સૌભાગ્યશાળી સ્ત્રીનાં આ અંગો પર હોય છે તલ, પતિ માટે માનવામાં ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રી

દરેક વ્યક્તિની અંદર પોતાના ભવિષ્યને લઈને તથા પોતાની વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અનેક વિદ્યાઓ દ્વારા વ્યક્તિના વિષયમાં જાણકારી આપવામાં આવે છે. સમુદ્રશાસ્ત્ર વૈદિક જ્યોતિષ ની જ એક વિદ્યા છે. તેમાં વ્યક્તિના શરીર ઉપર ઉપસ્થિત ચિન્હ તલ, અંગોની બનાવટ, રંગ વગેરે જોઈને તેના ગુણ અને દોષ વિશે જાણકારી મેળવી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના અંગોની બનાવટ અને શરીર ઉપર ઉપસ્થિત ચિન્હો ને જોઈને વ્યક્તિના સ્વભાવ તથા ભવિષ્ય વિશે જાણી શકાય છે.

સામુદ્રિક શાસ્ત્રમાં અંગોની બનાવટનાં આધાર પર જણાવવામાં આવ્યું છે કે કઈ મહિલા પોતાના પતિ અને સાસરિયા પક્ષ માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સમુદ્રશાસ્ત્ર નું કહેવું છે કે આ ગુણોથી યુક્ત મહિલા જો કોઈ વ્યક્તિના જીવનમાં આવે છે તો તેના જીવનમાં હંમેશા ખુશીઓ જ ખુશીઓ આવતી રહે છે. તો ચાલો તેના વિશે વિસ્તારપુર્વક જાણીએ.

નાક ઉપર તલ હોવુ

જે યુવતીઓના નાકના આગળના ભાગમાં તલ હોય છે, તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી યુવતીઓ ધનની બાબતમાં ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સમૃદ્ધિ પોતાની સાથે લઈને જાય છે. નાકના આગળના ભાગમાં તલ ધન સંપન્નતાંનો સંકેત માનવામાં આવે છે.

ગળા ઉપર તલ હોવુ

જ્યોતિષ અનુસાર સ્ત્રીનાં ગળા પર તલ હોવા નો મતલબ ધીરજ અને બુદ્ધિનો સંકેત છે. આવી મહિલાઓ ખુબ જ ચાલાક અને પોતાના સપનાઓ પ્રાપ્ત કરવા માટે જીવનમાં સખત મહેનત કરવા વાળી હોય છે. આવી મહિલાઓ મોટાભાગે પોતાના જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરે છે.

કમર ઉપર તલ હોવું

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલા ની કમર ઉપર તેલ હોવાનો મતલબ અઢળક માત્રામાં ધન હોવાનો છે. કમર ઉપર તલ નો મતલબ વ્યક્તિ પોતાના જીવનમાં મહાન સ્થાન ઉપર પહોંચે છે. આવી મહિલાઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.

માથા ઉપર તલ હોવું

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માથા ઉપર તલ હોવાથી આત્મવિશ્વાસ અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઇ મહિલાના માથાના મધ્ય ભાગમાં તલ હોય તો તેનાથી મહિલા ઉચ્ચ સ્થાન પર પહોંચશે તેવી સંભાવના વધી જાય છે. મહિલાનાં માથા ઉપર તલ હોવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

સ્તન ઉપર તલ હોવું

સ્તન ઉપર તલ વાળી યુવતીઓ માન-સન્માન ખુબ જ વધારે હોય છે. આવી યુવતીઓ ખુબ જ રોમેન્ટિક હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી યુવતીઓ પોતાના પરિવારનું માન સન્માન વધારે છે.. આવી યુવતીઓના ઘરમાં આવવાથી પતિ અને સાસરિયા વાળા લોકો ધન્ય બની જાય છે. વળી જે યુવતીઓના જમણા સ્તન ઉપર તલ હોય છે, તે આળસનો સંકેત દર્શાવે છે. વળી જે યુવતીઓનો ડાબા સ્તન ઉપર તલ હોય છે તે એક્ટિવ અને ઉર્જાવાન હોય છે.

ખુબ જ ભાગ્યશાળી હોય છે આવા માથા વાળી મહિલા

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે યુવતીનું માથું ત્રણ આંગળ કરતાં વધારે પહોળું હોય, અડધા ચંદ્રનો આકાર હોય તો આવી યુવતીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા માથાવાળી યુવતીઓ જે ઘરમાં જાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી યુવતીઓ પોતાની બુદ્ધિમત્તા અને મહેનતનાં બળ ઉપર પોતાના પરિવારનું નામ રોશન કરે છે.

માથા ઉપર ત્રિશુળનું નિશાન

જે યુવતીઓના માથા પર ત્રિશુળનું નિશાન બનેલું હોય છે તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી યુવતીઓના વિવાહ જે યુવક સાથે થાય છે તેના માન-સન્માનમાં વધારો થાય છે. સાથોસાથ આવી યુવતીઓ સ્વયં પણ ખુબ જ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

ભાગ્યવાન હોય છે આવી સ્ત્રીઓ

જે યુવતીના નેત્ર ઉપર અને નીચેની ત્વચા હળવી ગુલાબી હોય અને આંખો કાળી તથા સફેદ ભાગ દુધ સમાન હોય તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેની ચાલ રાજહંસ જેવી અને જેની કમર વાઘ જેવી પાતળી હોય આવી સ્ત્રીઓ બધા સુખ ભોગવવા વાળી હોય છે.

અંગુઠા ની બનાવટ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે યુવતીના પગના અંગુઠા ગોળ, ઉભરેલા અને ગુલાબી હોય છે, તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવી યુવતીઓ તેમના પતિ માટે ખુબ જ સૌભાગ્યવર્ધક માનવામાં આવે છે.