સવારે આવા સપના આવે તો માનવામાં આવે છે શુભ, માં લક્ષ્મી આપે છે કરોડપતિ બનવાનો સંકેત

Posted by

સામાન્ય રીતે જીવનમાં દરેક વ્યક્તિ સપના જુએ છે. સ્વપ્ન શાસ્ત્ર માં દરેક સપનાનો પોતાનું અલગ મહત્વ જણાવવામાં આવે છે. સપના કયા પ્રકારના હોય છે અને તે ક્યાં સમયે જોવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સવારે બ્રહ્મ મુહુર્તમાં (સવારે ૩ થી પ વાગ્યા સુધી માં) જોવામાં આવેલા સપના શુભ અને સાચા થાય છે. કારણ કે તે સમયે દૈવિય શક્તિઓની ખુબ જ મોટી અસર રહેલી હોય છે. તો ચાલો જાણીએ કે તે કયા સપના હોય છે, જે વ્યક્તિને અપાર ધનસંપતિનાં માલિક બનાવી શકે છે.

Advertisement

અનાજ નો ઢગલો જોવો

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો સવારના સમયે વ્યક્તિને સપનામાં પોતાને અનાજના ઢગલા ઉપર ચડતો જોવા મળે અને તે સમયે તેની ઉંઘ ઉડી જાય છે, તો નિશ્ચિત રૂપથી ધનલાભ થાય છે.

સપનામાં ભરેલો કળશ જોવો

સપનામાં કળશ એટલે કે પાણીથી ભરેલો ઘડો અથવા અન્ય કોઈ મોટું પાત્ર જોવું ધનલાભનો સુચક માનવામાં આવે છે. વળી માટીના ઘડાને અથવા વાસણ અને જોવું સર્વશ્રેષ્ઠ હોય છે. તેવામાં વ્યક્તિને ખુબ જ જલ્દી અપાર ધન મળવાની સાથોસાથ લાભ થાય છે. એટલે કે કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પ્રાપ્ત થઇ શકે છે અથવા તો વેપારમાં ખુબ જ મોટો ધનલાભ થઈ શકે છે.

ગંગામાં સ્નાન કરતા જોવું

સ્વપ્નશાસ્ત્ર અનુસાર ગંગા નદીમાં ડુબકી લગાવતાં જોવું પણ ખુબ જ શુભ છે. તેનાથી અટવાયેલા પૈસા અથવા ઉધાર આપવામાં આવેલા પૈસા ખુબ જલ્દી મળી શકે છે અથવા તો કોઈ જુના રોકાણમાંથી મોટો ધન લાભ મળી શકે છે.

પોતાને ઈન્ટરવ્યુ આપતા જોવું

જો તમે બ્રહ્મમુહુર્ત સપનામાં પોતાને નોકરી નું ઇન્ટરવ્યુ આપતાં જુઓ છો તો ખુબ જ જલ્દી આર્થિક લાભ થવાનો ઈશારો આપે છે. સાથોસાથ જો કોઈ ઈન્ટરવ્યુ માટે પ્રયત્ન કરેલ છે તો તેમાં સફળતા મળી શકે છે મતલબ કે તમને નોકરી મળી શકે છે.

સપનામાં પુર્વજોને જોવા

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં અંગત પુર્વજોનું આવવું પણ લાભનો સંકેત માનવામાં આવે છે. બસ તેમાં તે જોવું જરૂરી છે કે તમારા પુર્વજો પ્રસન્ન મુદ્રામાં તમને જોઈ રહ્યા છે અથવા ક્રોધ તથા દુખે મુદ્રામાં જોઈ રહ્યા છે. જો તેઓ પ્રસન્ન મુદ્રામાં તમને જોઈ રહ્યા હોય તો આવનારા સમયમાં તમને ખુબ જ મોટો ધનલાભ થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.