સ્કુલનાં સમયમાં પણ એકસાથે અભ્યાસ કરી ચુક્યા છે આ ફિલ્મી સ્ટાર્સ, સ્કુલનાં સમયમાં પણ એકબીજાનાં ખાસ ફ્રેન્ડ હતા

સ્કુલનાં સમયમાં પણ એકસાથે અભ્યાસ કરી ચુક્યા છે આ ફિલ્મી સ્ટાર્સ, સ્કુલનાં સમયમાં પણ એકબીજાનાં ખાસ ફ્રેન્ડ હતાતમારામાંથી કદાચ જ કોઈ આ વાત જાણતું હશે કે બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જે એકબીજાને નાનપણથી ઓળખે છે. એનાથી પણ ખાસ વાત તો એ છે કે આ લોકો એક જ સ્કુલમાં સાથે ભણતા હતા, પરંતુ પોતાની કારકિર્દીમાં આગળ વધી ગયા પછી તેમના રસ્તાઓ અલગ થઈ ગયા. તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવા સુપરસ્ટાર વિશે જે ખાસ કરીને સ્કુલમાં એકબીજા સાથે ભણી ચૂક્યા છે.

વરુણ ધવન અને અર્જુન કપુર

ફિલ્મ “ઇશકજાદે” માં એક સાથે જોવા મળેલ સુપરસ્ટાર વરુણ ધવન અને અર્જુન કપુરનું નામ આ લિસ્ટમાં સામેલ છે. જી હાં, “ઇશ્ક જાદે” ફિલ્મમાં સાથે કામ કરનાર વરુણ ધવન અને અર્જુન કપુર સાથે ભણી ચૂક્યા છે. બન્ને સ્ટાર્સે કિશોર નમિત કપુર એકટિંગ ઈન્સ્ટીટયુટ મુંબઈમાં એકસાથે ક્લાસ લીધા છે. સાથે ભણ્યા પછી બંને સ્ટાર્સ અલગ-અલગ ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયા.

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપુર

જ્યારે બોલીવુડ ટાઈગર અમેરિકન સ્કુલ ઓફ બોમ્બે માં ભણી રહ્યા હતા ત્યારે ત્યાં શ્રદ્ધા કપુરે પણ એડમિશન લીધું હતું. એક ખાસ ઈન્ટરવ્યૂ દરમિયાન ટાઇગર શ્રોફે ખુલાસો કર્યો હતો કે તે શ્રદ્ધા કપુરને બાળપણથી જ ખુબ જ પસંદ કરે છે, પરંતુ ક્યારેય પણ પોતાના દિલની વાત ન કરી શક્યા. વળી જો કારકિર્દીની વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપુર ટાઇગર શ્રોફ થી સિનિયર છે.

ઋતિક રોશન અને ઉદય ચોપડા

તે સિવાય તમને જાણીને આશ્ચર્ય થશે કે ઋતિક રોશન અને ઉદય ચોપડા પણ બાળપણમાં મિત્રો હતા. આ બંને સ્ટાર્સે બોમ્બે સ્કોટિશ સ્કુલમાં સાથે ભણવાનુ પૂરું કર્યું છે. બંને કલાકારોનું ફિલ્મ ડેબ્યૂ જબરદસ્ત રહ્યું. જ્યાં ઋતિક પોતાની ફિલ્મ “કહો ના પ્યાર હૈ” દ્વારા હિટ થયો, ત્યાં ઉદય ચોપડાની ફિલ્મ “મહોબ્બતે” બ્લોકબસ્ટર રહી. પરંતુ બોલીવુડમાં માત્ર ઋતિક પોતાની ઓળખાણ જાળવીને રાખી શક્યો, જ્યારે ઉદય ચોપડા માત્ર “ધુમ” ની સિરિઝ થી જ નામ કમાઈ શક્યા.

સારા અલી ખાન અને અનન્યા પાંડે

ફિલ્મ “કેદારનાથ” થી ઇન્ડસ્ટ્રીમાં પગ રાખવાવાળી સ્ટાર સારા અલી ખાન અને અનન્યા પાંડે પણ એક જ સ્કુલમાં ભણ્યા છે. હકીકતમાં તો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે એક સાથે અભ્યાસ કર્યો. ભણવાનું પૂરું કર્યા પછી પણ સારા અલી ખાન અને અનન્યા પાંડે ની મિત્રતા પહેલા જેવી જ છે. જણાવી દઈએ કે સારા અનન્યાની સિનિયર હતી. સારાની ફિલ્મ કેદારનાથ સુપર હિટ થઈ, પરંતુ અનન્યા પાંડે “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં ખાસ કઈ કમાલ ન બતાવી શકી.

કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના

ફિલ્મ મેકર કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના પણ એક જ સ્કુલમાં સાથે ભણ્યા છે. હકીકતમાં તો કરણ જોહર ડોન સ્કુલમાં દાખલો મેળવી શક્યા ન હતા. ત્યાર પછી તેમને ન્યુ એરા બોર્ડિંગ સ્કુલમાં ભણવા માટે અવસર મળ્યો. ટ્વિંકલ ખન્ના પણ આ સ્કુલમાં જ ભણતી હતી. ખાસ વાત તો એ છે કે કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના સિવાય બંનેની માં પણ એકબીજાની સારી મિત્ર છે.

સલમાન ખાન અને આમિર ખાન

આમિર ખાન અને સલમાન ખાન બંને એક સાથે સ્કુલમાં ભણી ચૂક્યા છે. આમિર ખાન બાળપણથી જ અભિનયની દુનિયામાં પોતાના પગ મૂકી ચૂક્યા હતા, ત્યાં સલમાન ખાને ઘણા સમય પછી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.