સવારની આ ૩ ખરાબ આદતો તમારું વજન ઓછું નથી થવા દેતી, વજન ઘટાડવું હોય તો અત્યારે જ જાણી લો

Posted by

તમે તે વાત બિલકુલ જાણતા હશો કે વજન ઘટાડવા અથવા યોગ્ય વજન જાળવી રાખવા માટે હેલ્ધી ડાયટ પ્લાન અને ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી સવારની આદતો તમારા વજન ઉપર ખૂબ જ ગંભીર પ્રભાવ પાડે છે. તમારું વજન વધવા પાછળ આ કારણ પણ હોઈ શકે છે કે તમે પોતાના દિવસની શરૂઆત કેવી રીતે કરો છો. જો બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તમારા દ્વારા કરવામાં આવતી સવારે અમુક ચીજો તમારા વજન ઘટાડવાના પ્રયાસ ઉપર સૌથી વધારે અસર પાડે છે અને તમારી ચરબી વધારી શકે છે.

જો તમને એવું મહેસુસ થઇ રહ્યું છે કે તમે પોતાની ડાયટ અને જીવનશૈલીમાં બદલાવ લાવવા છતાં પણ તમને પરિણામ નથી મળી રહ્યા, તો તમારે ફરીથી વિચારવું જોઈએ અને તેના કારણો વિશે જાણવું જોઈએ કે આવું શા માટે થઇ રહ્યું છે, જેનાથી તમારું વજન નથી ઘટી રહ્યું. અમે તમને સવારે તમારા દ્વારા કરવામાં આવતી ૩ ખરાબ આદતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારા વજન ઘટાડવાના પ્રયાસમાં અડચણ ઊભી કરે છે અને તમારી ચરબીમાં વધારો કરે છે.

કમ્ફર્ટ બેડરૂમ

નૅશનલ સ્લીપ ફાઉન્ડેશનમાં કરવામાં આવેલા એક સર્વેમાં મળી આવ્યું છે કે સારી ઊંઘ માટે બેડરૂમ કમ્ફર્ટ ખૂબ જ જરૂરી છે. શોધકર્તાએએ જાણ્યું છે કે જે લોકો પોતાની પથારીને નિયમિત રૂપથી વ્યવસ્થિત રાખે છે, તેને આવું ન કરતા લોકોની તુલનામાં દરરોજ રાત્રે સારી ઊંઘ આવે છે. નિયમિત રૂપથી સારી ઊંઘ નહીં લેવાને કારણે તમારામાં અસ્વસ્થકર ભોજન લેવાની ભૂખ વધે છે, જેના કારણે વજન વધી શકે છે. એટલા માટે પોતાની પથારી ને વ્યવસ્થિત રાખવાની આદત રાખો. જેથી તમને સારી ઉંઘ આવે અને જે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે.

પાણીને બદલે કોફીથી દિવસની શરૂઆત કરવી

મોટાભાગના લોકો દિવસની શરૂઆત પાણી પીવાને બદલે કોફી અથવા ચા થી કરતા હોય છે. ઘણા અધ્યયનમાં કોફીના મોટા સ્વાસ્થ્ય લાભ વિશે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ કેફીનના ઉત્તેજક પ્રભાવને નજર અંદાજ કરી દેવામાં આવે છે. એટલા માટે દિવસની શરૂઆત કરવા માટે આ વિકલ્પને હેલ્ધી નથી. તેના બદલે હંમેશા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે તમારા મેટાબોલિઝમને ઝડપી બનાવે છે અને શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તમે પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા પછી ગ્રીન ટીનો ઉપયોગ પણ કરી શકો છો. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી તમે બર્ન કરવામાં આવતી કેલેરીની સંખ્યા પણ વધારી શકો છો, જે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. એટલા માટે સવારે ઊઠીને પાણી નહીં પીવાથી તમારો ફિટનેસ ગોલ પ્રભાવિત થઈ શકે છે.

સવારે ઉઠીને કૂણો તડકો ન લેવો

તથ્યો પર ધ્યાન કરવામાં આવે તો તમે રાતના કપડાં પહેરીને સુવો છો તો તમે પોતાના માટે વજન વધારવાની તૈયારી કરી રહ્યા છો. વિટામિન-ડી એ ખૂબ જ જરૂરી પોષક તત્વ છે, જે માનવ શરીરની ઘણી ગતિવિધિઓ માટે જવાબદાર છે. અધ્યયનમાં મળી આવ્યું છે કે વિટામીન-ડી ની ઊણપ પેટનો ઘેરાવો વધારવા અને કમરનો ઘેરાવો વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જનરલ ઓફ ક્લિનિકલ એંડોક્રીનોલોજી એંડ મેટાબોલિઝમ માં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે યુવા મહિલાઓમાં વિટામિન-ડી નું સ્તર ઓછું મળી આવ્યું છે, તેનાથી સામાન્ય લોકોની તુલનામાં ભારે અને વધારે બોડીમાસ હોય છે. વળી જર્નલ પીએલઓએસ માં પ્રકાશિત વધુ એક અધ્યયન અનુસાર સવારે ઊઠ્યાના થોડા સમય સૂર્યનો પ્રકાશ તમારા બોડી માસ ઇન્ડેક્ષને ઓછું કરવામાં મદદ કરે છે. એટલા માટે સવારનો કૂણો તડકો લેવાથી બોડી ફેટ ઓછું કરીને સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *