શનિવારનાં દિવસે આ ઉપાય કરવાથી એક ગરીબ છોકરાને થયો ૫૦ લાખનો જબરદસ્ત ફાયદો!

Posted by

કરોડપતિ બનવું અથવા અઢળક પૈસા કમાવવા દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તે પોતાની બધી જરૂરિયાતો પુરી કરી શકે અને ક્યારેય પણ કોઈ પણ ચીજ માટે તેને રાહ જોવી ન પડે, પરંતુ દરેક લોકોની આ ઈચ્છા પુરી થતી નથી. મહેનત તો બધા લોકો કરે છે પરંતુ તે મહેનતનું ફળ અમુક લોકોને જ મળી શકે છે. તેના ઘણા કારણ હોય છે અને બધા લોકો અલગ અલગ કારણોને લીધે પરેશાની સહન કરતા હોય છે. જો તમે પણ ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગો છો તો અમે તમારા માટે અમુક સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

હિન્દુ ધર્મમાં શનિવારનાં દિવસે પુજા કરવી ખુબ જ સારી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા પર જાતકોનું નસીબ ચમકી ઊઠે છે. આ દિવસે પુજાપાઠ સિવાય અમુક ઉપાય અપનાવીને બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. શનિવારનાં દિવસે ઉપાય કરવા ખુબ જ સારા માનવામાં આવે છે. ધન પ્રાપ્તિ માટે પણ શનિવારના દિવસે ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે, તો ચાલો તમને જણાવીએ કે શનિવારના દિવસે કયા ઉપાય કરવાથી કરોડપતિ બની શકાય છે.

શનિવારના દિવસે શનિદેવ ઉપર તેલ ચડાવવું ખુબ જ સારું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે જો વ્યક્તિ શનિદેવ ઉપર તેલ ચડાવે છે તો તેની ઉપર હંમેશા શનિદેવની કૃપાદ્રષ્ટિ જળવાઈ રહે છે. દર શનિવારના દિવસે લોટ, કાળા તલ, ખાંડ વગેરેનું મિશ્રણ તૈયાર કરીને કિડીઓને ખવડાવવું જોઈએ. આવું કરવાથી ઘરની બધી પરેશાનીઓ દુર થઈ જાય છે. શનિવારના દિવસે શની ચાલીસાનાં પાઠ કરવા પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શની ચાલીસા ના પાઠ કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

શનિવારના દિવસે દાન કરવાનું પણ ખુબ જ મોટું મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કાળા કપડા, લોખંડના વાસણ, કાળા તલ, ધાબળા અને અડદની દાળ જેવી ચીજોનું દાન કરવું જોઈએ. તેનાથી શનિની સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય છે. સારા સ્વાસ્થ્ય માટે શનિવારના દિવસે લોખંડના કટોરામાં સરસવનું તેલ લેવું અને તેમાં પોતાનું મોઢું જોવું. ત્યારબાદ આ કટોરા નું દાન કરી દેવું. આવું કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે.

શનિવારના દિવસે સાંજના સમયે અડદના દાણા લઈને તેના ઉપર થોડું દહીં અને સિંદુર નાખીને પીપળાના વૃક્ષની નીચે ૨૧ દિવસ સુધી નિત્ય રાખો. ધ્યાન રાખો કે પરત આવતા સમયે પાછળ વળીને જોવું નહીં. આ ઉપાય કરવાથી પણ તમારું દુર ભાગ્ય દુર થઈ જશે.

શનિવારના દિવસે સવારે અડદના દાળના ચાર દાણા માથા ઉપર થી ત્રણ વખત ઊલટા ફેરવીને કાગડાને ખવડાવો. સાત શનિવાર સુધી આ ઉપાય કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળી જાય છે. અડદનું દાન કરવાથી પણ શનિદોષમાંથી મુક્તિ મળી જાય છે. કોઈ ભિખારીને અડદની કચોરી ખવડાવો અથવા કોઈ સફાઈ કરવી ને અડદનું દાન કરો.

શનિ અમાસ, શનિ જયંતિ અથવા કોઈ શુભ મુહુર્તમાં અડદની દાળ પીસીને તેના બે ગોળા બનાવી લો. સાંજે સુર્યાસ્તનાં સમયે તેના પર શુદ્ધ દહીં અને સિંદુર લગાવો. ધ્યાન રાખો કે અડદની દાળમાં કોઈ અન્ય દાળ ઉમેરેલી હોવી જોઈએ નહીં. અડદની દાળના ગોળાને લઈને કોઈ પીપળાના વૃક્ષ નીચે રાખીને પીપળાને પ્રણામ કરો. ત્યારબાદ પાછળ ફરીને જોયા વગર ઘરે આવી જવું. ધ્યાન રાખો કે રસ્તામાં કોઈ જગ્યાએ રોકાવવું નહીં અને કોઈની સાથે વાત કરવી નહીં. આવું ૨૧ શનિવાર સુધી કરશો તો અવશ્ય ધન લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *