મોટાભાગે બચેલું અથવા તો વાસી ભોજન ન કરવાની સલાહ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાસી શાક, દાળ, ચોખા અથવા અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ ફાયદાકારક હોતું નથી, પરંતુ વાસી ભોજન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. જે લોકો ઘણી વખત રાતનું બચેલું ભોજન સવારે અથવા તો દિવસે ખાતા હોય છે, તેમણે વધારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો વાત રોટલીની કરવામાં આવે તો તેને સવારના સમયે સરળતાથી ખાઈ શકાય છે. એટલે કે રાતની બચેલી રોટલી ને તમે સવારે ખાઈ શકો છો.
સામાન્ય રીતે તો ઘણા લોકો બચેલી રોટલી ને શાક અથવા અન્ય કોઈ ચીજમાં ઉમેરીને ખાતા હોય છે, પરંતુ જો તમે રાતની બચેલી રોટલી એટલે કે વાસી રોટલી ને હેલ્ધી રીતે સેવન કરવા માંગો છો તો તેને દુધની સાથે ઉમેરીને ખાવી સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. રાતની બચેલી વાસી રોટલી ને સવારે દુધની સાથે ખાવામાં આવે તો તેનાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળેલ છે. તો ચાલો જાણીએ કે સવારે ભુખ્યા પેટે દુધ રોટલી ખાવાથી શું ફાયદો થાય છે.
તમે ઘણી વખત લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે રાતનું બચેલું ભોજન ખાવાથી ફુડ પોઝનીંગ થવાનો ખતરો રહે છે. પરંતુ જો ઘઉંની રોટલી ની વાત કરવામાં આવે તો રાતની બચેલી વાસી રોટલી તમે કોઈપણ ડર વગર ખાઈ શકો છો. રાતની બચેલી વાસી રોટલીમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળી આવે છે, જેના લીધે ભોજન પચવામાં સરળતા રહે છે. દરરોજ સવારે વાસી રોટલી દુધની સાથે ખાવાથી શરીરના ઘણા રોગ પણ દુર થઈ જાય છે.
સુગરની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાસી રોટલી ખુબ જ કારગર માનવામાં આવે છે. તેના માટે દરરોજ ખાંડ વગરના દુધની સાથે વાસી રોટલીનું સેવન કરો. આવું કરવાથી વ્યક્તિનું શુગર કંટ્રોલમાં રહે છે, એટલું જ નહીં વાસી રોટલી ને ઠંડા દુધમાં જો ૧૦ મિનિટ સુધી પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
ઠંડા દુધમાં વાસી રોટલી ૧૦ મિનિટ સુધી પલાળીને રાખી દો. દુધમાં પલાળેલી આ રોટલી ને સવારે નાસ્તામાં સેવન કરો. પોતાની પસંદ અનુસાર દુધવાળી આ રોટલીમાં તમે ખાંડ પણ ઉમેરી શકો છો. આવું કરવાથી વ્યક્તિની હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા દુર થાય છે. તે સિવાય આવું કરવાથી ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે.
પેટ ખરાબ રહેવાને લીધે જો તમને મોટાભાગે તણાવ રહેતો હોય તો દુધની સાથે વાસી રોટલીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દુર થાય છે અને તમારો તણાવ પણ દુર થઈ જાય છે.
વાસી રોટલી થી વજન પણ ઓછું થાય છે. હકીકતમાં વાસી રોટલીમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે. એજ કારણ છે કે વાસી રોટલી પાચન માટે પણ ખુબ જ સારી હોય છે અને લોહીમાં સુગરની માત્રા ને પણ ઓછી રાખે છે, જેના લીધે વજન પણ નિયંત્રિત રહે છે.
રાતની બચેલી વાસી રોટલી સવારે દુધની સાથે ખાવાથી પર્યાપ્ત માત્રામાં ઊર્જા મળે છે. દુધ અને રોટલી એક પૌષ્ટિક આહાર હોય છે, જે શરીરમાં થતા પોષક તત્વોની કમીને દુર કરી શકે છે. સવારે ભુખ્યા પેટે અથવા નાસ્તામાં રાતની બચેલી વાસી રોટલી અને દુધ ખાવાથી તમને ઊર્જા મળે છે. તેનાથી તમે આખો દિવસ એનર્જેટિક અને ઉર્જાવાન મહેસુસ કરી શકો છો.
નોંધ : વાસી રોટલી દુધની સાથે ખાવાથી સામાન્ય રીતે તો શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનું સેવન કરતાં સમયે સુગર અને બ્લડ પ્રેશર ની દવાઓ એકદમ થી છોડી દેવી જોઈએ નહીં. સમય પર પોતાના ડોક્ટર પાસે પણ તપાસ કરાવતા રહેવું જોઈએ.