મદ્રાસ હાઇકોર્ટના નિયમોનું પાલન કરતાં ગૂગલે ખૂબ જ લોકપ્રિય એપ (ટિક ટોક) tiktok ને ભારતમાં બ્લોક કરી દીધી છે. મતલબ હવે ગુગલ પ્લે સ્ટોર પર અને એપલ ના એપ સ્ટોર પર થી ટીકટોક એપને ડાઉનલોડ નહીં કરી શકાય.
યુવાનોમાં tiktok નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને ધીમે ધીમે લોકોએ ટીકટોક દ્વારા અશ્લીલ વિડિયો ફેલાવવાનું ચાલુ કર્યું હતું. જેના કારણે મદ્રાસ હાઈકોર્ટમાં tiktok ને બ્લોક કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ અપીલ ને કારણે મદ્રાસ હાઈકોર્ટે આ નિર્ણય લીધો હતો. મદ્રાસ હાઇકોર્ટના નિયમોનું પાલન કરતા ગુગલે ખૂબ જ લોકપ્રિય એવી ટીકટોક એપ ને ભારતમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી અને એપલના એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે.
ચીન ની Bytedance Technology કંપનીએ હાઇકોર્ટ ને અપીલ કરી હતી કે ટિક ટોક પર બેન લગાવવામાં ના આવે. પરંતુ તેની આ અપીલને મદ્રાસ હાઈકોર્ટે નકારી કાઢી હતી અને ૩ એપ્રિલે કોર્ટે કેન્દ્ર ને ટિકટોક એપ ને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે ભારતમાં ટિક ટોક એપ વાપરનાર લોકોની સંખ્યા સૌથી વધારે છે. જેના કારણે કંપની ને ખુબ જ નુકશાન સહન કરવું પડશે. મદ્રાસ કોર્ટના જણાવ્યા પ્રમાણે ટિક ટોક એપ પોનોગ્રાફી ફેલાવી રહી હતી. ટિક ટોક એપ પર અશ્લીલતા ફેલાવાનો આરોપ લાગ્યો છે.
ભારતમાં આ એપ ને મંગળવાર મોડી રાત સુધી ડાઉનલોડ કરી શકાતી હતી. પરંતુ ત્યારપછી ગુગલે આ એપ ને પ્લે સ્ટોર પર થી હટાવી દીધી હતી. હવે ગુગલ પ્લે સ્ટોર પર આ એપ જોવા નહિ મળે. ગુગલે જણાવ્યું હતું કે અમે ભારતનાં નિયમોનું પાલન કરીએ છીએ.
આ એપ નો વધારે પડતો ઉપયોગ અશિશ્લતા ફેલાવવા માટે કરવામાં આવતો હતો. આ એપ પર લોકો બોલ્ડ સ્ટેપ્સ કરવા લાગ્યા હતાં અને અમુક છોકરીઓ પણ આ એપ પર બોલ્ડ કન્ટેન્ટ અપલોડ કરવા લાગી હતી. આ એપ ને અત્યાર સુધીમાં ૨૪૦ મિલિયન લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ટિક ટોક ને હટાવ્યા બાદ કંપની તરફથી કોઇ જ નિવેદન આવ્યું નથી.