બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન મહાનાયકનાં નામથી જાણીતા છે. અમિતાભ બચ્ચને ફિલ્મ કભી ખુશી કભી ગમ માં શાહરૂખ ખાનના પિતાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને જોઈને જાણે એવું લાગતું હતું કે તેઓ હકીકતમાં તેઓ બંને બાપ-દીકરા છે. એવું જ શાહરુખ ખાનનાં દીકરા અબરામ ને પણ લાગ્યું કે અમિતાભ બચ્ચન તેના દાદા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ નાખી અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો.
૨૦૧૮માં પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચને એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં નાના અબરામ બીગ-બી અમિતાભ બચ્ચન સાથે હાથ મિલાવી રહ્યા છે અને બંને એકબીજાને એકીટશે જોઈ રહ્યા છે. અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું હતું, આવો છે શાહરુખ ખાનનો સૌથી નાનો દીકરો અબરામ… જેને કોઈ શંકા વગર કરે એવું લાગે છે કે હું તેના પિતાના પિતા છું. અબરામ ને આ વાત પર પણ આશ્ચર્ય થાય છે કે શાહરુખ ખાનના પિતા તેની સાથે કેમ નથી રહેતા.
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર શાહરુખ ખાન પોતાને રોકી શક્યા નહીં અને કોમેન્ટ કરી હતી, “સર આવ્યા કરો ને, ઓછામાં ઓછું તમે શનિવારે જ. અબરામ ની સાથે ઘર પર રહો. તેમની પાસે તેના આઈપેડ પર ઘણી સારી સારી ગેમ છે અને તમે તેની સાથે ડુડલ પણ રમી શકો છો.” શાહરૂખ ખાનની આ કમેન્ટ ઘણી વાયરલ થઇ હતી.
કિંગ ખાન અબરામ સાથે એક સ્પેશિયલ બોન્ડિંગ શેર કરે છે. સોશિયલ મીડિયા પર હંમેશા શાહરુખ ખાન તેની ફોટો શેર કરતા રહે છે, જેના પર ફેન્સ ઘણો પ્રેમ વ્યક્ત કરે છે. ગયા મહિને અબરામે પોતાનો ૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. અબરામ ની મોટી બહેન સુહાના ખાને આ દરમિયાન અબરામનો અનસીન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સુહાના અને અબરામ વીડિયોમાં પુલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઇન્ટરનેટ પર ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.