બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન નેટફ્લિક્સ પર પોતાની બીજી સીરીઝ લઈને આવી રહ્યા છે. આ શો એક હોરર સિરીઝ છે. જેનું ટાઈટલ “બૈતાલ” છે. શોની ચર્ચા ગયા વર્ષે કરવામાં આવી હતી. તેને નિખિલ મહાજનની સાથે પેટ્રિક ગ્રાહમે નિર્દેશીત કરેલ છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ શોમાં વિનીત કુમાર, અહાના કુમાર, જીતેન્દ્ર જોશી, સિદ્ધાર્થ મેનન, મંજરી પૂપલા, સાયના આનંદ ઔર સુચિત્રા પિલ્લાઈ છે. હવે બેતાલનાં નિર્માતાઓએ શોનો પેહલા લુક શેયર કર્યો છે .
રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પોતાના ઓફિશ્યલી ટ્વીટર એકાઉન્ટમાં તેની જાણકારી આપી છે. પોસ્ટર અપલોડ કરતા લખ્યું છે કે, આ છે ઉપકમિંગ થ્રિલર-હોરર વેબ સીરીઝ. બેતાલનું ફર્સ્ટ લુક. કાસ્ટ છે વિનીત કુમાર, અને આહાના કુમાર. નિર્દેશિત કર્યું છે પેટ્રિક ગ્રાહમ અને નિખિલ મહાજને. પ્રોડ્યુસ કર્યું છે રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ. આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે વેબ સીરીઝ ૨૪ મે એ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
આ વેબસાઈટ વિશે વાત કરતાં અભિનેતા શાહરૂખ ખાને કહી હતું કે “બેતાલ”, જે ખૂબ જ ડરામણો છે, હું હાલમાં જ સેટ ઉપર ગયો હતો અને મેં તેને જોયો. બેતાલનાં નિર્દેશક પેટ્રિક ગ્રાહમ બ્રિટિશ લેખક અને નિર્દેશક છે. જે અત્યારે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. આ પહેલા વર્ષ ૨૦૧૯માં ઇમરાન હાશ્મી સ્ટારર સ્પાઈ સીરીઝ “બાર્ડ ઓફ ધ બ્લડ” આવી હતી, જેને શાહરૂખ ખાને પ્રોડ્યૂસ કરી હતી.