સવારે ઊઠીને પીવો આ સ્વાદિષ્ટ જાદુઇ ડ્રિંક અને થોડા દિવસોમાં જ શરીરમાંથી ચરબી ગાયબ થઈ જશે

Posted by

હાલના સમયમાં વજન ઓછું કરવું એટલે કે શરીરમાં જમા થયેલ ચરબી ઘટાડવી ઘણા લોકો માટે સામાન્ય ચિંતાઓ માંથી એક છે. તેના માટે લોકો શું-શું નથી કરતા. સંતુલિત ડાયટથી લઈને ઇંટેન્સ વર્કઆઉટ જેવી તમામ ચીજો છે, જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. પરંતુ અમુક ભૂલો પણ એવી થઈ જાય છે જેના કારણે તમારું વજન ઓછું કરવાનું સપનું, બસ સપનું બનીને જ રહી જાય છે. થોડી તમારી ભૂલો અને લોકડાઉન ને કારણે લોકો ઘર પર બેઠા બેઠા ભોજન બનાવવું અને ખાવામાં જોડાયેલા છે. સાથોસાથ શારીરિક ગતિવિધિઓ પણ ઓછી થવાને કારણે વજન ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે.

વજન ઘટાડવામાં જીરાની ભૂમિકા

જો તમે પણ ઘણી કોશિશ કરી ચૂક્યાં છો છતાં પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું અથવા વજન ઘટાડવાનો રસ્તો તમારા માટે મુશ્કેલ બની રહ્યો છે, તો આ જાદુઈ ડ્રિંક તેમાં તમારી મદદ કરી શકે છે. જી હાં, કોથમીર અને વરિયાળીનો ઉકાળો વજન ઓછું કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. જીરુ, ધાણા અને વરિયાળીનો ઉકાળો પીવાથી મેટાબોલીઝમ વધારવામાં મદદ મળે છે અને આ ડ્રિંક ક્વોરંટાઈન માં તમારા શરીરને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. દરેક ભારતીય રસોડામાં મળી આવતું જીરું આપણા માટે ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક લાભથી ભરપુર છે. તે ફક્ત આપણા મેટાબોલિઝમને વધારવામાં મદદ નથી કરતું પરંતુ એન્ઝાઈમોને સ્રાવિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી પાચન સારી રીતે થઈ શકે છે. આ બધા જ કારક વજન ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં ધાણાની ભૂમિકા

સ્થૂળતાથી ગ્રસ્ત ૮૦ મહિલાઓ પર એક અધ્યયન કરવામાં આવ્યું. તેમને બે સમુહોમાં વિભાજીત કરવામાં આવ્યા. જેમાં પહેલા જીરા ડ્રિંક સમૂહને બીજા ડાયટ કંટ્રોલ સમૂહમાં સામેલ કરવામાં આવ્યા. જીરા ડ્રિંક વાળા સમૂહને દૈનિક આહાર પર જીરાનો ઉપભોગ કરવા માટે કહેવામાં આવ્યું, તો વળી બીજા સમૂહને એક વિશિષ્ટ ડાયટનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું. અંતમાં તેમણે જાણ્યું કે બીજા સમૂહની તુલનામાં જીરા સમૂહ વાળી મહિલાઓનું વજન મહત્વપૂર્ણ રીતે ઓછું થઈ રહ્યું હતું. વળી વાત કરીએ ધાણાની તો તેમાં ઘણા ખનિજ અને વિટામીન મળી આવે છે. જે તમારા શરીરમાં રહેલ વધારાના પાણીને જમા થવા દેતા નથી. વજન વધવાના કારણો માંથી એક છે શરીરમાં પાણીની માત્રા વધારે થઈ જવી.

વજન ઘટાડવામાં વરીયાળીની ભૂમિકા

બધાથી છેલ્લે અને ગુણોમાં ભરપૂર વરિયાળીની વાત કરીએ તો તેનો શરીર પર ઠંડો પ્રભાવ પડે છે અને તે પાચન અને સારા મેટાબોલિઝમમાં સહાયતા કરે છે. વરીયાળીનાં બી પણ ફાઇબરનું એક સમૃદ્ધ સ્ત્રોત હોય છે. વળી લાંબા સમય સુધી આપણા પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં આપણને ક્રેવિંગ અને વધુ પડતું ખાવાથી રોકવામાં પણ મદદ કરે છે. વરીયાળી હળવી મૂત્રવર્ધક હોય છે જેના કારણે આપણા મૂત્રમાર્ગ થી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે અને વજન ઘટાડવામાં પણ યોગદાન આપે છે. શું તમે જાણો છો કે આપણા શરીરમાં ઓક્સિડેટિવ તણાવ સ્થૂળતાનું કારણ બની શકે છે? ફોસ્ફરસ, સેલેનિયમ, ઝીંક, બીટા-કેરોટીન, લ્યૂટીન, જેક્સેન્થિન અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ મુક્ત કણોથી લડે છે, જે ઓક્સિડેટિવ તણાવનું કારણ બને છે.

કેવી રીતે બનાવશો જીરૂ ધાણા અને વરિયાળીનો ઉકાળો

  • ૩ કપ પાણી ઉકાળો
  • હવે ગેસ બંધ કરી દો અને પછી આ મસાલાને અડધી-અડધી ચમચી આ પાણીમાં ઉમેરો.
  • તેને ૫-૧૦ મિનિટ માટે છોડી દો અને પછી તમે તેને થર્મોસમાં સ્ટોર કરી શકો છો.
  • તમે આ મસાલાના પાઉડરના રૂપને પાણીમાં નાખતાં પહેલાં તેને શેકી પણ શકો છો.
  • તમે આ મિશ્રણમાં કાચું મધ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *