સવારે ઊઠીને ગાયનાં કાનમાં બોલી દો આ ચમત્કારિક મંત્ર, તમે જે માંગશો એ ઈચ્છા પુરી થઈ જશે

Posted by

ધરતી પર રહેલ કોઈ પણ ભુખ્યા-તરસ્યા જાનવર ને ભોજન અને પાણી આપવું સૌથી મોટું પુણ્ય નું કામ છે. જો કે ગાયને દુધ પીવડાવવાથી પુણ્ય ની સાથે સાથે અન્ય લાભ પણ મળશે. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ગાયને પુજનીય માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોય છે, જેનો શાબ્દિક અર્થ છે કે જો તમે ગાયને રોટલી ખવડાવો છો તો તમે ૩૩ કરોડ દેવી દેવતાઓને પણ ભોજન કરાવી રહ્યા છો.

Advertisement

ગાયને રોટલી ખવડાવવાથી પરિવારના ઘણાં દુઃખ-દર્દ દુર થાય છે અને ઘરમાં ખુશીઓ છવાઈ જાય છે. આજે અમે તમને ગાયને રોટલી ખાવાના ફાયદા તથા ગાયના કાનમાં એક મંત્ર બોલવા વિશે જણાવીશું, જેનાથી તમે જે માંગશો એ બધી જ ઇચ્છાઓ દેવી-દેવતાઓ પુરી કરી આપશે.

હંમેશા પહેલા ગાયને ખવડાવો રોટલી

ગાયને હંમેશા રોટલી ખવડાવવી જોઈએ વધારે લાભ મેળવવા માટે રોટલીમાં ઘી અને ગોળ ઉમેરી ને ગાયને ખવડાવવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તેની આવનારી પેઢીઓને પણ તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને દરેક પરેશાનીમાંથી દેવી-દેવતાઓ તેને બચાવે છે. ગાયને રોટલી ખવડાવતા પહેલા ગોળ ખવડાવવાની કોશિશ કરો. કારણ કે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

ચમત્કારિક મંત્ર

મિત્રો જે મંત્ર વિશે આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ તે એક ચમત્કારિક મંત્ર છે. ધ્યાન રાખો કે જ્યારે પણ તમે આ ઉપાય કરી રહ્યા હોય ત્યારે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ પોતાના ઘરમાં પુજાઘર ની સામે બેસવાનું રહેશે. ત્યાર બાદ તમારે માતા લક્ષ્મી અને ભગવાન હરિ વિષ્ણુ નું ધ્યાન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે પોતાના ઘરની બહાર જઈને જે જગ્યાએ ગાય બેસેલી હોય તેને હાથ જોડીને પ્રણામ કરીને તેના કાનમાં આ મંત્રનો જાપ કરવાનો છે, તેનાથી બધા દેવી-દેવતાઓ ખુશ થઈ જાય છે અને તમે માંગો એ તમારી બધી જ ઈચ્છા પુરી કરી આપે છે. મંત્ર આ પ્રકારે છે – ગોવિંદાય નમઃ”

તમારે આ મંત્રને ફક્ત પાંચ વખત જાપ કરવાનો છે અને આ મંત્રનો પાંચ વખત જાપ કર્યા બાદ તમે જે પણ ઈચ્છા ધરાવો છો તે ગાય માતાની સામે પ્રાર્થના કરવી જોઈએ. જો તમને ધન સંબંધિત પરેશાની છે, તો ગાય માતા ને જણાવો. આવું કરવાથી તમારી ધન સંબંધિત બધી જ પરેશાની દુર થઈ જશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.