સવારે ઉઠીને આ કાર્ય કરવાથી ઘરમાં ક્યારેય નથી આવતી ગરીબી, તમે માંગો એ બધુ મળે છે

Posted by

જાગી ગયા બાદ આંખ ખોલતાની સાથે જ મગજ પણ ધીરે ધીરે જાગવા લાગે છે. વળી સમજવું જરૂરી છે કે જે રીતે સુર્યોદય પહેલા પુજા ઉજાશ થવા લાગે છે અને ત્યારબાદ સુર્ય જોવા મળે છે. એવી રીતે વ્યક્તિને પુર્ણ ચૈતન્ય થવામાં સમય લાગે છે. તેવા સમયમાં તેનું મસ્તિષ્ક સંવેદનશીલ હોય છે. આવા સમયે અમુક સાવધાની રાખવી જરૂરી હોય છે. કારણકે આપણા મગજને સેટ થવામાં ઓછામાં ઓછો ૨ કલાકનો સમય લાગે છે. આવા સમયમાં આપણે ત્યાં કાર્ય ન કરવા જોઈએ ચાલો તેના વિશે જાણીએ.

Advertisement

ઊંઘમાંથી જાગતાની સાથે જ તમે એકદમ થી આંખો ન ખોલો. ધીરે ધીરે આંખો ખોલો અને સુનિશ્ચિત કરો કે આંખ ખુલતાની સાથે જ તમને સૌથી સારી તસ્વીરનાં દર્શન થાય અથવા તો સૌથી પહેલા પોતાની હથેળીના દર્શન કરો અને ભગવાનનું ધ્યાન કરવું. આવું કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. ધર્મગ્રંથો અને ઋષિમુનીઓનાં જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે આપણા હાથની હથેળીઓની વચ્ચે દૈવિય શક્તિઓ નિવાસ કરે છે. જેથી આપણે સવારે શુભ દર્શન અને શુભકાર્યોની સાથે શરૂઆત કરીએ છીએ, તો આપણો આખો દિવસ શુભ રહે છે. તેના માટે યોગ્ય રહેશે કે પોતાના બેડરૂમમાં સારી તસ્વીરો લગાવો અને સુગંધિત વાતાવરણ રાખો.

સવારે ઉઠી ગયા બાદ સૌથી પહેલા તે કાર્યો વિશે વિચારો, જે તમારા પ્રાથમિક રૂપથી કરવાના છે. આ આદતથી તમે સૌથી જરૂરી કાર્ય પુર્ણ કરવાની ક્ષમતા મેળવી લેશો. જીવનમાં સફળતા મેળવવા માટે પહેલાં એજ કાર્ય કરવું જોઈએ જે જીવનમાં ખાસ હોય.

આ ખુલતાની સાથે જ કોઇ પણ વ્યક્તિનો ચહેરો જોવાથી બચવું. ખાસ કરીને કોઈ એવા વ્યક્તિ, પશુ અથવા અન્ય જેને જોઈને તમારા મનમાં અચાનક કંઈક ખરાબ આવી જતા હોય અને તમને પસંદ ના આવતું હોય. જે લોકો મોડે થી સુવે છે, એ લોકો સવારે મોડેથી ઊઠે છે અથવા તો મજબુરીને લીધે મોડેથી સુવું પડે છે અથવા તો જલ્દી ઉઠવું પડે છે. આવા લોકોનું સ્વાસ્થ્ય દરરોજ નબળું પડતું જાય છે. જેના વિશે તેમને જાણ થતી નથી. તેમનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેમના સંબંધો ઉપર પણ ઊંડી અસર પડે છે. તેવામાં જરૂરી છે કે સવારે ઊઠીને સૌચાલય ગયા બાદ પાંચ મિનિટ નું ધ્યાન કરો અને પોતાના ઇષ્ટદેવની પુજા અથવા પ્રાર્થના કરો. ત્યારબાદ બીજો કોઈ કાર્ય કરો તેની સાથે જ પોતાની ખાણીપીણી ઉપર ધ્યાન આપો.

સવારે ઊઠતાની સાથે જ ન્યુઝ પેપર વાંચવાથી અથવા ટીવી જોવાથી મસ્તિષ્ક ઉપર તેનો ખરાબ પ્રભાવ પડે છે. સવારે ઊઠતાની સાથે જ કોઈ ગામ અથવા પશુઓનું નામ લેવું જોઈએ નહીં. ખાસ કરીને વાંદરો, કુતરો અથવા ભુંડ નું નામ તો ક્યારેય પણ લેવું જોઈએ નહીં. સવારે ટીવી ઉપર ક્યારેય લડાઈ-ઝઘડા તથા રડવા વાળી સીરીયલ જોવી નહીં. આવી જ રીતે રાત્રે સુવાના થોડા સમય પહેલાં પણ આવું કાર્ય કરવું નહીં.

સવારે ઊઠતાની સાથે જ ઝઘડો કરવો નહીં અને જુની વાતોને યાદ કરવાનો પ્રયાસ કરવો નહીં. જો તમે આવું કરતા રહેશો તો જીવનમાં ક્યારે પણ આગળ વધી શકશો નહીં. સવારે ઉઠીને ઘરમાં અથવા ઓફિસમાં જઇને લોકોને સાથે કઠોર ભાષામાં વાત ન કરવી. હંમેશા સારા શબ્દોનો પ્રયોગ કરો.

આજકાલ લોકો સવારે ઊઠતાની સાથે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલ માં ચીપકી જતા હોય છે, જેના લીધે તેમના જીવન ઉપર નકારાત્મક અસર પડે છે. તેમનું સ્વાસ્થ્ય અને સંબંધ ખરાબ થવા લાગે છે. સાથોસાથ ટાઈમ ટેબલ પણ બગડી જાય છે.

સવારે ઊઠતાની સાથે જ અમુક લોકો સૌચાલય ગયા વગર અથવા તો બ્રશ કર્યા વગર ભોજન શરૂ કરી દેતા હોય છે, જે બિલકુલ ખોટું છે. તેનાથી સ્વાસ્થ્ય ઉપર પ્રતિકુળ પ્રભાવ પડે છે. સૌચાલય ગયા વગર ભોજન કરવાથી પહેલાની ગંદકી બહાર નીકળી શક્તી નથી અને બ્રશ કર્યા વગર ભોજન કરવાથી રાત ભર ની ગંદકી પેટમાં ચાલી જાય છે. બધા કાર્યો થી મુક્ત થયા બાદ સવારે ઓછામાં ઓછું ૧૫ મિનિટ માટે યોગાસન, એરોબિકસ, કસરત, સાયકલિંગ અથવા મોર્નિંગ વોક કરો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.