હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ માટે બધા જ દેવી-દેવતાઓનો અલગ-અલગ દિવસ બતાવવામાં આવ્યો છે. સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને પૂજા-અર્ચના કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. મંગળવારનો દિવસ સંકટ મોચન મહાબલી હનુમાનજીને સમર્પિત છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. પરંતુ શનિવારના દિવસે પણ હનુમાનજીની પૂજા થાય છે. એવું જણાવવામાં આવે છે કે જો આ દિવસે શનિદેવની સાથે-સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તેનાથી બધા શનિ દોષો માંથી છુટકારો મળે છે.
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે અને શનિનો અશુભ પ્રભાવથી પણ બચી શકાય છે. આખરે શા માટે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેના પાછળ એક ખૂબ જ રોચક કથા છે.
મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ શનિવારના દિવસે ભક્તો જ હનુમાનજીની પૂજા કરે છે તો તેનાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. હકીકતમાં એક વચનને કારણે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. એક રોચક કથા અનુસાર શનિ દેવે સ્વયં હનુમાનજીને વચન આપ્યું હતું.
આ કારણને લીધે શનિવારે થાય છે હનુમાનજીની પૂજા
જો આપણે ધાર્મિક કથાઓ અનુસાર જોઇએ તો એવું જણાવ્યું છે કે રામાયણ કાળમાં જ્યારે મહાબલી હનુમાનજી સીતા માતાજીની ખોજ કરતાં લંકા જય પહોંચ્યા હતા. ત્યારે તેઓએ ત્યાં જોયું કે શનિદેવ લંકાની એક જેલમાં ઉલ્ટા લટકેલા હતા. જ્યારે હનુમાનજીએ શનિદેવને તેનું કારણ પૂછ્યું તો તેવું જણાવ્યું કે રાવણે પોતાના યોગબળથી બધા ગ્રહોને કેદ કરી લીધા છે. ત્યારે હનુમાનજીએ શનિદેવને રાવણની જેલમાંથી મુક્તિ અપાવી હતી.
જેનાથી શનિદેવ ખૂબ જ ખુશ થયા હતા અને હનુમાનજીને વચન આપ્યું હતું કે જે પણ વ્યક્તિ કળિયુગમાં હનુમાનજીની પૂજા કરશે તેને તેઓ ક્યારેય પણ અશુભ ફળ આપશે નહીં. બજરંગબલીની પૂજા કરનાર લોકોએ શનિના કષ્ટોનો સામનો કરવો પડશે નહીં. આ વચનનાં કારણે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
શનિવારે હનુમાનજીની પૂજાથી થાય છે આ લાભ
જે ભક્ત શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરે છે તો તેના પર શનિદેવ ની સાડાસાતીથી મળતા કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શનિનો પ્રકોપ તે વ્યક્તિ ઉપર પડતો નથી. શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાની સાથે-સાથે શનિદેવની પણ પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
શનિવારે આવી રીતે કરો હનુમાનજીની પૂજા
જો તમે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો તેના માટે આ દિવસે સૂર્યોદયના સમયે વહેલા ઊઠીને સ્નાન કરી લીધા પછી શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ કરતા સમયે તાંબાના લોટામાં જળ અને સિંદૂર ઉમેરીને હનુમાનજીને અર્પિત કરો. તમે હનુમાનજીને ગોળનો ભોગ લગાવી શકો છો. ત્યાર બાદ તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
જો તમે પણ હનુમાનજીનાં ભકત હોય તો કોમેન્ટમાં “જય બજરંગબલી” જરૂરથી લખજો.
Jay Shree Bajrangbali Hanumanji
Jai bajrangbali ki Jai. 🙏