સાવકી માં કરીના ને આ વાત નથી કરી શકતી સારા અલી ખાન, સૈફ અલી ખાને કરેલ છે મનાઈ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલીવૂડનાં સૌથી ચર્ચિત અને ફેમસ કપલમાં થાય છે. બંને કલાકાર અવારનવાર પોતાની ફિલ્મો અને એક્ટિંગ સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. કરિના જ્યાં કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તો વળી સૈફ અલી ખાનનો સંબંધ પટૌડી પરિવાર સાથે છે.

સૈફ અલી ખાન કરીના થી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાન અને કરિના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેઓ છૂટાછેડા લીધેલા હતા અને એકલા રહેતા હતા. તેમના પહેલા લગ્ન બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા, જે તેમના થી ઉંમરમાં ૧૨ વર્ષ મોટી હતી.

વર્ષ ૧૯૯૧માં સૈફ અલી ખાન અને અમૃતા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ ૨૦૦૪ સુધી ચાલ્યા હતા. આ વર્ષે આ બંને અલગ થઇ ગયા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં બે બાળકો એક્ટ્રેસ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. જ્યારે કરિના અને સૈફ અલી ખાનનો એક દીકરો તૈમુર અલી ખાન છે.

અવારનવાર ફિલ્મી ગલીઓમાં તે વાતની ચર્ચા થાય છે કે કરીના કપૂર પોતાના સાવકા બાળકો સાથે કેવો સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે કરીનાનાં સંબંધો ઇબ્રાહિમ અને સારા અલી ખાન બંને સાથે ખૂબ જ સારા છે. ખાસ કરીને મહિલા હોવાને લીધે લોકોમાં કરીના અને સારા ની વચ્ચેનાં સંબંધો વિશે જાણવા માટે ઉત્સુકતા રહેતી હોય છે.

ઘણી વખત સારા અને કરીનાને સાર્વજનિક સ્થળો પર સ્પોટ કરવામાં આવેલ છે અને આ બંને અભિનેત્રીઓ એક મજબૂત બોન્ડિંગ શેર કરતી નજર આવે છે. વળી જ્યારે સારા એક વખત પોતાના પિતાની સાથે કરણ જોહરના ચેટ શો “કોફી વિથ કરણ” માં પહોંચી હતી તો તેમણે ઘણા પ્રકારના ખુલાસા કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે એક વખત જ્યારે તેમણે કરીનાને આંટી કહ્યું હતું તો તેના પર સૈફ અલી ખાને કેવું રિએક્શન આપ્યું હતું.

સારાએ કરણ જોહરના શો પર મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે એક વખત જ્યારે મેં કરીના કપૂરને આંટી કહ્યું હતું તો પિતા સૈફ અલી ખાને મને કહ્યું હતું કે, “કરીનાને આંટી કહેતી નહીં.” શોમાં વાતચીત દરમિયાન કરણ જોહરે સારા અલી ખાનને સવાલ કર્યો હતો કે, “શું સૈફ અલી ખાને ક્યારેય તને કહ્યું છે કે કરીનાને છોટી માં કહીને બોલાવ?”

કરણનાં આ સવાલ પર જવાબ આપતા સારા અલી ખાને કહ્યું હતું કે, જો કરીનાને છોટી માં કહીને બોલાવું તો બની શકે છે કે તે નર્વસ બ્રેકડાઉનનો શિકાર થઇ જાય. તેમણે જણાવ્યું હતું કે, “પાપા સૈફ અને કરીનાનાં જ્યારે નવા-નવા લગ્ન થયા હતા, તો મને સમજમાં આવતું ન હતું કે હું કરીનાને શું કહીને બોલાવું. સારા આગળ જવાબ આપતા જણાવે છે કે હું વિચારતી હતી કે હું તેમને શું કહીશ, કરીના કે આંટી? પરંતુ મારા પિતાએ કહ્યું કે, તું કરીનાને આંટી તો ક્યારેય કહીને બોલાવતી નહિ.”

સારા આગળ જણાવે છે કે હું હવે તેમને કરીના અથવા “કે” કહીને બોલાવું છું. સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું હતું કે કરીનાની સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો છે. તેમના જણાવ્યા અનુસાર હું અને કરીના મિત્રોની જેમ રહીએ છીએ. અવારનવાર બંને અભિનેત્રીઓ એકબીજાના સમર્થનમાં બોલતી સાર્વજનિક સ્થળો પર જોવામાં આવેલ છે.