શાહરુખ ખાન થી લઈને સલમાન ખાન સુધી, જાણો આ સિતારાઓનો બાળપણમાં કોને પ્રેમ કરતાં હતા, જાણો તેમના બાળપણનાં પ્રેમ વિશે

જેવી રીતે પોતાનો પહેલો પ્રેમ ભુલાવી શકાતો નથી, એવી જ રીતે પહેલો ક્રશ પણ ભુલાવો સરળ નથી. ક્રશ નો મતલબ હોય છે કે તમને કોઈ વ્યક્તિ ખુબ જ પસંદ છે અને તમે તેને મેળવવા ઈચ્છો છો. તેવામાં બધાના જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ તેનો ક્રશ હોય છે. સામાન્ય લોકોને મોટાભાગે સેલિબ્રિટી પર ક્રશ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવુડ સેલિબ્રિટીને પણ કોઈને કોઈ સ્ટાર પર ક્રશ રહે છે. તેવામાં અમે તમને એવા જ કલાકાર વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

શાહરુખ ખાન

શાહરુખ ખાનને રોમાન્સનાં બાદશાહ કહેવામાં આવે છે. તે દરેક યુવતીનાં દિલ માં વસે છે. પોતાની સ્ટાઈલ અને સ્માઈલથી તે કોઈ પણ યુવતીને પોતાની દિવાની બનાવી દે છે. પરંતુ ઘણા જ ઓછા લોકોને ખબર છે કે શાહરુખ ખાનને એક્ટ્રેસ મુમતાજ સાથે પ્રેમ હતો. તે તેમને ઘણી પસંદ કરતા હતા.

સલમાન ખાન

૫૫ વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર કહેવામાં આવે છે. સલમાને બોલિવુડની ઘણી અભિનેત્રીઓને ડેટ કરી છે. જેમાં એશ્વર્યા રાય થી લઈને કેટરીના કૈફ સુધીનાં નામ સામેલ છે. પરંતુ તેમને બાળપણમાં રેખા સાથે પ્રેમ હતો. તે તેમનો પહેલો પ્રેમ હતો.

રણબીર કપુર

રણબીર કપુરને બોલિવુડના ચોકલેટી બોય કહેવામાં આવે છે. તેમની ચાર્મિંગ પર્સનાલિટી પર લાખો યુવતીઓ ફીદા છે. પરંતુ રણબીરને દિલ ધક ધક ગર્લ માધુરી દીક્ષિત માટે ધડકતું હતું. તેમણે એક ઈન્ટરવ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે માધુરી તેની ક્રશ હતી. એટલું જ નહીં તે તેમની સાથે લગ્ન કરવા પણ ઇચ્છતા હતા.

કરીના કપુર

કરીના કપુરની ગણતરી બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીમાં થાય છે. આજે તે સૈફ અલી ખાન સાથે પોતાનું લગ્નજીવન જીવી રહે છે. પરંતુ તેમના બાળપણનો પ્રેમ હોલિવુડ એક્ટર તથા ઓસ્કાર વિજેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો છે. તેમણે પોતે આ બાબતમાં એક ટીવી શોમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વર્ષ ૧૯૯૭ થી જ તે લિયોનાર્ડો ની ફેન છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ હાલનાં દિવસોમાં અભિનેતા રણબીર કપુરને ડેટ કરી રહી છે. બંનેનાં ઇશ્કની ચર્ચાઓ બોલીવુડ ગલીમાં ખુબ જ કરવામાં આવી રહેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયાનો બાળપણ નો પ્રેમ કોણ હતો? ૧૦ વર્ષની ઉંમરમાં જ તે શાહિદ કપુરને ચાહવા લાગી હતી. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે શાહિદ ની પહેલી ફિલ્મ “ઇશ્ક વિશ્ક” જોયા બાદ તેમને એક્ટર પર ક્રશ થઈ ગયો હતો.