શાહરુખ ખાન થી લઈને કેટરીના કૈફ સહિત આ સ્ટાર્સને લાગે છે આ ચીજોથી સૌથી વધારે ડર

બોલીવુડ સ્ટાર્સને હંમેશા આપણે મોટા પડદા પર જબરજસ્ત એક્શન કરતાં જોઈએ છીએ. તેમના ફેન્સને પણ લાગે છે કે રિયલ લાઈફમાં પણ આ કલાકાર ઘણા ડેરિંગ બાઝ હશે. આજે અમે તમને થોડા એવા જ કલાકારો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે કોઈને કોઈ ફોબિયાથી ગ્રસ્ત છે. હિન્દી સિનેમા જગતના ઘણા એવા છે, જેમને કીડા, સાંપ, વાંદા, ગરોળી અને કરોળિયા થી ગભરાય છે. જ્યારે થોડાકને ટામેટા, ફળ અને અહીં સુધી કે છતનાં પંખા જેવી વસ્તુઓનો તર્કહીન ડર છે.

શાહરુખ ખાન – ઇકવિનોફોબિયા

બોલીવુડનાં બાદશાહ શાહરૂખ ખાનનાં દુનિયાભરમાં ફેન્સ છે. લોકો તેમની સાથે જોડાયેલી દરેક વાતને જાણવા ઇચ્છે છે. શાહરૂખ ખાનને ફિલ્મોમાં હંમેશા જબરજસ્ત એક્શન કરતા પણ જોવામાં આવે છે. જ્યારે તમને આ જાણીને આશ્ચર્ય થશે કે શાહરુખ ખાનને ઘોડાથી ડર લાગે છે. હકીકતમાં ફિલ્મ કરણ અર્જુન દરમિયાન શાહરૂખને ઘોડે સવારી કરતા ઇજા થઈ હતી. ત્યારબાદ થી તેમના દિલમાં ઘોડા લઇને ડર પેસી ગયો હતો. જેને ઇકવિનોફોબિયા કહે છે.

દીપિકા પાદુકોણ – ઓફિદિયોફોબિયા

દીપિકા પાદુકોણને ઓફિડીયોફોબિયાની ફરિયાદ છે. ઓફિદિયોફોબિયા માં લોકોને તે જાનવરોથી ડર લાગે છે. જેમના માં ઝેર અને કુંડલ કરી શિકાર કરે છે, જેમ કે સાંપ. એટલા માટે એક્ટ્રેસ સાંપ અને એવા જીવથી પોતાને દુર રાખે છે.

સલમાન ખાન – ક્લીથરોફોબિયા

બોલીવુડ સ્ટાર સલમાન ખાન મોટા પડદા પર ઘણા બધા ગુંડાને એક ઝટકામાં સમાપ્ત કરી દે છે. પરંતુ રિયલ લાઇફમાં તેમને ઘોડાથી ઘણો ડર લાગે છે. સલમાન ખાનને ક્લીથરોફોબિયા એટલે કે ફસાવાના ડરથી પીડિત છે. તેમનો ફોબિયા ત્યારે સામે આવે છે, જ્યારે દબંગ ખાન લિફ્ટમાં યાત્રા કરે છે.

આલિયા ભટ્ટ – નિક્તોફોબિયા

આલિયા ભટ્ટ ને નિક્તોફોબિયા છે. એટલે કે તેમને અંધારાથી ડર લાગે છે. ખબર પ્રમાણે આલિયા ભટ્ટ અંધારું થતાં જ ગભરાઈ જાય છે. તેમને થોડો પણ પ્રકાશ મળે તો રાહત મળી જાય છે.

રણબીર કપુર – કાટ્સરીડાફોબિયા

રણબીર કપુરને કાટ્સરીડાફોબિયા છે. જેમાં કીડા મકોડાથી ડર લાગે છે. કાટ્સરીડાફોબિયાથી ગ્રસ્ત રણબીર કપુરને સૌથી વધારે ડર વાંદા થી લાગે છે.

કેટરીના કૈફ – હર્પેટોફોબિયા, લાઈકોપર્સિકાફોબિયા

કેટરીના કૈફને બે વસ્તુથી ડર લાગે છે. એક તો ગરોળી જોઈને જેને હર્પેટોફોબિયા પણ કહેવામાં આવે છે. બીજુ એક્ટ્રેસને ટામેટાથી ડર લાગે છે. જેને લાઈકોપર્સિકાફોબિયા કહેવામાં આવે છે. આ ખુલાસો “જિંદગી ના મિલેગી દોબારા” ની શુટિંગ દરમિયાન સામે આવ્યો, જ્યારે એક્ટ્રેસને ટોમાટીનાં ફેસ્ટિવલની શુટિંગ કરવાની હતી.

વિકી કૌશલ – એક્વાફોબિયા

બોલીવુડમાં જલ્દીથી ઉભરતા અભિનેતા વિકી કૌશલ ને એક્વાફોબિયા છે. એટલે કે તેમને પાણીમાં ડુબવાથી ડર લાગે છે.

પ્રિયંકા ચોપડા – ઇકવિનોફોબિયા

ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ઇકવિનોફોબિયાથી પીડિત છે. શાહરૂખ ખાનની જેમ પ્રિયંકાને પણ ઘોડા થી ડર લાગે છે અને જાનવર પાસે પણ જવાથી બચે છે. વાસ્તવમાં તે બતાવવામાં આવે છે કે, તે એવા દ્રશ્યને શુટ નથી કરતી જ્યાં ઘોડા સામેલ હોય છે.

અભિષેક બચ્ચન – ફ્રુકતોફોબિયા

અભિષેક બચ્ચનને ફ્રુકતોફોબિયા છે. આ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. હકીકતમાં આ ફોબિયા માં ફળોથી ડર લાગે છે. જુનિયર બચ્ચને ભાગ્યે જ ફળ ખાયા હશે. જે સાંભળવામાં ઘણું અજીબ લાગે છે.

સોનમ કપુર – ક્લીથરોફોબિયા, કલોસ્ત્રોફોબિયા

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપુરને બે ફોબિયા છે. ક્લીથરોફોબિયા અને કલોસ્ત્રોફોબિયા. પહેલા  ફોબિયા માં ફસાવાથી ડર લાગે છે. તે ત્યારે થાય છે, જ્યારે તમે કોઈ ગભરાહટ વાળી જગ્યામાં બંધ થઈ જાઓ. બીજો ફોબિયા ત્યારે ઉત્પન્ન થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ બંધ જગ્યામાં ચિંતિત થઈ જાય છે. મતલબ કે  લિફ્ટમાં  હોવા પર તે તણાવ અનુભવ કરે છે. સોનમી એક વાર તેનો સ્વીકાર કર્યો હતો કે તે હંમેશા દાદર ચઢીને જાય છે, પરંતુ જો લિફ્ટ લેવાની જરૂરિયાત હોય છે તો તે પોતે લિફ્ટના ખુણામાં જઈને ઊભી રહી જાય છે.