સેટ ઉપર અમિતાભ બચ્ચને શત્રુધ્ન સિન્હાની ધોલાઈ કરવા લાગ્યા હતા, શશી કપુરે વચ્ચે આવવું પડ્યું હતું

Posted by

હિન્દી સિનેમા જગતમાં ઘણી એવી ફિલ્મો છે, જેને દર્શકો વર્ષો પછી પણ જોવાનું પસંદ કરે છે. હાલમાં જ ફિલ્મ “કાલા પથ્થર” ને રિલીઝ થયાને ૪૨ વર્ષ પુરા થયા છે. આ ફિલ્મ જાણીતા ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ બનાવી હતી. જ્યારે ફિલ્મ કાલા પથ્થર રિલીઝ થઈ હતી, ત્યારે ફિલ્મને વધારે રિસ્પોન્સ મળ્યો ન હતો. આ ફિલ્મમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, રાખી, નીતુ સિંહ, પરવીન બાબી, શશી કપુર અને પ્રેમ ચોપડા મુખ્ય ભુમિકામાં નજર આવ્યા હતા. ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે આ ફિલ્મની શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે રિલેશન કંઈક ખાસ સારા ન હતા. હંમેશાં શુંટિંગ દરમિયાન બંને વચ્ચે કહાસુની થઈ જતી હતી.

અમિતાભ બચ્ચને શત્રુઘ્ન સિંહાની ઘણી પીટાઈ કરી હતી

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો એક કિસ્સો શત્રુઘ્ન સિંહાએ પોતાના પુસ્તકમાં લખ્યો છે. જે ફિલ્મ કાલા પથ્થર સાથે જોડાયેલો છે. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે “ફિલ્મનાં એક ફાઇટ સીન માં અમિતાભ બચ્ચન તેમની ઘણી પીટાઈ કરી હતી. અમિતાભ બચ્ચન સીનમાં એવી રીતે મારતા રહ્યા, જ્યાં સુધી વચ્ચે શશી કપુર ન આવ્યા. શત્રુઘ્નને તે સીન વીશે જણાવવામાં આવ્યું ન હતું. જ્યારે સેટ પર આ થયું તો તે પણ આશ્ચર્યમાં રહી ગયા.”

અમિતાભ બચ્ચન શત્રુઘ્ન સિન્હાને નાપસંદ કરતા હતા

રિપોર્ટ પ્રમાણે તો જણાવવામાં આવે છે કે કાલા પથ્થર ની શુંટિંગ દરમિયાન ક્યારેય પણ અમિતાભ બચ્ચન પોતાની સીટ સાથે શત્રુઘ્ન સિંહાને બેસવા દેતા ન હતા. એટલું જ નહિ અમિતાભ બચ્ચન ક્યારેય પણ શત્રુઘ્ન સિંહાને પોતાની સાથે પોતાની ગાડીમાં બેસાડતા ન હતા. જણાવવામાં આવે છે કે શુટિંગ સેટ પર શત્રુઘ્નસિંહા ને જોવા માટે લોકોની ભીડ જમા થઇ જતી હતી. જેનાથી સેટ પર લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શત્રુઘ્ન – અમિતાભ વચ્ચે તિરાડ આવી ગઈ હતી

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ આ વાત માની હતી કે ૭૦નાં દશકમાં તેમનું કદ અમિતાભ બચ્ચન થી મોટું હતું. એજ કારણ હતું કે બંનેની મિત્રતા વચ્ચે તિરાડ આવી ગઈ હતી. પોતાની બુકમાં શત્રુઘ્નસિંહા લખે છે કે “ત્યારે લોકો કહેતા હતા કે અમિતાભ અને મારી જોડી સુપરહિટ છે. પરંતુ તે મારી સાથે કામ કરવા ઇચ્છતા ન હતા. તેમને લાગતું હતું કે નસીબ, કાલા પથ્થર, શાન અને દોસ્તના જેવી ફિલ્મોમાં હું તેમના પર ભારે પડી ગયો, પરંતુ તેનાથી મને કયારેય ફરક નથી પડ્યો.”

અમિતાભ બચ્ચન માટે દિલમાં સન્માન

જ્યારે વર્ષો પછી એક ઇવેન્ટમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે “તે બધી વાતો કાલ ની છે. જો તેઓએ લખ્યું ન હોત તો તેમની બાયોગ્રાફી પ્રામાણિક ન હોત. તેનો મતલબ એ નથી કે આજે પણ અમિતાભ માટે તેમના દિલમાં કોઈ કડવાશ છે. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે આજે તેમના દિલમાં અમિત માટે હવે પહેલાથી પણ વધારે આદર છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *