શનિવારનાં દિવસે પીપળાનાં વૃક્ષની નીચે કરી દો આ ઉપાય, ઝમાઝમ આવશે પૈસા અને શનિદેવ બનાવી દેશે કરોડપતિ

Posted by

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિને તેના કર્મોના હિસાબ થી ફળ આપે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દેવની પ્રતિકુળ દૃષ્ટિ પડે છે તો તે વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાનિઓ આવવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવના દોષને ઓછો કરવા માટે ઘણા બધા ઉપાય જણાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના વૃક્ષના ઉપાય કરવાથી શનિ દોષ સમાપ્ત થાય છે.

Advertisement

હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના વૃક્ષની પુજા કરવાથી જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ જાય છે. આજના આ લેખમાં અમે તમને પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી અમુક અચુક ઉપાય વિશે જણાવીશું, જેનાથી શનિદોષ દુર થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.

શનિવારનાં દિવસે પીપળાના વૃક્ષને બંને હાથથી સ્પર્શ કર્યા બાદ સાત પરિક્રમા કરો. “ૐ શં શનેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો. આવું કરવાથી શનિ ની સાડાસાતી અને શનિની ઢૈયા અથવા અન્ય દોષ સમાપ્ત થઈ જાય છે. શનિદેવને નિયમિત રૂપથી સ્પર્શ કરવાથી જીવનની બધી પરેશાનીઓ દુર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

જો તમારા ઘરમાં કાર્ય છેલ્લા સમયે અટકી જતા હોય અથવા તો કોઈ કાર્યમાં અડચણ આવી રહી હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો. આવું કરવાથી સંકટમોચન ની કૃપા થી તમારા જીવનમાં આવી રહેલી બધી જ અડચણ દુર થશે અને તમને અવશ્ય સફળતા મળશે.

શનિવારનાં દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ ચડાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી શનિ દશા સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો તમને વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યું હોય તો શનિવારના દિવસે દુધ ગોળ અને પાણી મિક્સ કરીને પીપળાના વૃક્ષમાં અર્પિત કરો આવું કરવાથી વેપારમાં સફળતા મળશે અને આર્થિક મજબુતી પ્રાપ્ત થશે.

શનિવારનાં દિવસે પીપળાના વૃક્ષ ને બંને હાથથી સ્પર્શ કરીને “ૐ નમઃ શિવાય” મંત્રનો ૧૦૮ વખત જાપ કરવાથી દુઃખ પરેશાની તથા ગ્રહ દોષનો પ્રભાવ શાંત થઈ જાય છે. પીપળાનાં વૃક્ષની પુજા કરવાથી ભગવાન શિવજી પણ પ્રસન્ન થાય છે અને શનિદેવ શિવજી ને પોતાના ગુરૂ માને છે. શિવજીને પ્રસન્ન કરવા પર શનિદેવ પણ તમને કષ્ટ પહોંચાડે છે નહીં.

શનિવારનાં દિવસે પીપળાના વૃક્ષમાં દૂધ, ગોળ અને પાણી ઉમેરીને ચડાવો તથા પ્રાર્થના કરો કે, “હે પ્રભુ, તમે ગીતામાં કહ્યું છે કે પીપળાના વૃક્ષમાં હું વાસ કરું છું. હે ભગવાન મારા જીવનમાં આ પરેશાની છે. તમે કૃપા કરીને મારી આ પરેશાની (મનમાં જે પણ પરેશાની હોય તેનું નામ લેવું) દુર કરવાની કૃપા કરો. પીપળાના વૃક્ષને સ્પર્શ કરાવો તથા તેની પરિક્રમા કરો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.