સવારનાં આ ૫ સપના વિશે ક્યારેય કોઈને કહેવું જોઈએ નહીં, હાથમાંથી પૈસા નીકળી જશે અને અમીર બની શકશો નહીં

Posted by

રાત્રે સુતા સમયે ઘણા પ્રકારના સપના આપણને દેખાતા હોય છે. આ સપના સારા અને ખરાબ બંને ફળ આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં આ સપના નો મતલબ જણાવવામાં આવેલ છે. સાથોસાથ ખરાબ સપનાના ફળથી બચવા અને સારા સપનાના ફળને પુરું મેળવવા માટેની અમુક સલાહ આપવામાં આવેલ છે. તેના અનુસાર ક્યારેય પણ સારા સપના કોઈને કહેવા જોઈએ નહીં, તેનાથી સપના નું ફળ મળતું નથી. વળી ખરાબ સપના જુઓ તો વધુમાં વધુ લોકોને જણાવો, જેથી તેના ખરાબ ફળમાંથી આપણને છુટકારો મળી શકે તો ચાલો આજે અમે તમને જણાવીશું કે ક્યુ સપનું આવવાથી તમને અઢળક ધન પ્રાપ્ત થાય છે.

Advertisement

પ્રત્યેક વ્યક્તિનું શરીર ભલે ઘણા કર્મોનો પાપ ભોગવે છે, પરંતુ તેની આત્મા હંમેશા પવિત્ર રહે છે. કારણ કે આત્માનું કોઈ પણ છળકપટ સાથે લેવાદેવા હોતું નથી. આત્મા પવિત્ર છે, નિરાકાર છે અને તે બ્રહ્મ સમાન સાગર નો એક નાનો ભાગ છે. જે સમયે કોઈપણ જીવના શરીરમાં આત્મા રહીને પરમાત્માના દર્શન કરી લેતી હોય છે, તે જાણી લેતી હોય છે કે તેનો સંબંધ આ સમગ્ર સંસારમાં ફક્ત એક પરમાત્મા સાથે જ છે.

જો મનુષ્યની આત્માને આવા દર્શન થાય છે તો તે તેના જીવનનો એક સુખદ અને સૌભાગ્યશાળી ક્ષણ હોય છે. ઘણી વખત તમને પણ ઊંઘની અવસ્થામાં આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પરંતુ સવારે ઊઠતા ની સાથે જ મોટાભાગે આપણે પોતાના આ સપના મિત્રો અથવા પરિવારના વડીલોની સાથે શેર કરી દેતા હોઈએ છીએ. પરંતુ માનવામાં આવે છે કે જ્યારે પણ તમને સપનામાં ઈશ્વરના દર્શન થાય તો તેને કોઈને જણાવવું જોઈએ નહીં. આ અનુભવોને મનુષ્યએ પોતાની અંદર ગુપ્ત રાખવા જોઈએ.

જો તમને સપનામાં ક્યારેય એવું જોવા મળે કે તમારા માતા-પિતા તમને પાણી પીવડાવી રહ્યા છે તો તે વાતનો સંકેત છે કે ભવિષ્યમાં તમારી ખુબ જ પ્રગતિ થવાની છે. તેવામાં આ પ્રકારનું સપનું પણ તમારે કોઈને કહેવું જોઈએ નહીં.

સપનામાં જો કોઈ વ્યક્તિ જીવિત હોવા છતાં પણ આત્મામાં પરમાત્માના દર્શન કરી લેતો હોય છે તો તેનો મતલબ છે કે તે વ્યક્તિ સાચા મનથી પરમાત્મા સાથે જોડાયેલ છે. તેવામાં તમારે આ સપનું પણ કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં.

સપનામાં હાથી દેખાવ બહુ ખુબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને આવું સપનું આવે તો સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે તમને અઢળક પૈસા મળવાના છે. સાથો સાથ સમાજમાં ખુબ જ માન સન્માન પણ પ્રાપ્ત થાય છે.

સપનામાં કમળનું ફુલ દેખાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે જો સફેદ કમળનું ફુલ દેખાય તો તે તમને અપાર ધન મળવા તરફ ઈશારો કરે છે. આ સપનું તે વાતનો સંકેત છે કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર રહેલી છે.

સપનામાં જો તમને કોઈ નોટ અથવા કરન્સી દેખાય તો માની લેવું જોઈએ કે હવે તમને કોઈ મોટી લોટરી લાગવાની પુરી સંભાવના રહેલી છે. એટલે કે તમને કોઈ જગ્યાથી અચાનક અઢળક પૈસા મળી શકે છે.

જો કોઈ વ્યક્તિને પોતાના સપનામાં ફળોથી ઘેરાયેલું વૃક્ષ જોવા મળે તો તે ખુબ જ સારો સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં આવું સપનું વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ લઈને આવે છે. ખાસ કરીને કોઈ વેપારીને આવું સપનું આવે તો તેને કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.

સાપ જો કોઈ વ્યક્તિને સપનામાં દેખાય છે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. જો સપનામાં સફેદ સાપ જોવા મળે તો તે અપાર ધન સંપત્તિ અપાવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવું સપનું આવવા પર તમે ખુબ જ જલ્દી કરોડપતિ બનવાના છો એવો સંકેત મળે છે.

જો તમને ક્યારેય પણ સપનામાં કોઈ ભગવાન દેખાય છે અથવા તો તેઓ તમને આશીર્વાદ આપતા જોવા મળે તો તે વાતનો સંકેત છે કે ભગવાન તમારી આત્માને પવિત્ર સમજે છે, એટલા માટે સપનામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે. તે સિવાય તે વાતનો પણ સંકેત છે કે ઈશ્વર તમારી આત્મામાં હંમેશા નિવાસ કરશે. આ પ્રકારનું સપનું ક્યારેય પણ કોઈને જણાવવું જોઈએ નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.