બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગલાં રાખ્યા બાદ દરેક કલાકાર કોઈ મોટા કલાકાર સાથે કામ કરવાનું પસંદ કરે છે, જેથી તેની લોકપ્રિયતામાં લોકોની વચ્ચે ઝડપથી વધારો થાય. પરંતુ ખુબ જ ઓછા કલાકાર એવા છે, જેમણે પોતાની મહેનતથી ઊંચુ સ્થાન પ્રાપ્ત કરેલું છે. પરંતુ તેમણે પોતાના સ્વભાવથી વિપરીત અમુક કલાકારો સાથે ક્યારેય કામ કરેલ નથી. આજે અમે તમને અમારા આ આર્ટીકલમાં બોલીવુડ ઇંડસ્ટ્રીમાં અમુક મોટી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે શાહરૂખ ખાનની સાથે ક્યારેય કામ કરેલું નથી.
કંગના રનૌત
હિન્દી સિનેમામાં હાલના સમયમાં કંગના રનૌત પોતાની એક્ટિંગ અને બિન્દાસ સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. તેની ગણતરી એવી અભિનેત્રીઓમાં થાય છે, જે પોતાના દમ ઉપર ફિલ્મને હિટ કરાવવાની આવડત ધરાવે છે. અત્યાર સુધીમાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી કંગના રનૌતે આજ સુધી કોઈ પણ ખાન સાથે કામ કરેલ નથી.
શ્રીદેવી
દિવંગત અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી મોટી ફિલ્મો માં કામ કરેલ છે. તેમને પોતાની એક્ટીંગ માટે ઓળખવામાં આવે છે. જણાવવામાં આવે છે કે ફિલ્મ “ડર” માં શ્રીદેવી ને શાહરૂખ ખાનની સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો, પરંતુ તેમણે આ ફિલ્મમાં કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો. જોકે તે વાતની જાણકારી મળી શકી નથી કે આખરે તેમણે શા માટે મનાઈ કરી હતી. જોકે બાદમાં આ રોલ જુહી ચાવલા ને આપી દેવામાં આવ્યો હતો.
સોનમ કપુર
અનિલ કપુરની દીકરી સોનમ કપુર પણ બોલિવુડમાં પોતાની એક્ટિંગ જલવો બતાવી ચુકી છે, પરંતુ તેણે આજ સુધી શાહરૂખ ખાનની સાથે કામ કરેલ નથી અને તેના માટે તેણે ક્યારેય ઈચ્છા પણ વ્યક્ત કરી નથી. તેની પાછળનું કારણ જણાવવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે બંનેની કેમેસ્ટ્રી પડદા પર સુટ થશે નહીં, એટલા માટે બંનેએ આજ સુધી એક સાથે કામ કર્યું નથી.
કરિશ્મા કપુર
૯૦નાં દશકની થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી કરિશ્મા કપુર સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલ છે. કરિશ્મા અને ગોવિંદા ની જોડી લોકોને ખુબ જ પસંદ આવતી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કરિશ્મા કપુરને શાહરૂખ ખાનની સાથે કામ કરવાનો અવસર પણ મળ્યો હતો. ફિલ્મ કુછ કુછ હોતા હૈ અને અશોકા માટે કરિશ્મા કપુર ઓફર આવેલી હતી, પરંતુ તેમણે આ ઓફર રિજેક્ટ કરી નાખી હતી.
હેમા માલિની
હિન્દી સિનેમામાં ડ્રીમ ગર્લનાં નામથી મશહુર હેમા માલીની અત્યાર સુધીમાં ઘણા કલાકારો સાથે અભિનય કરી ચુકેલ છે. મીડિયા ખબરો માનવામાં આવે તો શાહરૂખ ખાનની સાથે તેમને ફિલ્મ કરવાનો અવસર મળ્યો હતો, પરંતુ તેમણે તેને રિજેક્ટ કરી નાખેલ હતો. તેમને એવું લાગે છે કે શાહરુખ ખાન ઓવરએક્ટીંગ વધારે કરે છે.