સવારે ઊઠીને કરો શક્તિશાળી હનુમાન કવચનો જાપ, દુર થઈ જશે તમામ દુ:ખ-દર્દો

Posted by

હનુમાનજીને સંકટમોચન નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી હનુમાન કવચ નો જાપ કરે છે તેના તમામ પ્રકારના દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે અને ઘરમાં કાયમ માટે ખુશીઓનો વાસ રહે છે. વળી પંચમુખી હનુમાનજી નું ચિત્ર પણ ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવે તો ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં અમુક વિશેષ કવચ બનાવવામાં આવેલ છે જે દરેક કષ્ટ અને રોગથી મુક્તિ અપાવવા માટે રામબાણ ઈલાજ છે. તેમાંનું એક છે શ્રી રામભક્ત હનુમાન કવચ. આ લેખમાં અમે તમને હનુમાન કવચ ના લાભ અને થોડાં સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ પોતાની જિંદગીની કાયાપલટ કરી શકશો.

એવી પણ માન્યતા છે કે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી પર કોઈને કોઈ રૂપમાં બિરાજમાન છે અને પોતાના ભક્તોને રક્ષા કરતા આવ્યા છે. વળી હનુમાનજી નું પંચમુખી હનુમાન કવચ એટલું શક્તિશાળી છે કે તેના જાપથી કોઈ મૃત પ્રાણીને પણ જીવિત કરવામાં આવી શકે છે. ઘણા લોકો હનુમાન કવચ ના જાપ કાર્યસિદ્ધિ માટે પણ કરતા આવ્યા છે. શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગમાં રાવણ સાથે યુદ્ધ કરવા દરમ્યાન સ્વયં ભગવાન રામે પણ હનુમાન કવચ નો જાપ કરેલ હતો.

હનુમાન કવચ શ્રીરામ દ્વારા રચિત એક સુરક્ષા કવચ છે જેના નિયમિત જાપથી અસત્ય પર જીત મેળવી શકાય છે અને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી પણ બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકારના ટોટકા અને રોગોથી આપણી રક્ષા કરે છે એટલા માટે તે કાળા જાદુ ને પણ આસાનીથી પરાજીત કરી શકે છે.

જો તમે કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો પંચમુખી હનુમાન કવચ નો જાપ અવશ્ય કરવો. તેનાથી શ્રીરામ ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. હનુમાન કવચ નો નિયમિત રીતે જાપ કરવાથી દરેક પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને તેના લીધે શરીર પણ નિરોગી રહે છે. “ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा” હનુમાન કવચના આ મંત્રના જાપથી આપણા દરેક પ્રકારનાં સંકટ મા થી મુક્તિ મેળવી શકાય છે અને સાથોસાથ આ મંત્ર શત્રુઓથી પણ આપણી રક્ષા કરે છે.

હનુમાન કવચ જાપ વિધિ

હનુમાન કવચ નો જાપ કરવા માટે વ્યક્તિએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ આસન લગાવીને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સામે બેસી જવું અને હનુમાનજી ના આશીર્વાદ લેવા. હવે તેમને ચોલા, સિંદુર અને જનોઈ અર્પિત કરો અને આ મૂળ મંત્રનો જાપ કરો -“ॐ श्री हनुमते नम:”. ધ્યાન રહે કે તમારે આ મંત્ર માટે એક માળાનો જાપ કરવાનો છે. માળામાં 108 મણકા હોવા જોઈએ. આ મંત્ર તમને આગલા ૨૪ કલાક સુધી એક સુરક્ષા કવચની જેમ તમારી રક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *