કહેવામાં આવે છે કે શનિદેવ જે વ્યક્તિથી ખુશ થઈ જાય છે તેને ભિખારી માંથી રાજા બનાવી દેતા હોય છે અને જે વ્યક્તિથી નારાજ થઈ જાય છે તેને રસ્તા ઉપર લાવી દેતા હોય છે. એટલા માટે જો તમારી કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે તો તમને ભાગ્યનો સાથ મળશે નહીં. શનિદેવને ખુશ કરવા માટે સામાન્ય રીતે તો ઘણા ઉપાય કરવામાં આવે છે. પરંતુ શનિવારના દિવસે અમુક વિશેષ ઉપાય કરીને શનિદેવને ખુશ કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે શનિદેવ વ્યક્તિને સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જે લોકો ખરાબ કામ કરે છે તેને સાચો રસ્તો બતાવવા માટે શનિદેવ દંડ આપે છે.
શનિદેવ જેની ઉપર પ્રસન્ન થઈ જાય છે, તેના બધા જ દુઃખ નાશ પામે છે. તેનું ઘર સુખ સંપતિથી ભરાઈ જાય છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ ઉપર શનિદેવ ક્રોધિત થાય છે અથવા તો તેમની કુદ્રષ્ટિ પડી જાય છે તો રાજાને પણ ભિખારી બનાવી દેતા હોય છે. એટલા માટે શનિવારનાં દિવસે કાળા દોરા સાથે સંબંધિત અમુક ઉપાય જરૂરથી કરવા જોઈએ.
તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકોના ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધેલો હોય છે. માન્યતા છે કે જે લોકો કાળો દોરો પહેરે છે, તેમનાથી નકારાત્મક શક્તિઓ દુર રહે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર કાળો દોરો નકારાત્મક ઊર્જાને શોષીને પોતાની અંદર સમાવી લેતો હોય છે અને પહેરનાર વ્યક્તિ ઉપર નકારાત્મક ઊર્જાનો કોઈપણ પ્રભાવ પડતો નથી. કાળો દોરો ફક્ત તમને ખરાબ નજરથી બચાવતો નથી, પરંતુ તે તમારું નસીબ પણ બદલી શકે છે.
શનિવારનાં દિવસે એક લાંબો કાળો દોરો લેવો. આ દોરાને શનિદેવની પ્રતિમા સાથે સ્પર્શ કરાવીને ગળામાં ધારણ કરી લેવો. જો તમે ત્રણ શનિવાર સુધી આવું કરો છો તો તમારા જીવનમાં રહેલી તમામ પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળી જશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તમે આ દોરા ને ઇચ્છો તો જમણા હાથમાં પણ બાંધી શકો છો. આ પ્રયોગ કરવાથી શનિ નો પ્રકોપ ઓછો થઈ જાય છે.
જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી છે અથવા તો જીવનસાથીનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પણ પરેશાની રહેતી હોય તો પીપળાના વૃક્ષ ની શનિવારના દિવસે સાંજના સમયે પુજા કરો અને કાળો દોરો પીપળાના વૃક્ષ ઉપર સ્પર્શ કરાવીને જીવનસાથીના ગળામાં ધારણ કરાવી લો. આવું કરવાથી બધી જ પરેશાનીઓ માંથી મુક્તિ મળી જશે.
જો તમે કરજના બોજ હેઠળ દબાયેલા છો તો શનિવારના દિવસે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવો અને ગાયના માથા ઉપર કંકુનું તિલક લગાવીને પુજા કરો. આવું કરવાથી તમારી બધી જ પરેશાની દુર થઈ જશે. શનિવારના દિવસે કાળો દોરો બાંધવો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં પણ ધન સમૃદ્ધિનું ભરપુર આગમન થાય છે.
કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે સાથોસાથ વ્યક્તિને માલામાલ પણ બનાવી શકે છે તમે મંગળવાર અથવા શનિવારના દિવસે રેશમી અથવા સુતરાઉ કાપડ લો અને નજીકના અનુમાન મંદિરમાં લઈ જવું. આ દોરામાં નવ ગાંઠ બાંધો અને હનુમાનજીના ચરણોનું સિંદુર લગાવી દો હવે આ દોરાને ઘરના મુખ્ય દરવાજા પર અથવા તો તિજોરીમાં બાંધી દો આવું કરવાથી તમારી બધી જ આર્થિક સમસ્યાઓ દુર થઈ જશે.
ઘરની ખરાબ નજરથી બચાવવા માટે કાળા દોરા નો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે કાળા દોરામાં લીંબુ મરચા બાંધીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવી શકાય છે આવું તમે ઘણા ઘરના મુખ્ય દરવાજા પર અથવા તો દુકાનો ઉપર જરૂરથી જોયેલું હશે.