાર ચોરાઈ ગઈ.
લોકો હવેલીમાં ઉમટી પડ્યા અને ખેદ વ્યક્ત કરવા લાગ્યા.
ત્યાં એક મંત્રી આવ્યો અને પૂછ્યું : હજૂર તલવાર ક્યાં મૂકી હતી?
નવાબ : ઓશીકા નીચે.
મંત્રી : હજૂરે અહીં ભૂલ કરી છે, ચોર પહેલા તકિયા પાસે જ ચોરી કરે છે, પગ પાસે રાખવી હતી તો બચી જતે.
થોડી વાર પછી બીજો મંત્રી આવ્યો.
બીજો મંત્રી : હજૂર તલવાર ક્યાં મૂકી હતી?

નવાબ : પગ પાસે.
બીજો મંત્રી : પગમાં પડેલી વસ્તુનું ક્યાં ભાન રહે છે. માથા પાસે રાખવી હતી તો બચી જતે?
સાંજ સુધીમાં નવાબ સાબ કંટાળી ગયા, પછી રાત્રે મુલ્લાજી ખેદ વ્યકત કરવા આવ્યા.
મુલ્લાજી : હજૂર તલવાર ક્યાં રાખી હતી?
નવાબ ચિડાઈને : ભાઈ, હું તેને મોઢામાં રાખીને સૂતો હતો.
મુલ્લાજી (ગંભીરતાથી) : હઝુરે તલવાર નું હેન્ડલ બહાર રાખ્યું હશે એટલે ચોરાઈ ગઈ.

જોક્સ-8

સાસુ વહુને (વટમાં) : “મારો દિકરો જ્યારે પેટમાં હતો ત્યારે હું જે-જે વસ્તુઓ ખાતી એ બધું જ મારા દિકરાને આજે બહુ ભાવે છે”.
વહુ (નિર્દોષતાથી) : “એ બધું બરોબર છે મમ્મીજી પણ માવા ખાવાનું ટાળ્યું હોત તો સારું હતું”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *