શાહરુખ ખાનની ભત્રીજી આલિયા છીબ્બા સુંદરતામાં સુહાના ખાનને પણ ટક્કર આપે છે, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડનાં બાદશાહ કિંગ ખાન શાહરૂખ ખાનની જબરજસ્ત ફેન ફોલોઇંગ છે. તેમના ચાહવા વાળા લોકો તેમની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. ફેન્સનો ક્રેઝ ફક્ત સ્ટાર સુધી સીમિત નથી રહેતો, પરંતુ તેમના બાળકોને પણ તેઓ પ્રેમ આપતા હોય છે. સ્ટારકિડ્સ પણ ખુબ જ સારી ફેન ફોલોઈંગ ધરાવે છે અને જ્યારે વાત શાહરૂખ ખાનની હોય તો તેમની વાત જ અલગ છે. પછી સુહાના ખાનથી લઈને આર્યન અને અબરામ સુધી કોઈ પણ હોય. તેમના ફેન્સનું લિસ્ટ ખુબ જ લાંબું છે. પરંતુ તેમાં વધુ એક નામ જોડાઈ ગયું છે અને તે નામ આલિયા છીબ્બા છે. તો ચાલો જાણીએ કે આખરે તે કોણ છે અને શાહરુખ ખાન સાથે તેનો શું સંબંધ છે.

તમને જણાવી દઈએ કે આલિયા છીબ્બા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનાં ભાઈ વિક્રાંત ની દીકરી છે. એટલે કે આલિયા ગૌરી ખાન ની ભત્રીજી છે. ગૌરી ખાન ની ભત્રીજી હોવાને કારણે તે શાહરૂખ ખાનની પણ ભત્રીજી બની ગઈ. આલિયા સુહાનાની કઝીન છે અને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે આલિયાનાં ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને જાણી શકાય છે કે તે કેટલી ગ્લેમરસ છે. એવું લાગે છે કે તેનો બોલીવુડમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર તેણે ફેશન સાથે જોડાયેલ એક સ્ટડી કરેલી છે અને પોતાની ફેશન બ્રાન્ડ બનાવવા માંગે છે. આલિયાએ કોરોના મહામારીની વચ્ચે અલગ સોકસ ની લાઈન લોન્ચ કરી હતી. આલિયાએ ડિઝાઇનર ફેસ માસ્ક પણ લોન્ચ કર્યા હતા. આલિયાની બ્રાન્ડમાં ઘણી ફંકી એસેસરીઝ છે. આલિયા વર્ષ ૨૦૧૯માં ત્યારે ચર્ચામાં આવી ગઇ હતી, જ્યારે તેણે કોલકત્તામાં લગ્ન કર્યા હતા.

આલિયાનાં લગ્નનાં અમુક ફોટો શેર કર્યા, જેમાં તે સુહાના ખાન સાથે પોઝ આપતી નજર આવી હતી. તસ્વીરને શેર કરીને આલિયાએ લખ્યું હતું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું પરિણીત છું. આલિયા પોતાની ફઈ ગૌરી ખાન ની ખુબ જ નજીક છે. તે શાહરુખ ખાનની પણ ખુબ જ નજીક છે. તે અવારનવાર શાહરૂખ ખાનના પરિવારની સાથે સમય પસાર કરે છે. આલિયાનાં લગ્ન ૨૧ વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. તમે પણ તેને જોઇને અંદાજો નહીં લગાવી શકો કે તે પરિણીત છે.

જણાવી દઈએ કે આલિયા ખુબ જ સુંદર અને સ્ટાઇલિશ છે. તે પોતાને લેટેસ્ટ ટ્રેન્ડ થી અપડેટ રાખે છે. તેણે કોરોના કાળમાં પણ પોતાના બે બ્રાન્ડ ખોલેલા છે. તેણે સ્ટાઇલીશ માસ્કનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે.

આલિયા પોતાની બહેન અને શાહરુખ ખાન ની લાડલી સુહાના ખાન જેટલી જ ગ્લેમરસ છે. આલિયાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ જ સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ૧ લાખથી વધારે લોકો ફોલો કરે છે.

વળી જણાવી દઈએ કે આલિયા છીબ્બા પણ સુંદરતામાં સુહાના ખાન થી બિલકુલ ઓછી નથી. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તેની તસ્વીરો પરથી અંદાજો લગાવી શકાય છે કે આલિયા છીબ્બા નાં ચાહનારા લોકો પણ ઘણા છે. તેની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *