સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર એક એવો હીરો છવાયેલો છે, જેની લોકપ્રિયતા રજનીકાંત, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન જેવા દિગ્ગજોને પરેશાન કરી શકે છે. આ હીરો તે દિગ્ગજોની જેમ કોઈ મોટી ફિલ્મોમાં કામ કરતો નથી અને કોઈ સુંદર જગ્યા પર હિરોઈન ની સાથે રોમાન્સ કરતો નથી, તેમ છતાં પણ તેની લોકપ્રિયતા એટલી છે કે તેને બાંગ્લાદેશનો સુપરસ્ટાર કહેવામાં આવે છે.
આ હીરો બાંગ્લાદેશમાં ખુબ જ મશહુર છે. હવે તમે વિચારી રહ્યા હશો કે વળી આ હીરો કોણ છે? આ હીરો છે, અશરફ્ફુલ અલોમ શઇદ એટલે કે હીરો આલોમ, જે આલોમ બોગરાનાં નામથી ઓળખવામાં આવે છે. આલોમ એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ૫૦૦ થી વધારે ગીત પ્રોડ્યુસ કરેલ છે. આલોમની લોકપ્રિયતા એટલી છે કે ફેન્સ દ્વારા તેના નામથી ફેસબુક ઉપર ઘણા પેજ બનાવવામાં આવેલ છે અને તેના સોંગને પણ થોડી મિનિટોમાં લાખો વ્યુ મળી જાય છે.
બાંગ્લાદેશમાં લોકો આલોમને લઈને એટલી હદ સુધી પાગલ છે કે તેની સાથે સેલ્ફી લેવા માટે પણ આતુર રહેતા હોય છે. જેવી રીતે બોલીવુડમાં શાહરુખ ખાનને રોમાન્સનો બાદશાહ કહેવામાં આવે છે, એવી જ રીતે બાંગ્લાદેશમાં આલોમ બોગરાને કિંગ ઓફ રોમાન્સ માનવામાં આવે છે.
તમને આલોમની આ પોપ્યુલારીટી ઉપર અચરજ થઈ રહ્યું હશે. કારણ કે અન્ય કલાકારોને જેમ આલોમ સુંદર નથી અને તેની પાસે સિક્સ પેક એબ્સ પણ નથી. તેમ છતાં પણ તેમાં એવી આવડત છે કે લોકો તેને જોતાની સાથે જ પાગલ બની જાય છે. તેની વાર્ષિક કમાણી ૨ કરોડ રૂપિયા છે, જે બાંગ્લાદેશનાં કોઈપણ હીરોથી ખુબ જ વધારે છે.
એવું પણ કહી શકાય છે કે તેના સોંગ ફક્ત તેના નામ ઉપર ચાલી જાય છે. દરેક સોંગમાં આલોમની સાથે તમે એક થી એક ચડિયાતી સુંદર હિરોઈન જોઈ શકો છો. જે બિન્દાસ બનીને તેની સાથે નાચતી પણ હોય છે અને રોમાન્સ પણ કરતી હોય છે.
બાંગ્લાદેશમાં તેની ફેન ફોલોની ખુબ જ મોટી છે. મોટા મોટા ક્રિકેટર્સ તેની સાથે ફોટો ખેંચાવી ચુકેલ છે, પરંતુ તેનું જીવન હંમેશાથી આટલું સરળ હતું નહીં. એક સમય એવો પણ હતો, જ્યારે તેની પાસે રહેવા માટે છત અને પેટ ભરવા માટે ભોજન હતું નહીં.
આલોમ નાં પિતા દાબેલા ચણા વેચતા હતા. જ્યારે તે ૧૦ વર્ષનો હતો ત્યારે તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા અને આલોમ અને તેની માં ને ઘરેથી કાઢી મુક્યા. પોતાની માં અને પોતાનો ઘર ચલાવવા માટે પિતાની જેમ દાબેલા ચણા વેચવાનું શરૂ કર્યું. જેના લીધે તે પોતાનો આગળનો અભ્યાસ શરૂ રાખી શક્યો નહીં.
આખો દિવસ વેપાર કર્યા બાદ આલોમ સાંજના સમયે એક વીડિયોની દુકાન ઉપર આવીને બેસતો હતો. અહીંથી જ તેને ફિલ્મો અને મોડલિંગ કરવાનો શોખ જાગ્યો, જેને થોડા સમય બાદ તે દુકાન ખરીદી લીધી. દિવસનાં સમયમાં તે ચણા જોર ગરમ વેચતો હતો અને રાતના સમયે દુકાન સંભાળતો હતો.
તેના જીવનમાં ત્યારે પરિવર્તન આવ્યું, જ્યારે તેને દુકાન પર આવતા એક વ્યક્તિએ તેને દત્તક લઈ લીધો. અબ્દુર રજજાક નામનો આ વ્યક્તિ હતો, જેણે અલોમને કેબલ ટીવી નો બિઝનેસ સેટ કરવામાં મદદ કરી. આલોમ નો કેબલ ટીવી નો બિઝનેસ તો ચાલી પડ્યો, પરંતુ એક્ટર બનવાની તેની ઈચ્છા હજુ પણ અધુરી હતી.
૨૦૦૮માં આલોમ એ પોતાનો પહેલો મ્યુઝિક વીડિયો પ્રોડ્યુસ કર્યો અને તેને પોતાના કેબલ ટીવી પર રિલીઝ કર્યો. લોકોને તેનો વિડીયો ખુબ જ પસંદ આવ્યો. આલોમ જણાવે છે કે પહેલા યુવતીઓ તેની સાથે કામ કરતાં અચકાતી હતી. એક્ટર જેવો દેખાવ ન હોવાને લીધે તેની સાથે કામ કરવા પણ કોઈ રાજી થતું ન હતું.
યુટ્યુબ ઉપર હીટ થયા બાદ તેને ફિલ્મો અને સીરીયલ ની ઓફર પણ આવવા લાગી હતી. તે બાંગ્લાદેશનાં ટેસ્ટ ટીમના કેપ્ટન મુસ્ફિકર રહીમની સાથે કામ કરવા ઈચ્છે છે અને આ બાબતમાં તે તેમની સાથે મુલાકાત પણ કરી ચુકેલ છે. તેની લોકપ્રિયતાનો અંદાજો તમે તે વાત ઉપરથી લગાવી શકો છો કે જ્યારે અન્ય ખેલાડીઓને તેના આવવા વિશે જાણકારી મળી તો તેઓ પોતે આલોમ સાથે મુલાકાત કરવા માટે પહોંચી ગયા.
કહેવામાં આવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ જ ચાલી શકે છે, જેની પાસે સારી બોડી અને સારો દેખાવ હોય, પરંતુ આ ધારણા ને તોડીને આલોમે એ એક સફળ અભિનેતા બનીને ઉદાહરણ રજુ કર્યું છે. આલોમ તે બધા લોકો માટે આદર્શ છે, જે ફિલ્મોમાં તો કામ કરવા માંગે છે પરંતુ કોશિશ કરવાથી અચકાતા હોય છે.