સવાર-સવારમાં જો ખિસ્સા માંથી પૈસા પડી જાય તો દુ:ખી થવું નહીં, આ એક સારી વાતનો સંકેત છે

પૈસા વ્યક્તિ ખુબ જ મહેનત થી કમાય છે, એટલા માટે જ જો ભુલથી ક્યારેક પૈસા પડી જાય અથવા ગુમ થઈ જાય તો ખુબ જ દુઃખ થતું હોય છે. પરંતુ એજ પૈસા જો સવાર-સવાર માં ગુમ થઈ જાય તો દુઃખી થવાના બદલે ખુશ થવું જોઈએ.

સવાર સવારમાં પૈસા ખોવાઈ જવા અથવા પડી જવાનો અર્થ

આવી રીતે રૂપિયાના બદલે જો સિક્કો સવાર સવારમાં તમારી પાસેથી જમીન પર અચાનક પડી જાય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. એનો મતલબ એ છે કે ભવિષ્યમાં તમને કોઈ લેવડ-દેવડને લીધે ખુબ જ સારો ધનલાભ થવાનો છે. એનો મતલબ એ નથી કે તમે કો જાણી જોઈને નીચે પાડી દો. તેનાથી માં લક્ષ્મી પોતાનું અપમાન માને છે. પછી ધન લાભની જગ્યાએ નુકસાન થવા લાગે છે.

જો તમે કઈ કોઈને પૈસા આપી રહ્યા હો અને તે અચાનક જમીન પર પડી જાય તો તે પૈસા આપવા વાળા અને લેવા વાળા બંને માટે શુભ હોય છે. એનો મતલબ એ છે કે તમને તમારૂ અટવાઈ ગયેલુ ધન પાછું મળવાનું છે.

સવાર-સવારમાં પૈસા મળવા તે વાતનો સંકેત છે

સવાર-સવારમાં તમે આંટા મારી રહ્યા છો અને રસ્તામાં પૈસા પડેલા મળી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ એ છે કે તમારી પ્રગતિ થવાની છે. તમે જે પૈસા મળ્યા છે તેનો ખર્ચ ન કરવો જોઈએ, પરંતુ ગુડ લક ચામૅનાં રૂપમાં તેને પોતાની પાસે સંભાળીને રાખવા જોઈએ.

સવારનાં સમયમાં પૈસા ભરેલુ પર્સ મળવું પણ એક સારો સંકેત છે. તેનો મતલબ એ છે કે માં લક્ષ્મી તમારા પર મહેરબાન છે. તેના આશીર્વાદ તમારી સાથે છે. હવે તમે જે પણ કંઈ કાર્ય કરવા માંગો છો તેમાં તમને લાભ જ લાભ થશે. પરંતુ પૈસાનું પર્સ મળવા પર સૌથી પહેલા તમારે તેને તેના માલિક સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરવા જોઇએ.

જો સવારનાં સમયે તમને જમીન ઉપર સિક્કો પડેલો મળી જાય તો તેની તમારી પાસે સંભાળીને મુકી દો. આ સિક્કો તમારા ભાગ્યને બદલવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. સિક્કો ધાતુથી બનાવેલો હોય છે અને ઘણા લોકોનાં હાથ માંથી પસાર થયો હોય છે. એવામાં તેની અંદર ખુબ જ વધારે ઉર્જા સમાયેલી હોય છે. એટલા માટે શક્તિના ભંડારવાળા આ સિક્કાને પોતાની પાસે રાખવાથી બધા કાર્યો સારી રીતે પૂરા થઈ જાય છે.

આશા રાખીએ છે કે પૈસાથી જોડાયેલી આ માન્યતાની જાણકારી તમને પસંદ આવી હશે. તેને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભુલતા નહીં.