સ્કુટી લઈને ફરવા નીકળી ઉર્વશી રૌતેલા તો પોલીસે માંગ્યું ડ્રાઇવિંગ લાયસન્સ તો એક્ટ્રેસે કરી આવી ચાલાકી, જુઓ વિડીયો

Posted by

ઉર્વશી રૌતેલાનું નામ બોલીવુડની સૌથી ફેશનેબલ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. તે પોતાના ગ્લેમરસ લુક અને ડિઝાઇનર આઉટફિટ થી ફેન્સને અવારનવાર આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ ઉર્વશી રૌતેલા ની ફેન ફોલોઈંગ ઇન્સ્ટાગ્રામ પર વધતી જઈ રહી છે. હાલમાં જ ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર ૩૯ મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં તેણે ઉજવણી કરી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. વળી હવે ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને તેણે પોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

પોલીસે રોકી ઉર્વશીની સ્કુટી

આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્વશી રૌતેલા સ્કુટી લઈને નીકળે છે. સલવાર-સુટ અને ખુલ્લા વાળ માટે હંમેશાની જેમ સુંદર દેખાઈ રહી છે. પરંતુ આશ્ચર્યની વાત તો ત્યારે હતી જ્યારે ઉર્વશીને સ્કુટીને પોલીસે રોકી હતી. તેઓ ઉર્વશી પાસે ગાડીનાં કાગળીયા માંગે છે. ત્યારબાદ તે ગભરાયેલી નજર આવે છે, પરંતુ તે પોતાના એક્સપ્રેશન થી કોઈપણ વ્યક્તિને કન્ફયુઝ કરી શકે છે. બાદમાં ઉર્વશી પોતાની ગાડીનાં કાગળીયા બતાવીને સ્માઇલ કરીને ચાલી જાય છે. જોકે આ વિડીયો રિયલ લાઇફનો નહીં પરંતુ રિલ લાઇફનો છે.

શુટિંગ નો હિસ્સો છે વિડિયો


વળી જાણકારી માટે જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાનો વિડીયો તેના કોઈ આવનારા પ્રોજેક્ટ નો હિસ્સો છે, જેનું તે શુટિંગ કરી રહી હતી. વિડીયોનાં બેકગ્રાઉન્ડમાં જે ભીડ દેખાઈ રહી છે, તે પણ તેના શુટિંગ નો એક ભાગ છે. વિડીયોનાં બેકગ્રાઉન્ડમાં ટ્રાયપોડ થી લઈને અન્ય ચીજો પણ જોવા મળી રહી છે. જેના તે સાબિત થાય છે કે આ વિડિયો કોઇ શુટિંગ નો હિસ્સો છે, જેને ઉર્વશીએ આટલી શાનદાર રીતે શુટ કરેલ છે.

આ પ્રોજેક્ટ પર કરી રહી છે કામ

જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાને છેલ્લી વખત આરબ સુપરસ્ટાર મોહમ્મદ રમાદાનની સાથે “વર્સાચે બેબી” મ્યુઝિક વિડિયોમાં જોવામાં આવી હતી. વળી એક્ટ્રેસમાં વર્કફ્રંટની વાત કરવામાં આવે તો હવે જીયો સ્ટુડિયો અને આવનાર વેબ સીરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” માં રણદીપ હુડા સાથે નજર આવશે. તે ખુબ જ જલ્દી પોતાનું તમિલ ડેબ્યુ કરવા જઇ રહી છે. જાણવા મળ્યું છે કે તે એક બિગ બજેટ ફિલ્મ હશે, જેમાં ઉર્વશી એક આઈઆઈટીએન અને માઇક્રોબાયોલોજી નાં રોલમાં નજર આવશે. તેની સાથે જ અભિનેત્રી બાઈલિંગુઅલ થ્રિલર “બ્લેક રોઝ” તથા “થિરૂતુ પાયલે-૨” ની હિંદી રિમેકમાં પણ નજર આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *