સ્કુલનાં બાથરૂમમાં વિદ્યાર્થીને દીવાલ પાછળ મળ્યો ગુપ્ત દરવાજો, અંદર જોયું તો હોશ ઊડી ગયા

Posted by

દરેક બાળક સ્કુલમાં અભ્યાસ કરતા વધારે મિત્રો સાથે મસ્તી કરવા માટે જાય છે. જે લોકો સ્કુલમાંથી નીકળી ચુક્યા છે, તેમને સ્કુલ સાથે જોડાયેલી ઘણી મસ્તી ભરેલી વાતો હંમેશા યાદ આવતી રહે છે. પરંતુ સ્કુલ ની વસ્તી ઘણી વખત એવું રૂપ લઈ લેતી હોય છે, જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. આજ હાલમાં જ એક બાળકની સાથે કંઈક આવું થયું હતું, જ્યારે તેને સ્કુલના બાથરૂમમાં કંઈક એવું નજર આવ્યું, જેને જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

ડેલી સ્ટારનાં રિપોર્ટ અનુસાર હોડયુરસ નાં રહેવાવાળા વિદ્યાર્થી એ હાલમાં જ ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ફક્ત ૪ દિવસમાં ૨૫ મિલિયન થી વધારે લોકોએ તેને જોયેલ છે. વીડિયોમાં વિદ્યાર્થી પોતાના બાથરૂમ માં પ્રવેશ કરે છે અને દરવાજાની બાજુમાં એક ક્યુબિકલ ને જુએ છે. બાળકે જોયું કે દીવાલ પર કોંક્રીટને દુર કરેલી છે અને એક નાનો દરવાજો ખુલ્લો છે.

બાળકે જ્યારે દરવાજો ખોલીને અંદર જોયું તો અંદર એક નોટ લખેલી હતી, જેને જોઈને દંગ રહી ગયો હતો. કાગળનાં ટુકડામાં “એન્ટર” લખેલું હતું. તે નાના દરવાજાની અંદર જ્યારે બાળકે જોયું તો તેના હોશ ઉડી ગયા. કારણ કે તેની અંદર એક ખાલી સુરંગ જેવું બનેલું હતું. જેની અંદર બિલકુલ અંધારું હતું. બાળક તે સુરંગ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

સોશિયલ મીડિયા પર લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપેલી છે. ઘણા લોકોએ કહ્યું હતું કે શક્ય છે કે જ્યાં પહેલા સ્કુલ હતી, ત્યાં જેલ રહેલી હોય અને કોઈએ જેલમાંથી ભાગવા માટે આ સુરંગ બનાવેલી હોય. એક વ્યક્તિએ તો મજાકમાં લખ્યું હતું કે સ્કુલ પોતે એક જેલ હોય છે, કદાચ બાળકોએ ભાગવા માટે સુરંગ બનાવી હશે. વિડિયોનાં અંત ભાગમાં સુરંગની અંદર નો નજારો ખુબ જ ડરામણો હતો. જોકે તેની અંદર કંઈ હતું નહીં. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને તેમાં પણ ખુબ જ ડરામણું નજર આવતું હતું. કોઈએ લખ્યું હતું કે “એન્ટર” સાઇન ની સાથે કોઈને હાથ અને સ્લીવ નજર આવ્યા? જ્યારે એક વ્યક્તિએ તેવું જ લખ્યું હતું કે એન્ટર સાઈન ની નીચે એક હાથ બનેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *