સપ્તાહ નો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. એવી જ રીતે શનિવારનો દિવસ કર્મફળ દાતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિવત રીતે શનિદેવની પુજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ વ્યક્તિને કર્મોના હિસાબથી ફળ આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કર્મ કરવાની સાથો સાથ ભગવાન શનિદેવની પુજા પણ કરવી જોઈએ. શનિવારના દિવસે શનિદેવની પુજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને શનિદેવ પણ તમારી ઉપર અતિ પ્રસન્ન થઈ જશે.
જો અઢળક મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળતી ન હોય, વારંવાર નુકસાની થઈ રહી હોય, તો આવી સ્થિતિમાંથી બચવા માટે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ. ધનહાની અને પૈસાની તંગી પાછળ ગ્રહદોષ અથવા વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે. જીવનમાં સતત થતા આવા નુકસાન વ્યક્તિને પરેશાન કરી શકે છે, જેનાથી બચવા માટે અમુક ઉપાય પણ કરી લેવા જોઈએ. આજે અમે તમને અમુક એવા જ્યોતિષ્ય ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખુબ જ સરળ છે અને ૧ રૂપિયાના સિક્કાથી કરી શકાય છે.
જો પ્રગતિમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી હોય તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પાસે જઈને કાચા સુતરના દોરાથી ૭ વખત પરિક્રમા કરો. તેની સાથે લોટનો ચારમુખી દીવો બનાવો અને ૧ રૂપિયાના સિક્કા ઉપર રાખીને તે દીવો પ્રગટાવો અને શનિદેવનું ધ્યાન કરો. આવું કરવાથી શનિદેવ ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને દરેક સમસ્યાનો તુરંત નાશ કરી નાખે છે.
જો કોઈ વ્યક્તિને વેપારમાં સતત નુકસાની થઈ રહી હોય અથવા તો કોર્ટ કચેરીના મામલા થી પરેશાન થઈ ગયેલ હોય તો શનિવારના દિવસે ૧૧ પીપળાનાં પાનની માળા બનાવીને શનિ મંદિરમાં અર્પિત કરવી જોઈએ. તેનાથી વ્યક્તિને જરૂરથી લાભ મળે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તેના માટે દર શનિવારના દિવસે થોડા કાળા તલ લઈને પીપળા ના વૃક્ષને અર્પિત કરો. તે સિવાય પીપળાના વૃક્ષના મુળમાં જળ અર્પિત કરો.. આ ઉપાય કરવાથી પતિ પત્નીના સંબંધો મધુર રહે છે.
જો તમે સતત નોકરી શોધીને થાકી ગયા છો અથવા તો તમને નોકરીમાં પ્રમોશન મળી રહ્યું નથી તો શનિવારના દિવસે કાળો કોલસો લઈ આવો અને તેને પાણીમાં પ્રવાહિત કરી દો. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ જળવાઈ રહે તો તેના માટે પુષ્ય નક્ષત્રમાં ૧ કળશમાં પાણી લઈને તેમાં થોડી ખાંડ ઉમેરો અને આ પાણીને પીપળાના વૃક્ષના મુળમાં અર્પિત કરી દો.
તે સિવાય જો આર્થિક તંગી ઓછું થવાનું નામ નથી લઈ રહી તો શનિવારના દિવસે એક સરળ ઉપાય કરી શકો છો. તેના માટે તમારે પોતાના ઘરના મંદિરમાં ચોકી ઉપર કળશમાં પાણી ભરીને રાખવું. ત્યારબાદ કળશ ઉપર કેસરથી સ્વસ્તિક બનાવો અને કળશના પાણીમાં ૧ રૂપિયાનો સિક્કો નાખી દો. ત્યારબાદ કળશ ની પુજા કરો. આ ઉપાય કરવાથી તમારી ધન સંબંધને તો તમામ પરેશાનીઓ ખતમ થઈ જશે.
જો જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓથી તમે ઘેરાયેલા છો તો મુઠ્ઠીમાં કાચા ચોખા અને ૧ રૂપિયાનો સિક્કો રાખો. ત્યારબાદ મંદિરમાં ભગવાન પાસે પોતાની બધી પરેશાનીઓ દુર કરવાની પ્રાર્થના કરો અને સિક્કા સહિત તે ચોખાને મંદિરના કોઈ ખુણામાં રાખી દો. થોડા સમયમાં જ તમને પોતાની દરેક પરેશાનીઓ માંથી રાહત મળી જશે.
જો તમે ચારોતરફથી આર્થિક પરેશાનીથી ઘેરાયેલા છો અને તમારી આવક સતત ઘટી રહી છે તો સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર ચારમુખી દીવો પ્રગટાવો. જો શક્ય હોય તો ઘી નો દીવો પ્રગટાવવો જોઈએ. સાથોસાથ દીવા માં ૧ રૂપિયાનો સિક્કો ઉમેરી દો. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા ખતમ થઈ જશે અને માં લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. જો જીવનમાં અવસર ની કમી થઈ રહી હોય તો પોતાના ખિસ્સામાં હંમેશા ૧ રૂપિયાનો સિક્કો અને મોરપંખ રાખો. તેનાથી તમને ઘણા બધા નવા અવસર પ્રાપ્ત થશે.