સેટ ઉપર રણબીર કપુરે અનુષ્કા શર્મા સાથે કરી એવી હરકત કે એક્ટ્રેસ રડવા લાગેલી, પછી એક્ટરે આવી રીતે મનાવી

Posted by

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને અભિનેતા રણબીર કપુરની વચ્ચે એક સારો સંબંધ છે. બંને એકબીજાનાં ખુબ જ સારા મિત્ર છે. બંને કલાકારોએ સાથે કામ પણ કરેલું છે. બંને અવારનવાર એક સાથે મજાક-મસ્તી કરતાં પણ જોવામાં આવે છે. જો કે એક વખત રણબીરની મજાક મસ્તીને કારણે અનુષ્કા ખુબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેના લીધે તે રડવા પણ લાગી હતી. આ બોમ્બે વેલવેટ ફિલ્મ સાથે જોડાયેલો કિસ્સો છે. ચાલો તમને તેના વિશે વિસ્તારપુર્વક જણાવીએ.

અભિનેત્રી અનુષ્કા શર્મા અવારનવાર ચર્ચાઓનો હિસ્સો બનતી રહે છે. તે વિરાટ કોહલીની સાથે બોન્ડિંગ હોય કે પછી દીકરી વામિકા સાથે જોડાયેલ કોઈ વાત હોય, અનુષ્કા અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વર્ષે તે માં બની છે અને હાલમાં પોતાની દીકરીને સાથે પોતાના જીવનનાં ખાસ દિવસોનો અનુભવ લઇ રહી છે. વળી રણબીર પણ હિન્દી સિનેમાના એક ચર્ચિત અને હેન્ડસમ અભિનેતા છે. તે પોતાની ફિલ્મોની સાથે સાથે અભિનેત્રી આલિયા ભટ્ટની સાથે પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં છવાયેલા છે.

અનુષ્કા અને રણબીરની જોડીએ પડદા પર ધમાલ મચાવેલ છે અને આ બંનેની જોડી ફેન્સને પણ ખુબ જ પસંદ આવે છે. તે વાતથી તો દરેક લોકો વાકેફ છે કે બંને એકબીજા સાથે વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ “એ દીલ હે મુશ્કિલ” માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

જોકે તે વાતથી ખુબ જ ઓછા લોકો વાકેફ છે કે આ જોડીએ ફિલ્મ “બોમ્બે વેલ્વેટ” માં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. જોકે ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ ફિલ્મના સેટ ઉપર અનુષ્કા રણબીરની હરકતોથી કંટાળી ગઈ હતી અને તે એટલે પરેશાન થઈ ગઈ હતી કે રડવા લાગી હતી.

અનુષ્કા શર્માએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં ફિલ્મ “બોમ્બે વેલ્વેટ” નાં સેટ સાથે જોડાયેલ કિસ્સા વિશે ખુલાસો કર્યો હતો. હકીકતમાં અનુષ્કા શર્માને એક ઇન્ટરવ્યુ દરમિયાન સવાલ કરવામાં આવ્યો હતો કે બોમ્બે વેલ્વેટમાં રણબીર કપુરની સાથે કામ કરવામાં તેમનો અનુભવ કેવો રહ્યો હતો? જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેની સાથે કામ કરવું સરળ છે. કારણ કે તે મારો મિત્ર છે. તે મને હંમેશા પરેશાન કરતો રહે છે. પરંતુ સેટ ઉપર પરેશાન કરવું મને બિલકુલ પસંદ નથી.

અનુષ્કા શર્માએ વાત આગળ વધારતા જણાવ્યું હતું કે સેટ ઉપર મને વાત કરવી પણ પસંદ નથી. હું એક ખૂણામાં બેસી જાવ છું. પરંતુ રણબીરને તે સમયે એવું લાગ્યું કે હું ખુબ જ મજાકિયા સ્વભાવની છું. તે મારી પાસે આવીને મજાક-મસ્તી કરતો રહે છે. પરંતુ મારે સીન ઉપર ધ્યાન આપવાનું હતું. તેવામાં રણબીર થી પરેશાન થઈને હું એક ખૂણામાં બેસી ગઈ અને રડવા લાગી. ત્યારબાદ રણબીર મારી પાસે આવ્યો અને મને કહ્યું કે કસમ ખાઉં છું કે હવેથી તને પરેશાન નહીં કરું. તે સમયે મનમાં હું એવું જ વિચારી રહી હતી કે રણબીર પ્લીઝ મને પરેશાન કરવાનું બંધ કરે.

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અનુષ્કા શર્માને છેલ્લી વખત વર્ષ ૨૦૧૮માં આવેલી ફ્લોપ ફિલ્મ “ઝીરો” માં જોવામાં આવી હતી. વહી રણબીરની આગામી ફિલ્મો બ્રમ્હાસ્ત્ર, શમશેરા અને બૈજુ બાવરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *