દુઃખ અને સંકટ દરેક વ્યક્તિના જીવનમાં જરૂર આવે છે. ઘણી વખત દુઃખ આપણા જીવનમાં એવી રીતે આવી જાય છે કે પછી જવાનું નામ જ નથી લેતા. તેવા સમયમાં આપણી મદદ ભગવાન કરે છે. જો આપણે સાચા મનથી ઈશ્વરને યાદ કરીએ અને તેમની પૂજા આરાધના કરીએ તો બધા જ દર્દ સમાપ્ત થઈ જાય છે. ગણેશજી પોતાના ભક્તોના દુઃખ અને જલ્દી સમાપ્ત કરવા માટે જાણીતા છે. ગૌરીપુત્ર ગજાનનની ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે.
કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા અવશ્ય થાય છે. તમે પણ ઘણીવખત ગણેશજી ના ઉપાય અજમાવ્યા હશે. આજે અમે તમને ગણેશજીનાં ૩ સૌથી શક્તિશાળી મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ. આ મંત્રોનો પૂર્ણ વિધિવત જાપ કરવાથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે.
ગણેશ ગાયત્રી મંત્ર
ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।। ને ગણેશ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. જો તમે સતત ૧૧ દિવસ સુધી આ ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો તમારા બધા જ ખરાબ પાપનું ફળ સમાપ્ત થઇ જાય છે. આ મંત્રનાં જાપ બાદ ભાગ્ય તમારો સાથ આપવા લાગશે. આ મંત્રને દરરોજ શાંતિ ભાવથી ૧૦૮ વખત કરવાના રહેશે. તમે ગણેશજીની સામે બેસીને જાપ કરી શકો છો. આ દરમિયાન તમારું સમગ્ર ધ્યાન તેના પર જ કેન્દ્રિત હોવું જોઈએ.
તાંત્રિક ગણેશ મંત્ર
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश। ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।। આ મંત્ર ગણેશ તાંત્રિક મંત્ર કહેવાય છે. આ મંત્રને દરરોજ પ્રાતઃ અને ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે. આ મંત્રને તમારે ૧૦૮ વખત કરવાનો રહેશે. આવું દરરોજ કરવાથી ખૂબ જ ટૂંકા સમયમાં તમારા જીવનના બધા જ દુઃખો સમાપ્ત થવા લાગશે. સુખ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિએ પોતાને ક્રોધ, માંસ, મદિરા, પરસ્ત્રી સાથે સંબંધ જેવી ચીજોથી દૂર રહેવાનું રહેશે. ત્યારે જ તમે આ મંત્રનો પૂર્ણ લાભ લઈ શકશો.
ગણેશ કુબેર મંત્ર
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा। આ ગણેશ કુબેર મંત્ર કહેવાય છે. તેનો જાપ કરવાથી કરજમાંથી છુટકારો મળે છે. ધનની અછત થતી નથી અને દુઃખ દૂર થવા લાગે છે તથા ભાગ્ય તમને સાથ આપે છે. આ મંત્ર અને તમે દરરોજ ગણેશજીની આરતી કરી લીધા બાદ કરી શકો છો. તેનાથી તમને ખૂબ જ મોટો લાભ થશે. તે તમારા માટે ધન કમાવવાના નવા રસ્તા પણ ખોલી આપશે. તમે ઇચ્છો તો આ મંત્રની સાથે બુધવારના દિવસે ગણેશજીના નામનું વ્રત પણ રાખી શકો છો. જે દિવસે તમે આ મંત્રનો જાપ કરો તે દિવસે માંસ, મદિરા અને અન્ય નશાઓથી દૂર રહેવું.
તો આ છે ગણેશજીનાં ૩ સૌથી પાવરફુલ મંત્ર. આશા રાખીએ છીએ કે તમને અમારી જાણકારી પસંદ આવી હશે. તમે આ મંત્રને પોતાના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે શેયર કરશો. આવું કરવાથી તે બધા લોકોનાં કામમાં આવશે. આ મંત્રનો જાપ કર્યા સિવાય ગણેશજીની પૂજા કરવાથી, તેમને મોદકનો ભોગ લગાવવાથી, દાન-ધર્મ કરવાથી અને સાચા મનથી ગણપતિ બાપાને યાદ કરવાથી પણ લાભ થાય છે.