“કભી અલવિદા ના કહેના” શાહરુખ ખાનનો દિકરો બનેલ આ બાળક હકીકતમાં છે યુવતી, અત્યારે સુંદરતા જોઈને મોહી પડશો

૨૦૦૬માં એક સુપરહિટ ફિલ્મ આવી હતી “કભી અલવિદા ના કહેના”. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાનો એક દીકરો હતો. જો તમને તે યાદ ન હોય તો “માય ફ્રેન્ડ ગણેશા” નો ક્યુટ આશુ તો તમને જરૂરથી યાદ હશે અથવા તો સુસ્મિતા સેન ની હોરર ફિલ્મ “વાસ્તુશાસ્ત્ર” માં જોવા મળેલ રોહન નામનો બાળક તો જરૂર યાદ આવશે. હકીકતમાં અહીંયા અમે જે બાળકની વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં બાળક હતો જ નહીં, પરંતુ તે એક બાળકી હતી જે હવે ખુબ જ મોટી અને સુંદર બની ગયેલ છે. આ યુવતી ડિજિટલ મીડિયા માં સુપરસ્ટાર બની ચુકી છે. આ યુવતીનું નામ અહેસાસ ચન્ના છે.

૪ વર્ષની ઉંમરમાં શરૂ કરી હતી કારકિર્દી

અહેસાસ ચન્ના તે ફક્ત ૪ વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની પહેલી ફિલ્મ ૨૦૦૪માં આવેલી “વાસ્તુશાસ્ત્ર” હતી. આ ફિલ્મમાં સુસ્મિતા સેન પણ હતી. તે એક હોરર ફિલ્મ હતી જેમાં અહેસાસ ચન્ના એ રોહન નામના બાળકનું કિરદાર નિભાવ્યો હતું.

ત્યાર બાદ ૨૦૦૬માં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કભી અલવિદા ના કહેના આવી. તેમાં અહેસાસ ચન્ના એ શાહરુખ ખાન અને પ્રીતિ નાં અર્જુન નામના દીકરા નો રોલ કર્યો હતો. વળી ૨૦૦૭માં તે “માય ફ્રેન્ડ ગણેશા” માં જોવા મળેલ હતી. આ રીતે અહેસાસ ચન્ના એ યુવતી હોવા છતાં પણ યુવકના ઘણા રોલ કર્યા. જોકે જ્યારે તે ૭ વર્ષની થઈ તો તેની મમ્મીએ તેને યુવકના રોલ કરવા દીધા નહીં. ત્યારબાદ તેને યુવતીઓ વાળા રોલ ઓફર થવા લાગ્યા.

ઘણી ટીવી સીરીયલ માં આવી નજર

“કસમ સે” તે પહેલો ટીવી શો હતો, જેમાં અહેસાસ ચન્ના યુવતી તરીકે નજર આવી. ત્યારબાદ તે “દેવો કે દેવ મહાદેવ” માં ભગવાન શિવની દીકરી અશોક સુંદરી નાં રૂપમાં જોવા મળી. વળી તેણે મધુબાલા, એક ઈશ્ક એક જુનુન, ક્રાઇમ પેટ્રોલ, ગંગા, કોડ રેડ, તલાશ જેવા અન્ય ટીવી શોમાં પણ કામ કરેલું છે.

ડિજિટલ દુનિયાએ ચમકાવી કિસ્મત

ડિજિટલ દુનિયામાં અહેસાસ ચન્ના એક મોટું નામ બની ચુકી છે. તે ટીવીએફ અને Girliyappa ના ઘણા વાયરલ વિડીયો માં નજર આવી ચુકી છે. વળી તેણે હોસ્ટેલ ડેઝ માં આકાંક્ષા નાં કિરદારમાં, કોટા ફેક્ટરીમાં શિવાંગી ના રૂપમાં અને ગર્લ્સ હોસ્ટેલની રુચા નાં રોલમાં પણ જોવામાં આવેલ. અહેસાસ જ્યારે ૧૬ વર્ષની થઈ ત્યારે ટીવી એફ Girliyappa “ધ પિરિયડ સોંગ” થી પહેલી વખત ડિજિટલ દુનિયામાં નજર આવી હતી.

ત્યારબાદ તેણે ઘણા વેબ શોઝ અને વાયરલ વિડીયો માં કામ કર્યું. થોડા દિવસો પહેલાં જ અહેસાસ ચન્ના ની કોટા ફેક્ટરી સિઝન-૨ નેટફ્લીકસ પર રિલીઝ થઈ. તે સિવાય તે ડાઈસ મીડિયા ની ભારતની પહેલી સ્પોર્ટ સિરીઝ Clutch માં પણ જોવા મળી. ડિજિટલ દુનિયામાં અહેસાસ ચન્ના નો એક મોટો ફેન બેઝ છે. લોકો તેને ખુબ જ પસંદ કરે છે.

સોશિયલ મીડિયા ઉપર પણ પોપ્યુલર

અહેસાસ ચન્ના સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ૨ કરોડ ૮૦ લાખથી વધારે લોકો ફોલો કરે છે. અહેસાસ ચન્ના ખુબ જ ઓછી ઉંમરમાં જે રીતે સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તે પ્રશંસાને પાત્ર છે.